Home /News /business /આ સ્મોલ કંપનીના શેરે 1 જ દિવસમાં આપ્યું 15%થી પણ વધું વળતર, રોકાણકારોને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો
આ સ્મોલ કંપનીના શેરે 1 જ દિવસમાં આપ્યું 15%થી પણ વધું વળતર, રોકાણકારોને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો
નાના શેરનું મોટું કારનામું
બીએસઈ ઈન્ડેક્સ પર નોઈડા ટોલ બ્રિજ કંપનીના શેરની કિંમત 7.73 રૂપિયા છે. એક દિવસ પહેલા આ શેરમાં 13.01 ટકા તેજી જોવા મળી છે. જ્યારે કારોબાર દરમિયાન આ શેરની તેજી 15 ટકાથી પણ વધારે હતી.
નવી દિલ્હીઃ શેરબજાર માટે શુક્રવાર ઘણો સારો રહ્યો. સપ્તાહના અંતિમ દિવસે બજારમાં ઘણા પેની શેરોમાં તૂફાની તેજી જોવા મળી. આવો જ એક શેર છે નોઈડા ડોલ બ્રિજ કંપની. આ સ્મોલ કેપ કંપનીના શેરે માત્ર એક જ દિવસમાં રોકાણકારોને 15 ટકા વળતર આપ્યું છે.
બીએસઈ ઈન્ડેક્સ પર નોઈડા ટોલ બ્રિજ કંપનીના શેરની કિંમત 7.73 રૂપિયા છે. એક દિવસ પહેલા આ શેરમાં 13.01 ટકા તેજી જોવા મળી છે. જ્યારે કારોબાર દરમિયાન આ શેરની તેજી 15 ટકાથી પણ વધારે હતી. આ દરમિયાન શેરનો ભાવ 8.10 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. કંપનીની માર્કેટ કેપ 144 કરોડ રૂપિયા છે. જાણકારી અનુસાર, શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 10.24 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહની નીચી સપાટી 5.56 રૂપિયા છે.
વાસ્તવમાં, નોઈડા ટોલ બ્રિજ કંપની લિમિટેડે બોર્ડ મીટિંગમાં પ્રસ્તાવ વિશે જાણકારી આપી છે. કંપનીએ બીએસઈને જણાવ્યું કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 14 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે. આ બેઠકમાં 31 ડિસેમ્બરે સમાપ્ત ક્વાટરના પરિણામોની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ઈનસાઈડર ટ્રેડિંગને રોકાવા માટે કંપનીની સિક્યોરીટીઝમાં વ્યવહારો માટે ટ્રેડિંગ વિન્ડો રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર