Home /News /business /પારસ મણી છે કે શું આ શેર? એક વર્ષમાં 3.25 રુપિયાથી 66 પહોંચ્યો, 1 લાખના સીધા 20 લાખ!

પારસ મણી છે કે શું આ શેર? એક વર્ષમાં 3.25 રુપિયાથી 66 પહોંચ્યો, 1 લાખના સીધા 20 લાખ!

multibagger Stock: એક જ વર્ષમાં 1900 ટકાનું બમ્પર વળતર, રૂ.3.25નો પેની સ્ટોક રૂ.66એ પહોંચ્યો

Multibagger Stock: છેલ્લા એક વર્ષમાં શેરબજાર ખૂબ જ ઉતાર ચઢાવ રહ્યા છે અને બજારમાં અનેક રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે જોકે આ વચ્ચે એક શેર એવો છે જેણે આવા રોકણકારોને એટલું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે કે સાંભળીને પણ તમારી આંખો પહોળી થઈ જશે.

વધુ જુઓ ...
    લો ફ્લોટ પેની શેરોમાં રોકાણ (Investing in low float penny stocks) કરવું જોખમી છે. આવા સ્ટોક એક જ ટ્રિગરમાં ઉપર અને નીચે એમ બંને બાજુ ખસેડવાનું વલણ ધરાવે છે. જો કે, ઊંચી જોખમ ક્ષમતા ધરાવતા ટ્રેડર્સ એક વખત કંપનીના બિઝનેસ મોડેલ અને નાણાકીય બાબતો વિશે ખાતરી થઈ જાય તે પછી પેની શેરોમાં રોકાણ (Investment in penny stocks) કરતાં હોય છે. કેટલીકવાર આ દાવ રોકાણકાર માટે એક મોટી સફળતા બની જાય છે કારણ કે પેની સ્ટોક્સમાં મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સને પછાડવાનું વલણ હોય છે અને મોટા માર્જિનથી આલ્ફા રિટર્ન (Alpha Return) જનરેટ કરે છે.

    આ પણ વાંચોઃ 50 રુપિયાથી સસ્તો આ શેર કોથળા ભરીભરીને કમાણી કરાવી શકે

    જો તમારે જાણવું હોઇ કે પેની શેરોમાં રોકાણ કરવાથી રોકાણકારનું નસીબ કેવી રીતે બદલાઈ શકે છે, તો તમારે એક વખત હેમાંગ રિસોર્સિસના શેર (Hemang Resources Stocks) તરફ ધ્યાન આપવું જરૂરી છે. બીએસઈ (BSE)નો આ લિસ્ટેડ શેર છેલ્લા એક વર્ષમાં ઇક્વિટી શેરના સ્તરે રૂ.3.25થી વધીને રૂ.66 થયો છે. તેના પોઝિશનલ રોકાણકારોને આશરે 1900 ટકા વળતર આપ્યું છે. આજના યુદ્ધ અને મંદીના સમયમાં આવું વળતર મહત્વનું બની જાય છે.

    હેમાંગ રિસોર્સિસ શેર પ્રાઇઝ હિસ્ટ્રી પર એક નજર

    છેલ્લા એક સપ્તાહમાં આ સ્મોલ-કેપ સ્ટોકે બે વખત અપર સર્કિટ અડકી છે અને તેણે આ સમયગાળામાં તેના શેરધારકોને 5.50 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ મલ્ટિબેગર પેની સ્ટોક શેરદીઠ રૂ.56.50થી વધીને રૂ.66 થયો છે, જે છેલ્લા એક મહિનામાં લગભગ 15 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લાં છ મહિનામાં, આ મલ્ટિબેગર સ્ટોક રૂ.45.20થી વધીને રૂ.66 પ્રતિ શેરના સ્તરે પહોંચ્યો છે, જે તેના શેરધારકોને 45 ટકા જેટલું વળતર આપે છે. એ જ રીતે, છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર પેની સ્ટોક આશરે રૂ.3.25 ના સ્તરથી વધીને રૂ.66 પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે, જે આ સમયમાં લગભગ 1900 ટકા વળતર દર્શાવે છે.

    આ પણ વાંચો:નોટ પર કંઈ પણ લખ્યું તો તે નકામી થઈ જાય? તમારી મોટી શંકાનું સમાધાન ખુદ સરકારે કર્યું

    રોકાણ પર કેવી રહી અસર

    હેમાંગ રિસોર્સિસના શેરના ભાવની હિસ્ટ્રી પરથી સંકેત લઈએ તો, જો કોઈ રોકાણકારે એક અઠવાડિયા પહેલાં આ સ્મોલ-કેપ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેના રૂ.1 લાખ આજે રૂ.1.05 લાખ થઈ ગયા હોત. જો રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ.1 લાખ આજે રૂ.1.15 લાખ થઈ ગયા હોત. એ જ રીતે, જો કોઈ રોકાણકારે છ મહિના પહેલાં આ પેની સ્ટૉકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના રૂ.1 લાખ આજે રૂ.1.45 લાખ થઈ ગયા હોત. જો કોઇ રોકાણકારે એક વર્ષ પહેલાં આ પેની સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો જેકપોટ લાગી ગયો હોત. છેલ્લા એક વર્ષમાં, રોકાણકારના રૂ.1 લાખ આજે રૂ.20 લાખ થઈ ગયા હોત.

    હેમાંગ રિસોર્સિસના શેર બીએસઈ પર ટ્રેડ માટે ઉપલબ્ધ છે અને આજે તેનું ટ્રેડ વોલ્યુમ 17,549 છે જ્યારે છેલ્લા 20 દિવસનું સરેરાશ ટ્રેડ વોલ્યુમ 34,284 છે. આ શેરની 52 સપ્તાહની નીચી સપાટી રૂ.3.16 છે જ્યારે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ.80.90 છે, જે તેની લાઇફ-ટાઇમ હાઇ પણ રહી છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Earn money, Expert opinion, Multibagger Penny Stock, Share market, Stock market

    विज्ञापन
    विज्ञापन