સરકારની નવી યોજના, કિડનીના દર્દીઓની ઘરે જ થશે મફત સારવાર

News18 Gujarati
Updated: May 15, 2019, 2:08 PM IST
સરકારની નવી યોજના, કિડનીના દર્દીઓની ઘરે જ થશે મફત સારવાર
પ્રતિકાત્મક તસવીર

ડાયાલિસિસ કરનાવનારા દર્દીઓને હવે દર બીજા દિવસે ડાયાલિસિસ સેન્ટર જવાની જરુરીયાત નહીં સર્જાય. સરકાર દર્દીઓ માટે મફત સારવાર કરાવવા જઈ રહી છે.

  • Share this:
પ્રતીક શ્રીવાસ્તવ, CNBC આવાઝ : ડાયાલિસિસના દર્દીઓ હવે દર બીજા દિવસે ડાયાલિસિસ સેન્ટર પર જવાની જરૂરિયાત નહીં સર્જાય. સરકાર દર્દીઓને ઘરે જ ડાયાલિસિસ કરાવવાની વ્યવસ્થા કરાવવા જઈ રહી છે. હવે કિડનીના દર્દીઓના હિમો-ડાયાલિસિસના સ્થાને પેરેટોનિયલ ડાયાલિસિસ કરાવવામાં આવશે અને કેટલીક દવાઓ આપવામાં આવશે ત્યાર બાદ તે ઘરે બેસીને જ સારવાર કરાવી શકશે. આ સેવાનો પ્રારંભ આગામી 2થી 3 મહિનામાં કરવામાં આવશે.

કોને ફાયદો મળશે?
આર્થિત રીતે નબળા વગ્રના દર્દીઓને કિટ અને દવા મફતમાં આપવામાં આવશે. અન્ય દર્દીઓને સરકાર દ્વારા રાહત દરે સુવિધા મળશે. પ્રધાનમંત્રી ડાયાલિસિ પ્રોગ્રામ અંતર્ગત આ યોજનાનો વિસ્તાર કરાશે. એવી શક્યતા છે કે આગામી 2-3 મહિનામાં આ સેવાનો પ્રારંભ થઈ જશે.

પ્રાપ્ત જાણકારી મુજબ, દેશમાં દર વર્ષે સવા બે લાખથી વધુ દર્દીઓને ડાયાલિસિસ કરાવવું પડે છે. જેના કારણે સરકારે બે વર્ષ પહેલાં પ્રધાનમંત્રી ડાયાલિસિસ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. આ પ્રોગ્રામ અંતર્ગત દેશમાં અત્યારસુધીમાં 757 ડાયાલિસિસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ હેઠળ તમામ રાજ્યોમાં આ યોજના લાગુ પડી શકે છે.

સરળ પ્રક્રિયા
આ પ્રક્રિયા અંતર્ગત દર્દીના પેટમાંથી કૈથેટર ટ્યૂબ ફિક્સ કરી અને બહાર કાઢવામાં આવે છે. ટ્યૂબથી પેરિટોનિયમ ડાયાલિસિસ ફ્લૂડ નાખવામાં આવે છે જેની માત્રા બે લીટર છે. આ ફ્લૂડ શરીરમાં 30થી40 મિનિટ રહે છે. શરીરમાં જે ટ્યૂબ નાખવામાં આવે છે તેના માધ્યમથી લોહીનો બગાડ બહાર નીકળી જાય છે. આ સુવિધા નેફ્રલૉજિસ્ટ અથવા ફિઝિશિયનની સલાહ પર મળશે.
First published: May 15, 2019
વધુ વાંચો
अगली ख़बर