મુંબઈઃ આ સ્ટોક છેલ્લા છ મહિનામાં 134 ટકાના ઊંચા વળતર સાથે મલ્ટિબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થયો છે અને હવે પ્રતિ શેર 2 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યો છે. અમે અહીં ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL) વિશે વાત કરી રહ્યા છીએ. કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 10 ઓગસ્ટ નક્કી કરી છે. આજે લગભગ 1.44 ટકાના ઘડાટા સાથે આ શેર રૂ. 266.80ના સ્તરે બંધ થયો છે. Business Idea: નોકરીથી વધુ આ સુપરહિટ ખેતીમાં થશે કમાણી, જાણો કેવી રીતે કરશો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે, 'નાણાકીય વર્ષ 2021-22 માટે શેરહોલ્ડર્સને 2 રુપિયા પ્રતિ શેરના ડિવિડંડ દેવાના ઉદ્દેશ્ય સાથે 10 ઓગસ્ટ, 2022ની રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે. જો એજીએમમાં મંજૂર થશે તો તે 30 દિવસમાં ચૂકવવામાં આવશે.'' કંપનીની 56મી એજીએમ 23 ઓગસ્ટ, 2022ના રોજ યોજાશે. જો 2 લાખ રુપિયા હોય તો નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ રીતે રોકાણ કરો અને બિન્દાસ્ત બની જાવ છ મહિનામાં 134 ટકા વળતર આપ્યું Chennai Petroleum Corporation Ltd. શેરે છેલ્લા એક વર્ષમાં લગભગ 132% વળતર આપ્યું છે. 4 ઓગસ્ટ, 2021ના રોજ શેર રૂ. 114.55ના સ્તરે હતો, જે 4 ઓગસ્ટ, 2022ના રોજ રૂ. 266.80ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા છ મહિનાની વાત કરીએ તો શેરે લગભગ 134% વળતર આપ્યું છે. જો કે, છેલ્લા એક મહિનામાં શેરમાં લગભગ 11 ટકાનો ઘટાડો થયો છે. ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ગેસ અને પેટ્રોલિયમ ક્ષેત્રની સ્મોલકેપ કંપની છે જેની માર્કેટ કેપ આશરે રૂ.4,000 કરોડ છે. Adani Powerનો નફો 16 ગણો વધતા શેરે આજે નવો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો, હજુ કેટલો વધશે? જૂન ક્વાર્ટરમાં 2,358 કરોડનો નફો કંપનીએ 30 જૂન, 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન કુલ રૂ. 27,453.46 કરોડની કંસોલિડેટેડ આવક નોંધાવી હતી, જે અગાઉના ક્વાર્ટરની તુલનામાં 67.12 ટકા વધુ છે અને ગત વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 236.10 ટકા વધુ છે. જૂન ક્વાર્ટરમાં કંપનીએ રુ. 2,358.75 કરોડનો કરવેરા પછીનો નફો નોંધાવ્યો હતો. (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)