Stock Market Expert આશીષ કચોલિયાના આ શેરે પાંચ વર્ષમાં 1 લાખના 7 લાખ કર્યા
Stock Market Expert આશીષ કચોલિયાના આ શેરે પાંચ વર્ષમાં 1 લાખના 7 લાખ કર્યા
શેરબજારના દિગ્ગજ ખેલાડી આશીષ કચોલિયાના આ શેરમાં રોકાણ કરીને તગડી કમાણી થઈ શકે છે.
Multibagger Stock Alert: હાલના થોડા વર્ષોમાં ભારતીય શેરબજારે જે મલ્ટીબેગર સ્ટોક પ્રોડ્યુસ કર્યા છે તેમાં એક શેર ફિનોટેક્સ કેમિકલ પણ છે. આ પહેલીવાર નથી જ્યારે આશીષ કચોલિયાના આ શેરે પોતાના શેરધારકોને શાનદાર રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ શેર બજારમાં દિગ્ગજ રોકાણકારોમાંથી એક આશીષ કચોલિયાની પસંદનો સ્ટોક ફિનોટેક્સ કેમિકલે પોતાના તમામ રેકોર્ડ તોડતા 53 સપ્તાહનો હાઈ બનાવ્યો હતો. ગુરુવારે કંપનીનો શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 11 ટકા ઉછળીને 238ના સ્તરે પહોંચ્યો હતો. આ પહેલીવાર નથી કે આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં રહેલા શેરે પોતાના શેરધારકોને શાનદાર રિટર્ન આપ્યું હોય. આ શેરના પાછલા એક મહિનાના પ્રદર્શનની વાત કરીએ તો કંપનીના શેરનો ભાવ રુ. 193ના લેવલથી 229.75 રુપિયાના સ્તરે જઈ પહોંચ્યો હતો. આમ એક મહિનામાં આ શેરે પોતાના રોકાણકારોને 21 ટકાનું ધમાકેદાર રિટર્ન આપ્યું છે.
પાછલા 6 મહિનામાં આ મલ્ટિબેગર સ્ટોક લગભગ 170થી વધીને 229.75ના સ્તર સુધી પહોંચ્યો છે. જેનો અર્થ છે આ સમયગાળામાં આ કેમિકલ સ્ટોકે પોતાના રોકાણકારોને 35 ટકાનું માતબર વળતર આપ્યું છે. આ રીતે પાછલા એક વર્ષમાં આશીષ કચોલિયાના શેરે પોતાના પોઝિશનલ ઇન્વેસ્ટર્સને 105 ટકા રિટર્ન આપ્યું છે. તેવી જ રીતે જો લાંબાગાળાની વાત કરવામાં આવે તો પાંચ વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોક લગભગ 30 રુપિયાથી વધીને 230 રુપિયા થયો છે. જેનો અર્થ છે કે આ સમયગાળામાં આ શેરમાં 700 ટકાનો વધારો થયો છે.
એપ્રિલથી જૂન 2022 ત્રિમાસિકગાળા માટે ફિનોટેક્સ કેમિકલમાં શેરધારકોની પેટર્ન મુજબ દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયા પાસે ફિનોટેક્સ કેમિકલના કુલ 21,42,534 શેર હતા એટલે કે કંપનીમાં તેમની કુલ 1.39 ટકાની ભાગીદારી હતી. જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળા દરમિયાન આશીષ કચોલિયા પાસે આ ભાગીદારી 1.84 ટકા જેટલી હતી. આ રીતે જોવા જઈએ તો આશીષ કચોલિયાએ ચાલુ નાણાકીય વર્ષમાં આ કંપનીના શેરમાં પોતાની ભાગીદારી વધારી છે.
અનુભવી રોકાણકાર આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં 35 સ્ટોક છે. આમાં હોસ્પિટાલિટી, એજ્યુકેશન, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ સંબંધિત શેરોનો સમાવેશ થાય છે. શેરબજારમાં રોકાણ કરનારા લોકો તેમના પોર્ટફોલિયો પર નજર રાખે છે. ટ્રેન્ડલાઇન મુજબ ફાઇલ શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર 30 જૂન, 2022ના રોજ કચોલિયા પોર્ટફોલિયોની નેટવર્થ રૂ. 1,536.3 કરોડથી વધુ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર