Home /News /business /

Multibagger Share: 2-3 રુપિયાના આ પેની સ્ટોકમાં અપર સર્કિટ, આગામી 1 સપ્તાહ જોવા મળશે મોટી હલચલ

Multibagger Share: 2-3 રુપિયાના આ પેની સ્ટોકમાં અપર સર્કિટ, આગામી 1 સપ્તાહ જોવા મળશે મોટી હલચલ

છેલ્લા એક વર્ષમાં આ પરચુરણ શેરમાં રોકાણકારોના રુપિયા ડબલ થયા છે.

G G Engineeringના શેરમાં બુધવારે અપર સર્કિટ વાગી હતી. આ શેર ભારતીય શેરબજારના બીએસઈ ઇન્ડેક્સ પર 4.69 ટકાના વધારા સાથે બુધવારના કારોબારી સત્ર દરમિયાન 2.68 રુપિયાના સ્તરે બંધ થયો હતો. માર્કેટ પંડિતો મુજબ આગામી સપ્તાહ સુધી આ શેરમાં જોરદાર હલચલ જોવા મળી શકે છે. આ પરચુરણ શેરે છેલ્લા એક વર્ષમાં 119.67 ટકા રિટર્ન આપ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ મોટર અને જનરેટર્સ કંપની જીજી એન્જીનિયરિંગ (G G Engineering)એ બુધવારે શેરબજારમાં જાહેર કરેલી એક સૂચના મુજબ કંપનીએ રાઇટ ઇશ્યુ જાહેર કરવાના ઉદ્દેશ્ય સાથે 10 ઓગસ્ટના દિવસની તારીખ નક્કી કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં લિસ્ટેડ કંપની જી જી એન્જીનિયરિંગ એક પેની સ્ટોક છે, જેના શેરમાં બુધવારે અપર સર્કિટ વાગ્યા બાદ બુધવારે 2.68 રુપિયાના સ્તરે કારબોરા થઈ રહ્યો હતો. કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, 'અમે તમને જણાવવા માગીએ છીએ કે 27 એપ્રિલ 2022ના દિવસે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં રાઇટ ઈશ્યુ મારફત કંપનીના 50 કરોડ મૂલ્યના શેર જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પર 29 મેના રોજ શેરહોલ્ડર તરફથી પણ મંજૂરી મેળવી લેવામાં આવી છે.'

    Stock Marketમાં આજે બે શેરમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની ધોમ ખરીદી, હજુ કમાણીની છે જોરદાર તક

    કંપનીએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, 'આ ઉદ્દેશ્ય માટે અમે તમને જણાવવા માગીએ છીએ કે અમે SEBI ના નિયમો અંતર્ગત એક રેકોર્ડ ડેટ નક્કી કરી છે અને રાઇટ ઇશ્યુ માટેની આ ડેટ 10 ઓગસ્ટ 2022 રાખવામાં આવી છે.'

    ભૂતકાળમાં શેરનું પ્રદર્શન

    જી જી એન્જિનિયરિંગના શેરમાં બુધવારે અપર સર્કિટ વાગતા આ શેર બીએસઈ ઈન્ડેક્સ પર 4.69 ટકાના ઉછાળા સાથે 2.68 રુપિયા પર બંધ થયો હતો. પાછલા એક મહિનામાં કંપનીના શેરમાં 12.13 ટકા ઉછાળો જોવા મળ્યો છે. તો પાછલા 5 વર્ષના ડેટાની વાત કરવામાં આવે તો કંપનીના શેરે રોકાણકારોને 119.67 ટકા મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. જોકે પાછલા એક વર્ષમાં આ શેરની કિંમતો 76 ટકા સુધી નીચે પડી પણ છે. તો આ વર્ષની શરુઆતથી અત્યાર સુધીમાં આ શેરની કિંમતો 56 ટકા સુધી નીચે આવી ગઈ છે. ત્યારે કેટલાક નિષ્ણાતો માને છે કે આ મલ્ટિબેગર શેરમાં રોકાણ કરવા માટેનો સૌથી સારો સમય છે.

    ઝુનઝુનવાલાના રોકાણવાળો આ શેર 10.5 ટકાના ઉછાળા સાથે રુ.700ને પાર, શું ફરી રુ.1000ને પાર જશે?

    કંપનીનું નાણાકીય પ્રદર્શન

    જી જી એન્જિનિયરિંગનું માર્કેટ કેપિટલાઇઝેશન ફક્ત 41.45 કરોડ રુપિયા છે. કંપનીએ જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ હજુ જાહેર કર્યા નથી. પરંતુ તે પહેલા માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 653.78 ટકા વધીને 2.48 કરોડ રુપિયા પર પહોંચ્યો હતો. જે તેના પાછલા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં 0.45 કરોડ રુપિયા હતો. તેમજ કંપનીનું કુલ વેચાણ માર્ચ ક્વાર્ટરમાં 3.21 ટકા વધીને 8.28 કરોડ રુપિયા થયું છે. જે પાછળના વર્ષમાં આ જ ક્વાર્ટરમાં 8.02 કરોડ રુપિયા હતું.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Multibagger Penny Stock, Stock market, Stock market Tips, શેરબજાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन