Home /News /business /સોનાની ખાણ જેવો શેરઃ ફક્ત 4 મહિનામાં 550 ટકાનું જબ્બર વળતર અને હવે 11 બોનસ શેર પણ મળશે
સોનાની ખાણ જેવો શેરઃ ફક્ત 4 મહિનામાં 550 ટકાનું જબ્બર વળતર અને હવે 11 બોનસ શેર પણ મળશે
નાની ખાણ હાથ લાગી ગઈ હોય તેવો શેર, ફક્ત ચાર મહિનામાં 550 ટકાનું જબ્બર વળતર આપ્યું
Multibagger IPO: રેટન ટીએમટી લિમિટેડનો આઈપીઓ (Rhetan TMT Ltd IPO) ઓગસ્ટ 2022માં લોન્ચ થયો હતો. શરૂઆતમાં આ સ્ટોકમાં ઉથલપાથલ જોવા મળી હતી. પણ આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખનાર રોકાણકરોને હવે જબ્બર રિટર્ન મળ્યું છે. ચાર મહિનામાં આ સ્ટોકમાં 540 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
Multibagger SME IPO: શેરબજારમાં કરેલા રોકાણ સાથે ઘણા જોખમો સંકળાયેલા હોય છે. જેના કારણે ઘણા રોકાણકરો બજાર (Investors of stock market)માંથી યોગ્ય વળતર લઈ શકતા નથી. હાલ બજારમાં ઘણા સ્ટોક રોકાણકરોને મસમોટું વળતર આપી ચૂક્યા છે. જેમાંનો એક છે રેટન ટીએમટી લિમિટેડ (Rhetan TMT Ltd).
540 ટકાનો જબ્બર ઉછાળો
રેટન ટીએમટી લિમિટેડનો આઈપીઓ (Rhetan TMT Ltd IPO) ઓગસ્ટ 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ સ્ટોકમાં ઉથલપાથલ જોવા મળી હતી. પણ આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખનાર રોકાણકરોને હવે જબ્બર રિટર્ન મળ્યું છે. ચાર મહિના પહેલા આ શેરની કિંમત 66.50 રૂપિયા જેટલી હતી. પરંતુ હવે આ શેરનો ભાવ 447 રૂપિયા જેટલો થઈ ગયો છે. એટલે કે આ સ્ટોકમાં 540 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ સ્ટોકે બોનસ શેર્સ અને સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી છે. બીએસઈ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રેટન ટીએમટી લિમિટેડ બોર્ડે 11:4 ના રેશિયોમાં બોનસ શેરને મંજૂરી આપી છે, તેનો રેશિયો 1:10 છે. કંપનીએ કંપનીના શેરહોલ્ડરોની મંજૂરીને આધિન બોનસ શેર અને સ્ટોક સબડિવિઝનને જાહેર કરવાની મંજૂરી આપી હતી. કંપની બોર્ડે ડિસેમ્બર 2022માં આ નિર્ણયો લીધા હતા.
બોનસ શેર્સ જાહેર કરવા અંગે રેટન ટીએમટી લિમિટેડે 21 ડિસેમ્બર, 2022ના રોજ મળેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં બોનસ શેર બાબતે લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. કંપનીના ઇક્વિટી શેરધારકો દ્વારા રાખવામાં આવેલા દરેક 4 (ચાર) ઇક્વિટી શેર માટે 11 (અગિયાર) બોનસ શેર્સ ઇશ્યૂ કરવાની તૈયારી બતાવી હતી.
સ્ટોક સ્પ્લિટ વિશે માહિતી આપતા કંપનીએ 21 ડિસેમ્બર, 2022ના રોજ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે યોજાયેલી બેઠકમાં થયેલા સ્ટોક સ્પ્લીટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. રૂ. 10ની વેલ્યૂ ધરાવતા એક શેરને રૂ. 1 લેખે સ્પ્લીટ કરવાની તૈયારી બતાવી હતી.
રેટન ટીએમટી શેરના ભાવનો ઇતિહાસ
આ આઇપીઓ ઓગસ્ટ 2022માં રૂ. 70ના પ્રાઇસ બેન્ડ પર ઓફર કરવામાં આવ્યો હતો અને શેર 5 સપ્ટેમ્બર, 2022ના રોજ સેકન્ડરી માર્કેટમાં લોન્ચ થયો હતો. સ્ટોકમાં ટેપિડ લિસ્ટિંગ હતું, પરંતુ લિસ્ટિંગ બાદ તેમાં ભારે ખરીદી થઈ હતી. હવે આ સ્ટોક રૂ. 447ના સ્તરે સ્પર્શી ચૂક્યો છે, જે તેના ઇશ્યૂ પ્રાઇસથી લગભગ 540 ટકા વધારે છે. આનો અર્થ એ કે, રેટન ટીએમટીના IPOએ બમ્પર કમાણી કરાવી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર