Home /News /business /ફક્ત રુ.25માં મળતા આ શેરની કંપની હવે નવા ધીકતી કમાણીવાળા સેગમેન્ટમાં પણ બિઝનેસ ફેલાવશે

ફક્ત રુ.25માં મળતા આ શેરની કંપની હવે નવા ધીકતી કમાણીવાળા સેગમેન્ટમાં પણ બિઝનેસ ફેલાવશે

150 ટકાનો તોતિંગ ઉછાળો ધરાવતો રૂ. 25 થી ઓછી કિંમતનો શેર નવા બિઝનેસ સેગમેન્ટમાં કરશે પ્રવેશ

Gautam Gems Ltd: ભારતીય માર્કેટમાં રિન્યુએબલ એનર્જીની વધતી જતી માંગને જોતા હીરા ઝવેરાત બિઝનેસ સાથે સંકળાયેલી જાણીતી કંપની હવે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાના બિઝનેસનો વિકાસ કરશે. નિષ્ણાતો મુજબ હાલ ફક્ત 25 રુપિયામાં મળતો શેર તમને તગડી કમાણી કરાવી શકે છે.

વધુ જુઓ ...
  ગૌતમ જેમ્સ લિમિટેડ (Gautam Gems Ltd) રીન્યુએબલ એનર્જી (renewable energy)ના ક્ષેત્રમાં પ્રવેશવા જઈ રહી છે. ભારતમાં ઝડપથી વિકસતા અર્થતંત્રને ફ્યુલ આપવા માટે ઊર્જાની જંગી માંગને ધ્યાનમાં રાખી કંપનીએ તેના જેમ્સ અને જ્વેલરીના વ્યવસાયની સાથે પવનચક્કી (windmills) અને સૌર ઉર્જા (solar energy) નો સમાવેશ કરતી રિન્યૂએબલ એનર્જી (renewable energy)ના નવા સેગમેન્ટમાં પ્રવેશ કરીને વ્યવસાયને વિસ્તારવાનું નક્કી કર્યું છે.
  વર્તમાન સમયે દેશ પાસે ચાર લાખ મેગાવોટની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા સાથેનો પાવર સરપ્લસ છે. 6 મહિનાના ગાળામાં લગભગ 150 ટકાના ઉછાળા પછી ગૌતમ જેમ્સના શેરમાં હાલ કરેકશનની પ્રક્રિયા ચાલી રહી છે અને તે સતત બીજા દિવસે લોવર સર્કિટ પર પહોંચી ગયો છે., ગૌતમ જેમ્સ લિમિટેડનો શેર અગાઉના રૂ. 23.60 ના બંધથી 5 ટકા ઘટીને રૂ. 22.45 પ્રતિ શેર થયો હતો. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 26 અને 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 7.53 છે.


  ગૌતમ જેમ્સ (Gautam Gems) રફ અને પોલિશ્ડ હીરાના આયાતકાર, નિકાસકાર અને ઉત્પાદક છે. તે સુરત સ્થિત કંપની છે. કંપની મલ્ટીપલ કેટેગરીમાં વિવિધ પ્રકારના આકાર, કટ, કદ અને રંગોના હીરાનું વેચાણ કરે છે. તે પોલિશ્ડ અને રફ બંને હીરાનો વેપાર કરે છે.
  નાણાકીય બાબતો વિશે વાત કરીએ તો, કંપનીએ ત્રિમાસિક અને વાર્ષિક ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટમાં હકારાત્મક પરિણામોની જાણ કરી છે. FY21 ની સરખામણીએ FY22 માં નેટ સેલિંગ 91.92 ટકા વધ્યું હતું અને FY21 ની સરખામણીમાં FY22 માં નેટ પ્રોફિટ નોંધપાત્ર રીતે વધીને 51.3 ટકા થયો હતો. ગૌતમ જેમ્સ લિમિટેડનું માર્કેટ કેપ રૂ. 118.79 કરોડ અને માત્ર 1 વર્ષમાં 75 ટકા CAGR છે. રોકાણકારોએ આ સ્ટોકને તેમના વોચ લિસ્ટમાં રાખવો જોઈએ.


  ઉલ્લેખનીય છે કે, 28 ડિસેમ્બર, 2022 ના રોજ કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઊર્જા ક્ષેત્રે પવનચક્કી અને સૌર ઊર્જા માટે બિઝનેસ ડેવલપ કરવાના વિચારની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ શેરધારકોના અપ્રુવલને આધિન રહીને કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલમાં પરિવર્તન અંગે વિચાર કરવા તથા સ્વીકૃતિ આપવાને લઈને પણ નિર્ણયો કરવામાં આવ્યા હતા.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  First published:

  Tags: Business news, Earn money, Multibagger Stock, Penny stocks, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन