Home /News /business /1 શેરના બદલામાં 5 શેર આપશે આ મલ્ટીબેગર કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેરના બદલામાં 5 શેર આપશે આ મલ્ટીબેગર કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેરના બદલામાં મળશે 5 શેર
સ્મોલ કેપ કંપનીએ હાલમાં જ ભારતીય બજારોને સૂચના આપી હતી, કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શેરબજારને આપેલી જાણકારી અનુસાર 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ દીપ ઈન્ડસ્ટ્રીઝના શેરનો મલ્ટીબેગર શેરમાં સમાવેશ થાય છે. તેણે તેના રોકાણકારોને તગડું વળતર આપ્યું છે. સ્મોલ કેપ કંપનીએ હાલમાં જ ભારતીય બજારોને સૂચના આપી હતી, કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શેરબજારને આપેલી જાણકારી અનુસાર 1:5ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ કરવામાં આવશે. દીપ ઈન્ડસ્ટ્રીઝના સ્ટોક સ્પ્લિટ માટે 10 એપ્રિલ 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
કંપનીએ શું કહ્યું?
કંપનીએ કહ્યું કે, ‘એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બર્સને સૂચના આપવામાં આવે છે કે, દીપ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કંપનીના ઈક્વિટી શેરોના પેટાવિભાગના હેતુ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. તેના માટે 10 એપ્રિલ 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. આ પહેલા, એક એક્સચેન્જ કમ્યુનિકેશનમાં મલ્ટીબેગર સ્મોલ કેપ શેરે સ્ટોક સબડિવીઝન રેકોર્ડ ડેટ વિશે ભારતીય એક્સચેન્જને સ્ટોક સ્પ્લિટને લઈને જાણકારી આપવામાં આવી હતી.
દીપ ઈન્ડસ્ટ્રીઝના શેરોએ તેના લાંબાગાળાના શેરધારકોને શાનદાર વળતર આપ્યું છે. YTDમાં આ મલ્ટીબેગર શેર બેસ બિલ્ડિંગ મોડમાં બનેલો રહ્યો. આ દરમિયાન આ શેર 10 ટકા સુધી ઘટી ગયો. ગત એક વર્ષમાં આ સ્મોલ કેપ મલ્ટીબેગર શેરે તેના પોઝિશનલ રોકાણકારોને 10 ટકા વળતર આપ્યું છે. જો કે, ગત 2 વર્ષોમાં તે લગભગ 44 રૂપિયા પ્રતિ શેરથી વધીને 263.75 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. એટલે કે લાંબાગાળામાં શેરધારકોને 550 ટકાનો નફો થયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર