Home /News /business /1 શેરના બદલામાં 10 શેર આપશે આ મલ્ટીબેગર કંપની, 2 દિવસ પછી રેકોર્ડ ડેટ

1 શેરના બદલામાં 10 શેર આપશે આ મલ્ટીબેગર કંપની, 2 દિવસ પછી રેકોર્ડ ડેટ

1 શેરના બદલામાં મળશે 10 શેર

જાણકારી અનુસાર, ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત ક્વાટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 20.745 કરોડ હતો. જ્યારે ગત વર્ષે સમાનગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 5 કરોડ રૂપિયા હતો.

નવી દિલ્હીઃ લાઈટિંગ મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી એક કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. આ જાહેરાત પછી કંપનીના શેર ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારથી અપર સર્કિટ પર લાગેલા છે. આ ઉપરાંત, કંપનીએ શેરોના વિભાજન માટે 31 માર્ચે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ કંપની આર્ટેમિસ ઈલેક્ટ્રિસકલ્સ એન્ડ પ્રોજેક્ટ લિમિટેડ છે. કંપનીના શેર સતત અપર સર્કિટ પર છે.

1 શેરનો 10 ભાગમાં વહેંચશે કંપની


કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપતા જણાવ્યુ કે, 31 માર્ચ, 2023એ સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની તેના રોકાણકારોની વચ્ચે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રતિ ઈક્વિટી શેરોને 10 ભાગમાં વહેંચશે. જાણકારી અનુસાર, ડિસેમ્બર 2022ના રોજ સમાપ્ત ક્વાટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 20.745 કરોડ હતો. જ્યારે ગત વર્ષે સમાનગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 5 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચોઃ લખપતિ બનવું હોય તો આ ખેતી જ કરાય, 4 મહિનામાં તો પૂરા 8 લાખની કમાણી પાક્કી

કંપનીના શેરોની સ્થિતિ


બીજી તરફ કંપનીના શેર શુક્રવારે બીએસઈ પર 5 ટકાની અપર સર્કિટની સાથે 101.85 પર બંધ થયા. ગત 5 વર્ષોમાં કંપનીના શેરોમાં 50.89 ટકાનો વધારો થયો છે. જ્યારે ગત 1 વર્ષમાં કંપનીના શેરોએ રોકાણકારોને 102 ટકાનું મલ્ટીબેગર વળતર આપ્યું છે. કંપનીના શેરોની 52 સપ્તાહની ઊંચાઈ 1 ફેબ્રુઆરી 2023એ 126.75 રૂપિયા હતી. જ્યારે 6 જુલાઈ 2022ના રોજ કંપનીના શેર 52 સપ્તાહના સૌથી નીચા સ્તર 41.25 રૂપિયા પર હતા.

આ પણ વાંચોઃ અરે ભાઈ! આ આને શેર નહીં રોકેટ કહેવાય, 15 વર્ષમાં 1 લાખના સીધા 11 કરોડ બનાવ્યા


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment, Stock market