Home /News /business /બ્રોકરેજ હાઉસને આ મિડકેપ સ્ટોક પર છે ભારે વિશ્વાસ, દોઢ વર્ષમાં તિજોરી છલકાવી દેશે
બ્રોકરેજ હાઉસને આ મિડકેપ સ્ટોક પર છે ભારે વિશ્વાસ, દોઢ વર્ષમાં તિજોરી છલકાવી દેશે
આ રોડ બનાવતી કંપનીના શેરમાં રોકાણ કરશો તો તમારા રુપિયા પણ સડસડા કરતાં વધી જશે.
Brokerage House Tips of Midcap Stock: બ્રોકરેજ હાઉસ દ્વારા મિડકેપ સ્ટોક્સ IRB Infrastructure 15000 કરોડ રુપિયાથી વધુના માર્કેટ કેપિટલાઈઝેશન સાથેની કંપની છે. જેના માટે બ્રોકરેજ હાઉસે આગામી 30 મહિનામાં 190 ટકા રિટર્ન મળવાની શક્યતા દર્શાવી છે.
મુંબઈઃ શેરબજારમાં દરેક રોકાણકારોની ઈચ્છા હોય છે કે તેમના હાથમાં એવો શેર આવે જેમાં તેમને ખૂબ જ તગડી કમાણી થાય. જો કે આ સાથે તેમને એ વાતની ચિંતા પણ હોય છે કે શું તે શેરની કંપની તો મજબૂત હશે ફક્ત પાણીના પરપોટાની જેમ આ શેર નહીં હોય અને આમ બંપર કમાણી અને સુરક્ષા બંને આપી શકે તેવા શેરને તમે પણ શોધી રહ્યા હોવ તો અહીં તમારી શોધ પૂરી થઈ રહી છે. આ કંપની પાસે ભારત સરકાર દ્વારા તૈયાર થતાં હાઈવેઝના ખૂબ મોટા મોટા કોન્ટ્રાક્ટ છે. જેથી તમારી આવકની ગાડી પણ આ શેરમાં સડસડાટ ભાગશે.
આ શેર એટલે IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ડેવલપર્સનો શેર જે છેલ્લા લાંબા સયથી એક સિમિત રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. જોકે, બ્રોકરેજ ફર્મને આ શેરમાં 190 ટકાના રિટર્નનો દમ દેખાઈ રહ્યો છે. IRB Infrastructure 15000 કરોડ રુપિયાથી વધુના માર્કેટ કેપિટલાઈઝેશન સાથેની એક મીડકેપ કંપની છે. જે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં ઓપરેટ કરે છે. બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર માર્કેટમાં પોતાની મજબૂત હાજરી સાથે આઈઆરબી ઇન્ફ્રા ભારતના હાઈવેજ સેક્ટરની પહેલી અને શરુઆતની મલ્ટિનેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સમાંથી એક છે. બ્રોકરેજ ફર્મ વેન્તુરા સિક્યોરિટિઝ લિ. (Ventura Securities Ltd) દ્વારા આ શેરમાં 729.20 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેના માટે 30 મહિનાનો ટાઈમ પીરિયડ પણ જણાવ્યો છે. જે હાલના તેના ભાવ 249.90 રુપિયાની તુલનાએ 191 ટકા વધારે છે.
વેંતુરા મુજબ કંપનીને NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) પાસેથી ઘણા ઓર્ડર મળ્યા છે જેમાં યુપીનો સૌથી મોટો અંડર કન્સ્ટ્રક્શન એક્સપ્રેસ વે ગંગા એક્સપ્રેસવેનો ઓર્ડર પણ સામેલ છે. જેના કારમે વેંતુરાનું માનવું છે કે આ કંપનીના શેરમાં આગળ સ્ટેડી ગ્રોથ જોવા મળશે અને હાલ રોકાણકારો માટે આ શેર ઘણા સસ્તામાં મળી રહ્યો છે. એક વધુ ખાસ વાત એ છે કે હોલ્ડિંગ કંપનીના સ્તરે તેના પર ચોખ્ખું કરજ બિલકુલ નથી.
વેંતુરાએ કહ્યું કે IRB ઈન્ફ્રાનું અત્યાર સુધીનું પ્રદર્શન નબળું રહ્યું છે. તેનું મુખ્ય કારણ મેનેજમેન્ટની સ્ટ્રેટેજી રહી છે. જે બીઓટી પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે. જોકે મેનેજમેન્ટે એક રણનીતિ સ્વરુપે ઇનવિટ્સ મારફત પ્રાઈવેટ ઇનવિટ સાથે પાર્ટનરશિપ કરીને સિન્ટ્રાને 24.9 ટકાની ભાગીદારી, જીઆઈસીને 16.9 ટકાની ભાગી દારી અને એક પબ્લિક ઇનવિટ્સ મારફત પ્રેફરેન્શિયલ એલોટમેન્ટ કરીને પોતાની બેલેન્સશીટને મજબૂતી આપી છે. જેના કારણે રોકાણકારોની આશંકાઓ ઘણી હદ સુધી દૂર થઈ ગઈ છે.
રિટર્નની વાત કરીએ તો આઈઆરબી ઈન્ફ્રાના શેરમાં એક મહિનામાં લગભગ 7 ટકા, 6 મહિનામાં 11 અને એક વર્ષમાં 25 ટકાનું રિટર્ન આપ્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર