Home /News /business /Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે
Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે
આ નિષ્ણાત કહે છે શેરબજારમાં ઘટાડો આવે તો ડરતા નહીં વધુ ખરીદી કરીને એવરેજ સેટ કરજો મોટો ફાયદો થશે.
Expert views on Stock Market: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ક્વોન્ટમ એડવાઈઝર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અરવિંદ ચૌધરીનું માનવું છે કે ભારતમાં સતત આર્થિક સુધારા તરફ છે. જો માર્કેટમાં હાલની તેજી વચ્ચે કોઈ ઘટાડો આવે તો ગભરાવાની જરુર નથી. દરેક ઘટાડે ખરીદી કરતા રહો આગામી 6 મહિનામાં તગડી કમાણી થઈ શકે છે.
કોરોના મહામારીના કારણે વિશ્વમાં લગભગ બધા જ દેશોનો આર્થિક વિકાસ ધીમો પડી ગયો હતો, અત્યારે ફરી ગાડી પાટે ચડી રહી છે, પણ ફરી રફતાર પકડતા સમય લાગશે તેવું માનવામાં આવે છે. આ દરમિયાન ક્વોન્ટમ એડવાઇઝર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અરવિંદ ચારીનું માનવું છે કે, ફુગાવા અને વ્યાજના દરોની નજીકના ગાળાની ટેલવિન્ડ્સ છતાં ભારત સતત આર્થિક સુધારા તરફ છે.
ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં પોતાના 18 વર્ષના અનુભવના આધારે અરવિંદ ચારી કહે છે કે, સરકારી ખર્ચના કોમ્બિનેશનના કારણે કોર્પોરેટ અને બેંકની બેલેન્સશીટમાં સુધારો, રહેણાંક રિયલ એસ્ટેટમાં તેજી અને રોજગારમાં ભરતીનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં તેજી આવશે.
મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, અર્થતંત્રમાં તેજી કોર્પોરેટ અરનીંગમાં પ્રતિબિંબિત થઈ રહી છે. અલબત્ત, અનિશ્ચિત વૈશ્વિક પરિદૃશ્યને જોતાં ક્વોન્ટમ બજારના પુલબેકને નકારી કાઢતું નથી. પરંતુ આવી કોઈ પણ પુલબેક તમારા માટે ઇક્વિટી ફાળવણીમાં ઉમેરો કરવાની તક બની રહેશે.
શું ભારત અને યુ.એસ.માં ફુગાવા સામે લડતમાં આપણે વિજયની નજીક હોવાનું વિચારવાનો સમય આવી ગયો છે?
યુએસ ફુગાવાનો મુદ્દો માંગ આધારિત ફુગાવાનો વધુ છે. કોરોના દરમિયાન લોકોની આવકને ટેકો આપવા સરકાર દ્વારા અને ઓછા વ્યાજના દરોના સંદર્ભમાં કેન્દ્રીય બેંક તરફથી સહાયના કારણે માલ અને સેવાઓની માંગમાં વધારો થયો. આજે, યુ.એસ.માં વેતનમાં વધારો થઈ રહ્યો છે અને બેરોજગારી ખૂબ ઓછી છે. નજીકના ગાળામાં સપ્લાય-સાઇડના દબાણમાં ઘટાડો થઈ શકે છે. પણ યુ.એસ. ફુગાવા પર વિજય મેળવી શકશે નહીં.
યુએસ ફુગાવાને 2 ટકાના સ્તરે પાછો લાવવાનો એકમાત્ર રસ્તો મંદીનું કારણ બનશે, માંગ ઓછી થશે અને બેરોજગારી વધશે. તે તેમને વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રાખવા મજબૂર કરશે.
ભારતમાં મોંઘવારીનો મામલો ઓછાવત્તા અંશે વિપરીત છે. પ્રમાણમાં ઊંચી બેરોજગારી, કોવિડ દરમિયાન આવકમાં વધુ સહાય નહીં અને ઉદ્યોગમાં વધારાની ક્ષમતાને જોતાં ભારતમાં વ્યાપક માંગ-આધારિત ફુગાવો દેખાતો નથી. તેથી જો આપણે કોમોડિટીના ભાવમાં સુધારો થતો જોઈએ, તો આપણે અપેક્ષા રાખવી જોઈએ કે ભારતનો ફુગાવો 6 ટકાની અંદર રહેશે. ભારત ખાદ્ય ઉત્પાદનોમાં પણ પ્રમાણમાં આત્મનિર્ભર છે અને તેથી વૈશ્વિક ખાદ્યપદાર્થોના ઊંચા ભાવનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આરબીઆઈ હજુ સુધી રાહત આપી શકી નથી. જો કે, તેમને ફુગાવાને કાબૂમાં લેવા માટે દરો સરેરાશથી વધુ વધારવાની પણ જરૂર નથી.
આરબીઆઈ અથવા ફેડરલ રિઝર્વ દ્વારા રેટ વધારા અંગે બજાર પરેશાન છે?
હાલ પૂરતું બજારો ધારી રહ્યા છે કે, કોમોડિટીના ભાવમાં સુધારો અને બેઝ-ઇફેક્ટ્સ વર્તમાન સ્તરો કરતા ફુગાવાના આંકડાને નીચા તરફ દોરી જશે. તેઓ એવી પણ આશા રાખી રહ્યા છે કે, અર્થતંત્ર ધીમું પડી જતાં ફેડ તેના દરમાં વધારો નહીં કરે, સાથે 2023માં દરોમાં ઘટાડો કરશે. તેથી બજારો અત્યારે પરેશાન હોય તેવું લાગતું નથી.
જો કે, વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા હોવાની સંભાવના બજારો દ્વારા નક્કી કરવામાં આવતી નથી. મને લાગે છે કે, બજારોએ તે શક્યતાને ધ્યાનમાં લેવી પડશે. વૈશ્વિક ઇક્વિટી અને બોન્ડ માર્કેટ માટે તે આદર્શ સ્થિતિ નથી.
આરબીઆઈ હવે બાહ્ય ક્ષેત્ર અને રૂપિયા વિશે ચિંતિત છે. જો ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર રહે, તો ચાલુ ખાતાની ખાધ જીડીપીના લગભગ 3 ટકા રહેવાની અપેક્ષા રાખવી જોઈએ. આ માટે ઊંચા સ્તરના ધિરાણની જરૂર પડે છે. જેનો અર્થ એ થઈ શકે છે કે, ઊંચા વ્યાજદરો અને આ પ્રવાહને આકર્ષવા માટે ઇક્વિટી વેલ્યુએશનમાં ઘટાડો થઈ શકે છે. ભારતને સીએડી જીડીપીના 2-2.5 ટકાના સ્તરે પહોંચવા માટે ઓઇલ 100 ડોલર પ્રતિ બેરલથી નીચે ટકી રહે તે જરૂરી છે.
શું ઇક્વિટી માર્કેટ ધીમે ધીમે નવી ઉંચી સપાટી માટે પોતાને તૈયાર કરવા સાથે મજબૂતી મેળવી રહ્યું છે?
અમે અર્થતંત્ર બાબતે બુલિશ રહ્યા છીએ. અમે સતત માનીએ છીએ કે ભારત સતત આર્થિક રિકવરી નજીક છે. સરકારી ખર્ચના સુધારેલા કોર્પોરેટ અને બૅન્કની બેલેન્સશીટ, રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં વધારો અને રોજગારીમાં ભરતીનો અર્થ એ થયો કે અર્થતંત્ર ઊંચે જશે. કોર્પોરેટ અર્નિંગમાં આ વાતનું પ્રતિબિંબ પડી રહ્યું છે. ફોર્મલ ન હોય તેવા ક્ષેત્ર પર ફોર્મલ કંપનીઓનો લાભ લેવાનો ટ્રેન્ડ લાંબા ગાળાથી ચાલી રહ્યો છે. બજાર હિસ્સામાં વધારો, બજારોમાં એકત્રીકરણ અને આર્થિક પ્રભાવને મેનેજ કરવાની વધુ સારી ક્ષમતા કોર્પોરેટ નફાકારકતાનું ખૂબ મોટું ચાલકબળ છે, ખાસ કરીને લિસ્ટેડ કોર્પોરેટ ઇન્ડિયા માટે.
અમે બજારના લેવલના આધારે કોઈ કોમેન્ટ કરતા નથી, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે, બજારમાં વધારો થવા છતાં અરનિંગ્સમાં વધારાને કારણે પ્રાઇસ-ટુ-અર્નિંગ (પી /ઇ) વેલ્યુએશન નીચે આવી ગયું છે. જો હું અમારા ફ્લેગશિપ ક્વોન્ટમ લોંગ-ટર્મ ઇક્વિટી વેલ્યુ પોર્ટફોલિયો પર નજર નાખું તો તે આ સાયકલિકલ રિકવરી માટે સ્થિત છે અને બજાર તેની ટોચની ખૂબ નજીક હોવા છતાં સરેરાશ કરતા ઓછી રોકડ ધરાવે છે.
અલબત્ત, અનિશ્ચિત વૈશ્વિક પરિદૃશ્યને જોતાં આપણે બજારના પુલબેક્સને નકારી શકીએ નહીં, પરંતુ આવી કોઈ પણ પુલબેક ઇક્વિટી ફાળવણીમાં ઉમેરો કરવા તક બની રહેશે.
ઇક્વિટી બજારોમાં નવાસવા રોકાણકાર માટે તમારું સૂચન શું હશે?
મોટા ભાગના રોકાણકારો માટે રોકાણ એ નાણાકીય સ્વતંત્રતાનો માર્ગ છે. જો કે, તે માત્ર આનુષંગિક પ્રવૃત્તિ હોવી જોઈએ. જો તમે પ્રોફેશનલ રોકાણકાર ન હોવ તો તમારી રોકાણની એક્ટિવટિ માત્ર તમારી બચતનો ઉપયોગ તમારા ઇમરજન્સી કોર્પસ, શિક્ષણ, મકાન ખરીદી, સંપત્તિ સર્જન જેવા નાણાકીય લક્ષ્યો પૂર્ણ કરવા માટે છે.
ધ્યાનમાં લેવાની બીજી બાબત એ છે કે તમારે રોકાણ પાછળ કેટલો સમય ફાળવવાની જરૂર છે. પ્રાથમિકતા તમારા કામમાં, તમારા પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવાની અને તમારા શોખને અનુસરવાની હોવી જોઈએ. રોકાણ પાછળ શક્ય તેટલો ઓછો સમય પસાર કરવો જોઈએ. જો મોટા ભાગના નવા રોકાણકારોનું માળખું આવું હોય તો હું મ્યુચ્યુઅલ ફંડ્સને રોકાણના પ્રથમ પગલા તરીકે ભલામણ કરીશ.
મ્યુચ્યુઅલ ફંડ તમામ એસેટ ક્લાસમાં, રિસ્ક/રિટર્ન પ્રોફાઇલમાં રોકાણ કરે છે અને વૈવિધ્યસભર રોકાણનું સરળ, કાર્યક્ષમ, ઓછા ખર્ચવાળું માધ્યમ પૂરું પાડે છે. ઈક્વિટીમાં પણ મ્યુચ્યુઅલ ફંડ કોઈ પણ રોકાણકાર માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે.
તમે સમય જતાં એક્સપોઝર અને અનુભવ મેળવશો અને વિવિધ માર્કેટ સાયકલ દરમિયાન રિસ્ક - રિટર્ન પ્રોફાઇલને સમજશો, ત્યારબાદ પોર્ટફોલિયોના એક ભાગનું રોકાણ સીધું જ શેર બજારોમાં કરવા તરફ ધ્યાન આપી શકશો. જેમને વધારાની એડ્રેનાલાઇનની જરૂર હોય અથવા જેમને પોતાનું સંશોધન કરીને અને રોકાણ કરીને આનંદ મળે છે, તેઓ બચતનો નાનો ભાગ બાજુએ મૂકીને સીધું રોકાણ કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર