Home /News /business /IT સ્ટોકે 1 લાખ રુપિયાના 1.8 કરોડ કર્યા અને પાંચવાર બોનસ પણ આપ્યું, નિષ્ણાતોએ કહ્યું આ રીતે મલ્ટિબેગર ખરીદી ધીરજથી બેસી જાવ

IT સ્ટોકે 1 લાખ રુપિયાના 1.8 કરોડ કર્યા અને પાંચવાર બોનસ પણ આપ્યું, નિષ્ણાતોએ કહ્યું આ રીતે મલ્ટિબેગર ખરીદી ધીરજથી બેસી જાવ

રાકેશ જુનઝુનવાલાને કરોડોની કમાણી કરાવી દેનારો આ શેર કઈ રીતે મલ્ટિબેગર બન્યો સમજી લો તો બીજા આવા શેર શોધવામાં મદદ મળશે.

Multibagger IT Stocks: એક્સપર્ટ્સે કહે છે કે પહેલા તમે આ મલ્ટિબેગર સ્ટોક્સ અંગે વાંચો અને જાણો કે તે શું શીખવાડે છે. જો આ શેરની કહાનીમાંથી કંઈ નહીં શીખો તો હાથમાં આવેલા આવા જ કોઈ મલ્ટિબેગરને ગુમાવી દેશો. શેરબજારના ખેરખાં કહેવાતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા એકાદ મહિના પહેલા જ અવસાન આપ્યા પરંતુ તેમને દિગ્ગજ રોકાણકાર બનાવનાર ટાઈટન હોય કે ઇન્પોસિસ કે પચી વિપ્રો બધા જ મલ્ટિબેગરની એક જ કહાની છે અને તે એક જ વાત શીખવાડે છે કે એક સારા સ્ટોકમાં રોકાણ કરીને ધીરજ રાખી બેસી જાવ, રિટર્ન આપમેળે તમારી તિજોરી ભરી દેશે.

વધુ જુઓ ...
   મુંબઈઃ શેરબજારમાં મોટાભાગે દરેક લોકો મલ્ટિબેગરની શોધમાં હોય છે અને એકબીજાને પૂછતાં રહે છે કે હવે નેક્સ્ટ મલ્ટિબેગર સ્ટોક ક્યો હશે. લગભગ દરેકને એક જ સવાલ હોય છે કે હવે તો આ શેર અનેકગણો વધી ગયો છે હવે તેની વાત કરીને શું ફાયદો, પરંતુ એવા શેરની વાત કરો જે આગામી સમયમાં મલ્ટિબેગર બનાવાનો હોય. જોકે આ સવાલ પર નિષ્ણાતોનો એક જ જવાબ હોય છે કે કોઈપણ મલ્ટિબેગરમાં રોકાણ કરવા પહેલા આવા મલ્ટિબેગર સ્ટોક્સ અંગે જેટલું શક્ય હોય તેટલું વાંચો, તેના ઉતાર-ચઢાવમાંથી કંઈક શીખો, જો તમે આ મલ્ટિબેગરની સ્ટોરીમાંથી કંઈ શીખશો નહીં તો તમારા હાથમાં આવેલા મલ્ટિબેગર પર ગુમાવી દેશો. રાકેશ ઝુનઝુનવાલાને તગડું રિટર્ન આપનાર તમામ શેર પછી તે ટાઈટન હોય કે ઇન્ફોસિસ અને વિપ્રો બધા જ એક મલ્ટિબેગર છે અને તે એક જ વાત શીખવે છે એક સારા સ્ટોકમાં રોકાણ કરો અને પછી ધૈર્ય રાખો.

  PSU સ્ટોક્સમાં આવી શકે છે જોરદાર તેજી, બેંકિંગ અને પાવર શેરોમાં થશે બંપર કમાણી

  વિપ્રોના બોનસ શેર

  મલ્ટિબેગરની કહાનીમાં આજે આપણે વિપ્રો વિશે વાત કરીશું. આ IT સ્ટોકે તેના રોકાણકારોને સો ગણું વળતર આપ્યું છે. ભારતીય IT અગ્રણી વિપ્રો એવી કંપનીઓમાંની એક છે જેણે બોનસ શેર ઇશ્યૂ કરીને તેના શેરધારકોને સતત લાંબા ગાળાના લાભો પહોંચાડ્યા છે. કંપનીએ 2004 થી પાંચ વખત બોનસની જાહેરાત કરી છે. તમે બોનસ શેરની શક્તિ અને કંપનીના વળતરનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે આ શેરે લગભગ 20 વર્ષમાં રૂ. 1 લાખ રુપિયાને લગભગ 2 કરોડ રુપિયા બનાવી દીધા છે.

  સોમવારે કેવું રહેશે બજાર? નિષ્ણાતોના NFITY50 અંગે અનુમાન પ્રમાણે દાવ ખેલશો તો ફાયદામાં રહેશો

  કેટલું બોનસ

  છેલ્લા 20 વર્ષથી આ IT કંપનીએ રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. વિપ્રોએ છેલ્લો બોનસ શેર ત્રણ વર્ષ પહેલા માર્ચ 2019માં 1:3ના રેશિયોમાં આપ્યા હતા. મતલબ કે જો તમારી પાસે 3 શેર હોત તો તમને વિપ્રોનો એક શેર બોનસ રુપે મળે છે. વિપ્રોએ જૂન 2004માં 2:1, ઓગસ્ટ 2005માં 1:1, જૂન 2010માં 2:3 અને જૂન 2017માં 1:1ના રેશિયોમાં બોનસ શેર ઓફર કર્યા હતા.

  તમે કેટલા પૈસા કમાયા?

  વિપ્રોના શેરનું વળતર જોવા માટે, ચાલો તેના ભાવ ઇતિહાસ પર એક નજર કરીએ. આઈટી કંપની વિપ્રોના શેર 30 એપ્રિલ 2004ના રોજ રૂ. 57.92ના ભાવે હતા. ધારો કે જો તમે 2004માં આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમને 1726 શેર મળ્યા હોત. જો તમે આ કંપનીમાં રહ્યા હોત, તો 5 વખત બોનસ શેર મળ્યા પછી, હાલમાં, તેના કુલ 46026 શેર હોત. 2 સપ્ટેમ્બર 2022ના રોજ BSE પર વિપ્રોના શેર રૂ. 407.80 પર બંધ થયા હતા. આ શેરની કિંમત 1.87 કરોડ રૂપિયા હતી. હાલમાં વિપ્રોના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ શેર રૂ. 500થી ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. તે મુજબ, તમારું વળતર 2 કરોડથી વધુ હોઈ શકે છે.

  Tata Groupની વધુ એક કંપનીના લિસ્ટિંગની તૈયારી, ટાટા પ્લે આ મહિનામાં જ કરી શકે છે સેબીને પેપર્સ સબમિટ

  નિષ્ણાતો કહે છે કે સારી ગુણવત્તાના સ્ટોકમાં ધૈર્ય રાખીને રહેવું પડે છે. જો કંપનીના વ્યવસાયમાં આત્મવિશ્વાસ હોય તો ટૂંકા ગાળામાં ઉતાર-ચઢાવથી ડરવું જોઈએ નહીં. લાંબા સમય સુધી રોકાણમાં રહીને તમે ચક્રવૃદ્ધિનો પણ લાભ મેળવી શકો છો. આ ઉપરાંત તેની સાથે ડિવિડન્ડ, બોનસ અને અન્ય લાભ મળતા રહે છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: IT Stocks, Multibagger Stock, Rakesh jhunjhunwala, WIPRO

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन