Home /News /business /Cibil score: લોન કે ક્રેડિટ કાર્ડ મંજૂર કરતા પહેલા બેંકો આ કારણે ચકાશે છે તમારો CIBIL સ્કોર
Cibil score: લોન કે ક્રેડિટ કાર્ડ મંજૂર કરતા પહેલા બેંકો આ કારણે ચકાશે છે તમારો CIBIL સ્કોર
ક્રેડિટ સ્કોર
Cibil score : CIBIL સ્કોર 300 અને 900ની વચ્ચેનો ત્રણ અંકનો નંબર છે. સ્કોર જેટલો ઊંચો હોય તેટલો જ સારો છે. સામાન્ય રીતે 750થી ઉપરનો સ્કોર સારો માનવામાં આવે છે, આવા સ્કોરમાં લોનની મંજૂરીની શક્યતાઓ વધી જાય છે
Cibil score : દેશમાં મોટી સંખ્યામાં લોકોએ બેંકો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન, ક્રેડિટ કાર્ડ (credit cards) કે અન્ય લાઇન ઓફ ક્રેડિટ (lines of credit) લીધી છે અથવા લેવાનું વિચારી રહ્યા છે. ઉધાર લેનારને લોન અથવા ક્રેડિટ કાર્ડ મંજૂર કરતી વખતે નાણાકીય સંસ્થાઓ વ્યક્તિના CIBIL સ્કોર પર ધ્યાન આપે છે. ત્યારે CIBIL સ્કોર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે તે વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
CIBIL સ્કોર શું છે?
CIBIL સ્કોર 300 અને 900ની વચ્ચેનો ત્રણ અંકનો નંબર છે. સ્કોર જેટલો ઊંચો હોય તેટલો જ સારો છે. સામાન્ય રીતે 750થી ઉપરનો સ્કોર સારો માનવામાં આવે છે, આવા સ્કોરમાં લોનની મંજૂરીની શક્યતાઓ વધી જાય છે. આ કસ્ટમરના ક્રેડિટ હિસ્ટ્રીની ન્યૂમરિકલ સમરી અને વ્યક્તિની ક્રેડિટ પ્રોફાઇલનું રિફ્લેક્શન છે. તે લોન લેનારની ક્રેડિટ બિહેવિયર દર્શાવે છે. તે દર્શાવે છે કે વ્યક્તિએ ક્યારેય તેની રિપેમેન્ટમાં ડિફોલ્ટ કર્યું છે. આ સ્કોર વ્યક્તિની ક્રેડિટપાત્રતા અને તેના હિસ્ટ્રીનુ ઈન્ડિકેશન આપે છે.
CIBIL સ્કોર ધરાવતા રિપોર્ટને CIBIL રિપોર્ટ કહેવામાં આવે છે. રિપોર્ટમાં પર્સનલ ઈન્ફોર્મેશન, કોન્ટેક્ટ ઈન્ફોર્મેશન, એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન, અકાઉન્ટ ઈન્ફોર્મેશન અને ઈન્ક્વાયરી ઈન્ફોર્મેશન વગેરે ટૅબ્સ હોય છે.
CIBIL સ્કોરનું મહત્વ શું છે?
કોઈ લોન લેવા જાય ત્યારે નાણાકીય સંસ્થા ક્રેડિટપાત્રતા અને રિસ્ક પ્રોફાઇલની ખાતરી કરવા માટે તેના CIBIL સ્કોરને પહેલા ચેક કરે છે. CIBIL રિપોર્ટના માધ્યમથી બેંક વ્યક્તિના ક્રેડિટ હિસ્ટ્રી પર નજર નાખે છે, જેમાં વ્યક્તિ તેના પાછલા દેવા ચૂકવવામાં સમયસર રહી છે કે કેમ? વ્યક્તિએ અત્યાર સુધીમાં કેટલી લોન લીધી છે? ક્રેડિટની રકમ અને મુદ્દત કેટલી છે તે સહિતની જાણકારીનો સમાવેશ થતો હોય છે. તેમાં ક્રેડિટ કાર્ડ અને લોન બંનેનો સમાવેશ થાય છે. તે બેંકોને ડિફોલ્ટના જોખમોને ઘટાડવામાં મદદ કરે છે અને તેથી નુકસાન ઘટાડે છે.
જો વ્યક્તિનો CIBIL સ્કોર સારો હોય તો જ બેંક લોન મંજૂર કરે છે. તેથી, સારો સ્કોર જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્કોર વ્યક્તિઓને અગાઉના ક્રેડિટના રેકોર્ડ્સ સાબિત કરવા માટે ડોક્યુમેન્ટની પળોજણમાંથી પણ બચાવે છે.
PWCના અહેવાલ મુજબ, છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રેડિટ કાર્ડધારકોની સંખ્યા માર્ચ 2017 માં 29 મિલિયનથી વધીને માર્ચ 2021 માં 62 મિલિયન થઈ છે. તે 2019 અને 2020 માં અનુક્રમે 26 ટકા અને 23 ટકા વધી છે.
RBIના તાજેતરના ડેટા મુજબ, ભારતમાં ક્રેડિટ ગ્રોથ રિટેલ લેન્ડિંગ દ્વારા ચાલુ રહે છે. એસબીઆઈના એક રિસર્ચ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રિટેલ લોન તાજેતરના વર્ષોમાં બેંક ક્રેડિટના મુખ્ય પાસા તરીકે ઉભરી આવી છે અને હવે ઔદ્યોગિક લોનને પાછળ છોડીને તમામ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની બાકી ક્રેડિટમાં સૌથી મોટો હિસ્સો (30.5 ટકા) ધરાવે છે (28.9). ટકા). રિટેલ લોનમાં હાઉસિંગ લોનનો સૌથી મોટો હિસ્સો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર