Multibagger Share: શેરબજારમાં અત્યારે કેમિકલ સેક્ટરની કંપનીની ચર્ચા ચાલી રહી છે. SRF શેર એવા મલ્ટીબેગર શેર (Multibaggr Stock)માંથી એક છે, જેણે છેલ્લા થોડા વર્ષોમાં રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. કેમિકલ સ્ટોકે લાંબા ગાળાના શેરધારકોને વર્ષ 2021માં રેગ્યુલર ડિવિડન્ડ (Dividend) અને એક બોનસ શેર (Bonus Share) આપ્યો છે. આ કારણોસર રોકાણકારોની નેટ રિટર્નમાં વૃદ્ધિ થઈ છે. SRF કેમિકલ કંપનીએ રોકાણકારો માટે 4:1ના રેશિયોમાં બોનસ શેરની ઘોષણા કરી હતી, જેથી પ્રત્યેક શેર માટે ચાર બોનસ શેર આપવામાં આવ્યા. જેનાથી કોઈપણ રોકાણ કર્યા વિના શેરધારિતામાં 400 ટકાની વૃદ્ધિ. જો કોઈ રોકણકારે 20 વર્ષ પહેલા આ રાસાયણિક સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, આ બોનસ શેર ઈશ્યૂના કારણે તે 1 લાખથી વધીને રૂ.24.50 કરોડથી વધુ થઈ ગયા હોત.
મલ્ટીબેગર કેમિકલ સ્ટોક એક વર્ષથી સાઈડવેજ થઈ ગયો છે, આ કારણોસર છેલ્લા પાંચ વર્ષમાં 500 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. છેલ્લા 10 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકની કિંમત 39 રૂપિયાથી લઈને 2,200 સુધી પહોંચી ગઈ છે. આ સમયે આ શેર 5,500 ટકા રિટર્ન આપી રહી છે. છેલ્લા 20 વર્ષમાં આ મલ્ટીબેગર કેમિકલ સ્ટોક લગભગ 4.5 રૂપિયાથી લઈને 2,200 રૂપિયાના સ્તર પહોંચી ગઈ છે. જેથી છેલ્લા બે દાયકામાં આ શેરની કિંમતમાં 48,800 ટકાનો વધારો થયો છે. આ મલ્ટીબેગર સ્ટોકે ઓક્ટોબર 2021માં 4:1 બોનસ શેર જાહેર કરવા માટે એક-બોનસ કારોબાર કર્યો છે.
જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ હશે તો, તેને 22,222 SRF શેર મળ્યા હશે. આ રોકાણકારે પ્રતિ શેર 4.5 રૂપિયાની ચૂકવણી કરી હશે. વર્ષ 2021માં 4:1 બોનસ શેર જાહેર કર્યા બાદ આ શેરમાં વૃદ્ધિ થતા તે 1,11,110 શેર થઈ ગયા હશે. પ્રતિ SRF શેરની કિંમત 2,200 રૂપિયા છે. જેથી 1 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હશે, તો તેની કિંમત 24.50 કરોડ રૂપિયા થઈ ગઈ હશે. જો રોકાણકાર લાંબા ગાળા સુધી રોકાણ કરી રાખે તો તેને કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર