દિવાળી પર ટ્રેનમાં આ વસ્તુઓ સાથે લઇ ન જતા, નહીં તો થશે ત્રણ વર્ષની જેલ

News18 Gujarati
Updated: October 26, 2019, 6:37 PM IST
દિવાળી પર ટ્રેનમાં આ વસ્તુઓ સાથે લઇ ન જતા, નહીં તો થશે ત્રણ વર્ષની જેલ
રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર

કોઇ મુસાફર પોતાની સાથે પ્રતિબંધિત વસ્તુઓ સાથે રાખીને ટ્રેનમાં મુસાફરી કરતો હોય તો આ અંગે રેલવેની હેલ્પ લાઇન ઉપર જાણ કરી શકાશે

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ જો તમે દિવાળી (Diwali 2019) ઉપર ટ્રેનમાં તમારા ઘરે જઇ રહ્યા છો અને તેમે પરિવાર માટે ગિફ્ટ (Diwali gift) લઇ જઇ રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે જ છે. કેમકે (Indian Railway) રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલીક ચીજ વસ્તુઓ (prohibited item) ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જો તમે પણ પ્રતિબંધિત ચીજોને સાથે લઇને ટ્રેનમાં (Train)મુસાફરી કરી રહ્યા છો તો પકડાઇ જવા ઉપર તમને જેલની હવા પણ ખાવી પડશે.

આ ચીજો ઉપર લગાવ્યો છે પ્રતિબંધ
રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ટ્રેન અને રેલવે પરિસરમાં જ્વલનશીલ પદાર્થો જેવા કે ફટાકડા, માચિસ, ફૂલઝડી, ગેસ સિલેન્ડર, કેરોસીન, દારુગોળો વગેરેને લઇ જવું ગેરકાયદે અને દંડનીય ગુનો છે. જો તમે આ પૈકી કોઇપણ વસ્તુ સાથે પકડાઇ જશો તો રેલવે તમારી ઉપર કડક કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચોઃ-બેન્કના કામ હોય છો ફટાફટ પતાવી દો, આઠ દિવસ બંધ રહેશે બેન્કો

આ પણ વાંચોઃ-કાળી ચૌદશના ટોટકા : ધંધા અને સ્વાસ્થ્યમાં બરકત લાવશેફરિયાદ કરી શકો છો
જો કોઇ મુસાફર કોઇ અન્ય મુસાફરને જ્વલનશીલ પદાર્થો સાથે લઇ જતા જોવે તો તે મુસાફર હેલ્પ લાઇન નંબર ઉપર રેલવે તંત્રને તરત જાણકારી આપી શકે છે. ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થો લઇ જવાની જાણકારી મળથા જ આ ખતરનાક પદાર્થોને ટ્રેનમાંથી હટાવવામાં આવશે. અને જે તે વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમે ટ્રેન અને રેલ પરિસરમાં કોઇ આવી વ્યક્તિ દેખાય અથવા સમાન લઇને જઇ રહ્યો હો. તો તેની 182 ઉપર ફરિયાદ કરી શકે છે.

આ પણ વાંચોઃ-કાળી ચૌદશઃ ભૂતોના અસ્તિત્વને સાબિત કરનારને મળશે રૂ.50,000નું ઇનામ

થઇ શકે છે ત્રણ વર્ષની જેલ
ટ્રેનમાં મુસાફરી દરમિયા જ્વલનશીલ પદાર્થો લઇને જવું ગેરકાયદે અને દંડનીય ગુનો છે. આ ગુના અંતર્ગત ત્રણ વર્ષ સુધી જેલની સજા અને 1000 રૂપિયા સુધી દંડ અથવા બંને સજા એક સાથે થઇ શકે છે.
First published: October 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading