Home /News /business /આ બિઝનેસ કરો દરેક સીઝનમાં ચાલશે, લાખોની કમાણી સાથે ગ્રાહકો પણ સામેથી આવશે
આ બિઝનેસ કરો દરેક સીઝનમાં ચાલશે, લાખોની કમાણી સાથે ગ્રાહકો પણ સામેથી આવશે
રેલવે સ્ટેશન પર આ બિઝનેસ મોટી કમાણી કરાવી દેશે અને ગ્રાહક તો શોધવા જ જવા નહીં પડે.
New Business idea: રેલ્વે દ્વારા લાખો મુસાફરો મુસાફરી કરે છે. તમે રેલ્વે સ્ટેશન પર અનેક દુકાનો જોઈ હશે, જ્યાં લોકો પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. જો તમે રેલ્વે સ્ટેશન પર દુકાન ખોલવા ઈચ્છો છો તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, તે અંગે અહીં અમે તમને વિગતવાર જાણકારી આપી રહ્યા છીએ.
Indian Railways: રેલ્વે યાત્રીઓને સુવિધા આપવાની સાથે સાથે સારા ભવિષ્ય માટે બિઝનેસ તક પણ પ્રદાન કરે છે. રેલ્વે દ્વારા લાખો મુસાફરો મુસાફરી કરે છે. તમે રેલ્વે સ્ટેશન પર અનેક દુકાનો જોઈ હશે, જ્યાં લોકો પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. જો તમે રેલ્વે સ્ટેશન પર દુકાન ખોલવા ઈચ્છો છો તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, તે અંગે અહીં અમે તમને વિગતવાર જાણકારી આપી રહ્યા છીએ.
જો તમે રેલ્વે સ્ટેશન પર દુકાન ખોલવા ઈચ્છી રહ્યા છો તો સૌથી પહેલા તમારે ઈન્ડિયન રેલ અથવા IRCTCની વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. આ વેબસાઈટ પરથી જાણી શકશો કે, પ્લેટફોર્મ પર દુકાન ઉપલબ્ધ છે કે નહીં. ટેન્ડર પ્રોસેસમાં તમને આ અંગે જાણકારી મળી રહેશે.
રેલ્વે સ્ટેશન પર કયા પ્રકારની દુકાન અને કયો કયો ધંધો કરી શકાય છે, તે અંગે પહેલા જાણી લઈએ. અલગ અલગ વ્યવસાય અનુસાર ખર્ચ કરવાનો રહે છે. દુકાનની સાઈઝ અને લોકેશનના આધાર પર રેલવે તમારી પાસેથી ફી લેશે અને તમારે જે બિઝનેસ કરવો છે, તે અનુસાર તમે ખર્ચ કરી શકો છો.
બુક સ્ટોલ, ચા અને કોફીનો સ્ટોલ, ફૂડ સ્ટોલ, ન્યૂઝ પેપર સ્ટોલ શામેલ થઈ શકે છે. જેનો ખર્ચ 40 હજારથી 3 લાખ સુધીનો આવી શકે છે. રેલ્વે અનેક નાના સ્ટોલ પણ આપે છે, જેનો ખર્ચ તેનાથી પણ ઓછો હોઈ શકે છે. આ ખર્ચ લોકેશન અને સાઈઝ પર આધાર રાખે છે.
લોકલ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે રેલ્વેએ આ યોજના શરૂ કરી છે. આ પ્રોડક્ટને દુકાનના માધ્યમથી વેચી શકાય છે. તમે રાજ્ય કે જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છો, તેની પ્રસિદ્ધ વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. અનેક લોકો જે જગ્યાએથી પસાર થાય છે, તે જગ્યાની નિશાની તરીકે તે વસ્તુની ખરીદી કરે છે.
દુકાન ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે રેલ્વે સ્ટેશન પર દુકાન ખોલવા ઈચ્છો છો તો તમે ભારતીય નાગરિક હોવા જરૂરી છો. તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે.
તે માટે તમારે IRCTCની રેલ્વેની વેબસાઈટ www.indianrailways.govની મુલાકાત લેવાની રહેશે. તમે જે રેલ્વે સ્ટેશન પર દુકાન ખોલવા ઈચ્છો છો તે માટે ટેન્ડર નીકળ્યો છે કે નહીં તે ચેક કરવાનું રહેશે. ટેન્ડર નીકળવાની પ્રક્રિયામાં ફોર્મ ભર્યા બાદ રેલ્વેની ઝોનલ ઓફિસ અથવા DRM ઓફિસમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. તમે આ ફોર્મ ઓનલાઈન પણ ભરી શકો છો. અરજી કર્યા બાદ રેલ્વે તરફથી જાણકારીને વેરિફાઈ કરવામાં આવશે. ત્યાર બાદ તમે ટેન્ડર પ્રક્રિયામાં શામેલ થઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર