Home /News /business /રૂ.123ના ભાવ પર આ IPOના લિસ્ટિંગની શક્યતા, પહેલા જ દિવસે રોકાણકારોને 70.83% નફો કરાવી શકે
રૂ.123ના ભાવ પર આ IPOના લિસ્ટિંગની શક્યતા, પહેલા જ દિવસે રોકાણકારોને 70.83% નફો કરાવી શકે
લિસ્ટિંગ પર જ રોકાણકારોને થઈ શકે ફાયદો
શેરબજાર જાણકારોના પ્રમાણે, Aristo BioTechના શેર ગ્રે માર્કેટમાં 51 રૂપિયાના પ્રીમિયમ ભાવ પર ઉપલબ્ધ છે. તેની ઈશ્યૂ કિંમત 72 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ હિસાબથી 123 રૂપિયા પર શેરોની લિસ્ટિંગ થઈ શકે છે.
નવી દિલ્હીઃ એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઈફસાયન્સ લિમિટેડનો આઈપીઓ 19 જાન્યુઆરી સુધી દાવ લગાવવા માટે ઓપન હતો. જે રોકાણકારોએ આ આઈપીઓ માટે બિડ લગાવી હતી, તેઓ હવે લિસ્ટિંગ તારીખની રાહ જોઈ રહ્યા છે. 30 જાન્યુઆરીએ આઈપીઓ લિસ્ટ થાય તેવી શક્યતા છે. જાણકારી અનુસાર, આ કંપનીના શેર એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
ગ્રે માર્કેટમાં શું ચાલી રહ્યો છે ભાવ?
શેરબજાર જાણકારોના પ્રમાણે, Aristo BioTechના શેર ગ્રે માર્કેટમાં 51 રૂપિયાના પ્રીમિયમ ભાવ પર ઉપલબ્ધ છે. તેની ઈશ્યૂ કિંમત 72 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ હિસાબથી 123 રૂપિયા પર શેરોની લિસ્ટિંગ થઈ શકે છે. એટલે કે પહેલા દિવસે જ રોકાણકારોને 70.83 ટકાનો નફો થઈ શકે છે.
અરિસ્ટો બાયોટેક એક એગ્રોકેમિકલ અને પાક સંરક્ષણ કંપની છે. કંપનીની પ્રોડક્શન કેટેગરીની એક મોટી ચેઈન છે, જે જંતુનાશક, હર્બિસાઈડ્સ, ફૂગનાશક અને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સમાં કામ કરે છે. એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઈફ સાયન્સ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, નરેન્દ્ર સિંહ બરહાટના પ્રમાણે, ‘આઈપીઓ ફંડિંગથી કંપનીને આગામી ફેજ સુધી વધારવા માટે મદદ મળશે. આઈપીઓ ફંડિંગથી કંપનીના વિકાસને પ્રોત્સાહન મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર