Home /News /business /આ IPOએ માર્કેટમાં મચાવ્યું તોફાન, 1 લાખને બનાવી દીધા 7 લાખ; રોકાણકારો પણ હેરાન
આ IPOએ માર્કેટમાં મચાવ્યું તોફાન, 1 લાખને બનાવી દીધા 7 લાખ; રોકાણકારો પણ હેરાન
1 લાખને બનાવી દીધા 7 લાખ
પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરીનો આઈપીઓ ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો. 30 રૂપિયાની પ્રાઈસ પર તેનું એલોટમેન્ટ થયું હતું. કંપનીના શેર 20 ડિસેમ્બરે લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે જ કંપનીના શેર 106 ટકાની તેજીની સાથે 59.85 રૂપિયા પર પહોંચી ગયા હતા.
નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપનીએ મહિનાની અંદર જ રોકાણકારોને તગડું વળતર આપ્યું છે. આ કંપની પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી છે. ગત મહિને 20 ડિસેમ્બરે જ્વેલરી કંપનીના શેરોનું લિસ્ટિંગ થયું હતું. તેના આઈપીઓની પ્રાઈસ 30 રૂપિયા હતી. ઈશ્યુ પ્રાઈસની આ શેર 506 ટકા વધી ગયા છે.
ડિસેમ્બર 2022માં આવ્યો હતો આઈપીઓ
પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરીનો આઈપીઓ ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો. 30 રૂપિયાની પ્રાઈસ પર તેનું એલોટમેન્ટ થયું હતું. કંપનીના શેર 20 ડિસેમ્બરે લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે જ કંપનીના શેર 106 ટકાની તેજીની સાથે 59.85 રૂપિયા પર પહોંચી ગયા હતા. લિસ્ટિંગ પછી સતત કંપનીના શેર અપર સર્કિટ પર છે.
8 ડિસેમ્બર 2022ના રોજ કંપનીના આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને તે 13 ડિસેમ્બર સુધી દાવ લગાવવા માટે ઓપન રહ્યો હતો. રિટેલ રોકાણકારો આઈપીઓમાં એક લોટ માટે અરજી કરી શકતા હતા કંપનીના આઈપીઓમાં 4000 શેર હતા. એટલે કે, રોકાણકારોને IPOમાં 1.20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તેમના રોકાણની કિંમત આજે વધીને 7.27 લાખ રૂપિયા થઈ ગઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર