Home /News /business /93 ટકા સુધી નફો અપાવશે આ હોસ્પિટલ ચેઈનના શેર, ભારે ડિસ્કાઉન્ટ સાથે રૂપિયા રોકાણ કરવાની તક

93 ટકા સુધી નફો અપાવશે આ હોસ્પિટલ ચેઈનના શેર, ભારે ડિસ્કાઉન્ટ સાથે રૂપિયા રોકાણ કરવાની તક

93 ટકા સુધી નફો અપાવશે આ હોસ્પિટલ ચેઈન(ફાઈલ તસવીર)

Stock Tips: હોસ્પિટલ સેક્ટર માટે છેલ્લો થોડો સમય અટપટો ચાલી રહ્યો છે. કોરોનાને કારણે નોન-કોવિડ બેડ વાળી હોસ્પિટલોની સ્થિતિ પ્રભાવિત થઈ છે. જો કે, હવે ધીરે ધીરે સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.

    નવી દિલ્હીઃ હોસ્પિટલ સેક્ટર માટે છેલ્લો થોડો સમય અટપટો ચાલી રહ્યો છે. કોરોનાને કારણે નોન-કોવિડ બેડ વાળી હોસ્પિટલોની સ્થિતિ પ્રભાવિત થઈ છે. જો કે, હવે ધીરે ધીરે સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. હોસ્પિટલ સેક્ટરના દિગ્ગજ હોસ્પિટલ ચેઈન શેલ્બીના શેર આ વર્ષે લગભગ 12 ટકા સુધી ભાંગી ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ  Stock Market Today: 6 દિવસના ઘટાડા પછી આજે માર્કેટ ખૂલતાવેત ઉછળ્યું

    93 ટકા સુધી મળી શકે છે નફો


    જો કે, માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે, વર્તમાન ભાવ પર રોકાણ કરવામાં આવે તો તે તમારી મૂડીને 93 ટકા સુધી વધારવાની ક્ષમતા રાખે છે. આજે તે ઘટાડાની સાથે 126.20 રૂપિયાના ભાવ પર (Shalby Share Price) બંધ થયો છે.

    આ પણ વાંચોઃ Airtel Micro ATM: એરટેલે લોન્ચ કરી નવી સર્વિસ, તમામ બેંકના ગ્રાહકો ઉપાડી શકશે રુપિયા; આટલી હશે લિમિટ

    નિષ્ણાંતો કેમ લગાવી રહ્યા છે દાવ


    મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ચેન શેલ્બીએ નાણાકીય વર્ષ 2017 સુધી 10 હોસ્પિટલોની તેની વિસ્તાર યોજના પૂરી કરી લીધી હતી, પરંતુ કોરોનાના કારણે બધા જ બેડ્સ ભરાયા ન હતા અને રિટર્શ રેશિયો ઓછો રહ્યો હતો. જો કે, નાણાકીય વર્ષ 2017-22માં તેની ઓપરેટિંગ આવક 16.6 ટકાના સીએજીઆર સાથે વધી હતી.

    કોવિડ પછી સ્થિતિમાં સુધારો


    હવે કોવિડ પછી સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, તો વેન્ચુરાના નિષ્ણાતોના પ્રમાણે, તેની ઓપરેટિંગ આવક નાણાકીય વર્ષ 2025 સુધી 18.4 ટકા સીએજીઆરથી વધીને 1159.4 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના મતે, તેનું નેટ પ્રોફિટ 41.5 ટકા સીએજીઆરથી વધીને 151.6 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ બધા કારણોથી વેન્ચુરાએ તેને ખરીદારીની રેટિંગ આપી છે અને 243 રૂપિયાનું લક્ષ્ય પણ નક્કી કર્યુ છે.


    30 ટકાના ડિસકાઉન્ટ સાથે મળી રહ્યા છે શેર


    ગત વર્ષે 29 સપ્ટેમ્બર 2021ના રોજ શેલ્બીના શેર 181.65 રૂપિયાના ભાવ પર હતા, એટલે કે તેનો 126.20 રૂપિયાનો ભાવ 30 ટકા ડિસ્કાઉન્ટ પર છે. ગત વર્ષે સપ્ટેમ્બરના એન્ડિંગમાં તે ઉંચાઈ પર પહોંચ્યો હતો પરંતુ, તે કાયમ ન રહ્યુ, અને આ વર્ષે 23 જૂન 2022 સુધી 95.10 રૂપિયા પર આવી ગયો જે એક વર્ષનું નીચલું સ્તર છે. જો કે આ પછી તે 33 ટકા સુધી રિકવર થયો છે અને નિષ્ણાતોના પ્રમાણે હવે તેમાં 93 ટકાના વધારાનો અંદાજ છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Big Stocks Tips, Business news, Multibagger stocks

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन