Home /News /business /Post Office Service: પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકમાં મળતી આ સેવા હવે પોસ્ટ ઓફિસમાં પણ મળશે

Post Office Service: પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકમાં મળતી આ સેવા હવે પોસ્ટ ઓફિસમાં પણ મળશે

પોસ્ટ ઓફિસમાં NEFT અને RTGS ની સેવા શરૂ થઈ

Post Office Money Transfer Service Centre: પોસ્ટ ઓફિસે NEFT ની સેવા શરૂ કરી દીધી છે. જ્યારે 31 મેથી RTGS ની સેવા પણ શરૂ કરી દીધી છે. એટલે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને રૂપિયા ટ્રાન્સફર કરવાની સેવા મળશે. તમારા માટે આ સુવિધા 24 કલાક અને 7 દિવસોમાં મળી શકશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતુ છે, અને તમે તેનો ઉપયોગ કરો છો, તો તમારી માટે મહત્વના સમાચાર છે. જાણકારી અનુસાર, પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે આ વખતે ઘણી સુવિધા આપવા જઈ રહ્યુ છે. પોસ્ટ ઓફિસે નવા નિયમ લાગૂ કરી દીધા છે, જેના હેઠળ પોસ્ટ ઓફિસમાં ખાતુ રાખનારા ગ્રાહકો ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરી શકે છે. હવે પોસ્ટ ઓફિસમાં NEFT અને RTGS ની સેવા શરૂ થઈ ગઈ છે.

    NEFT ની સેવા શરૂ


    પોસ્ટ ઓફિસે NEFT ની સેવા શરૂ કરી દીધી છે. જ્યારે 31 મેથી RTGS ની સેવા પણ શરૂ કરી દીધી છે. એટલે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને રૂપિયા ટ્રાન્સફર કરવાની સેવા મળશે. તમારા માટે આ સુવિધા 24 કલાક અને 7 દિવસોમાં મળી શકશે.

    આ પણ વાંચોઃ વર્ષના અંતમાં અમેરિકી બજારમાં જોવા મળી શકે છે તેજી, ભારતીય બજાર પણ જબરદસ્ત મજબૂત; ક્યાં કરશો રોકાણ?

    આ છો નિયમ અને શરતો


    બેંક તરફથી NEFT અને RTGSની સેવા મળે છે, અને હવે પોસ્ટ ઓફિસમાં પણ આ સુવિધા મળી રહી છે. NEFT અને RTGSના માધ્યમ દ્વારા અન્ય ખાતામાં રૂપિયા મોકલવા બહુ જ સરળ થઈ ગયા છે. તમે ઈલેક્ટ્રોનિકલી ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ માટે થોજા નિયમ અને શરતો છે. NEFT માં રૂપિયા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે RTGS માં તમે એક વારમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા મોકલી શકો છો.

    આ પણ વાંચોઃ ડિજિટલ રૂપિયાનું પહેલુ પાયલટ પરીક્ષણ આજથી શરૂ, નવ બેંકો લેશે ભાગ


    આટલો લાગશે ચાર્જ


    આ સુવિધા માટે તમારે થોડા ચાર્જ આપવા પડશે. તમારે NEFT માં 10 હજાર રૂપિયા સુધી 2.50 રૂપિયા જીએસટી આપવો પડશે. 10 હજારથી 1 લાખ રૂપિયા સુધી 5 રૂપિયા સાથે GST ની ચૂકવણી કરવી પડશે. જ્યારે 1 લાખ થી 2 લાખ રૂપિયા માટે 15 રૂપિયાની સાથે જીએસટી અને 2 લાખથી વધારે રકમ માટે 25 રૂપિયાની સાથે જીએસટીની ચૂકવણી કરવી પડશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, NEFT, Post office, RTGS

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन