નવી દિલ્હીઃ શેરબજારમાં જો તમે પણ ડિવિડન્ડ આપનારી કંપનીના શેરો પર દાવ લગાવવાની યોજના બનાવી રહ્યા હોવ, તો તમારા માટે એક સારી ખબર છે. આઈટી સર્વિસ મેનેજમેન્ટ કંપની Accelya Solutions India Ltdની તરફથી ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. કંપની તેના યોગ્ય રોકાણકારોને 35 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ડિવિડન્ડ આપશે. જાણકારી અનુસાર, આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરવામાં આવી છે.
ક્યારે છે રેકોર્ડ ડેટ?
કંપનીની તરફથી સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારી અનુસાર, ‘મંગળવારે થયેલી બોર્ડની મીટિંગમાં રોકાણકારોને પ્રતિ શેર 35 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની મંજૂરી મળી ગઈ છે. કંપનીના બોર્ડે આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 2 ફેબ્રુઆરી 2023 મંગળવારે નક્કી કરી છે. કંપનીની તરફથી યોગ્ય રોકાણકારોને 21 ફેબ્રુઆરી 2023ના રોજ ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે.
Accelya Solutions India Ltd એરલાઈન અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં નાણાકીય અને કોમર્શિયલ સોલ્યૂશન પ્રદાન કરે છે. કંપનીની પાસે 250થી વધારે એરલાઈન ગ્રાહકો છે. કંપની 11 દેશોમાં કામ કરે છે. તેની પાસે વિશ્વભરમાં 2500થી પણ વધારે કર્મચારીઓ છે.
ડિવિડન્ડની જાહેરાત પછી કંપનીના શેરના બાવ 10 ટકાથી વધારેના ઘટાડાની સાથે 1,500 રૂપિયાની નીચે આવી ગયા છે. જો કે, આ છતાય પોઝિશનલ રોકાણકારોને 9 ટકાથી વધારે વળતર મળ્યું છે. 6 મહિના પહેલા કંપનીના શેર ખરીદીને હોલ્ડ કરનારા રોકાણકારોને હજુ સુધી 60 ટકાથી વધારે ફાયદો થયો છે. જાણકારી અનુસાર, કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,746 રૂપિયા પ્રતિ શેર અને52 સપ્તાહની નીચી સપાટી 831.50 રૂપિયા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર