Home /News /business /આ સરકારી કંપનીએ બોનસ શેરના આધારે 1 લાખને 2.77 કરોડમાં ફેરવ્યા, લાંબા ગાળાના રોકાણકારોને દમદાર વળતર આપ્યુ

આ સરકારી કંપનીએ બોનસ શેરના આધારે 1 લાખને 2.77 કરોડમાં ફેરવ્યા, લાંબા ગાળાના રોકાણકારોને દમદાર વળતર આપ્યુ

આ કંપનીએ બોનસ શેરના આધારે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા(ફાઈલ તસવીર)

Multibagger stock: છેલ્લા 22 વર્ષોમાં, BPCLના શેરની કિંમત 13.50 રૂપિયાથી વધીને 311.40 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગઈ છે. આ દરમિયાન કંપનીએ 4 વખત તેના રોકાણકારોને બોનસ શેર આપ્યા છે.

    નવી દિલ્હીઃ સરકારી માલિકીની કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરોના ભાવનો ઈતિહાસ જોઈએ, તો તે રોકાણકારોને સારુ વળતર આપનારી કંપની નથી લાગતી. પરંતુ જો તમે તેના બોનસ શેરના ઈતિહાસને જુઓ તો , જાણશો કે આ સરકારી કંપની તેના લાંબા સમયગાળાના રોકાણકારો માટે નફાનો સોદો સાબિત થઈ છે.

    કંપનીએ 4 વખત તેના રોકાણકારોને બોનસ શેર આપ્યા છે


    છેલ્લા 22 વર્ષોમાં, BPCLના શેરની કિંમત 13.50 રૂપિયાથી વધીને 311.40 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગઈ છે. આ દરમિયાન કંપનીએ 4 વખત તેના રોકાણકારોને બોનસ શેર આપ્યા છે. જ્યારે આપણે આ બોનસ શેરની અસરને જોડીએ , ત્યારે ખબર પડે છે કે 22 વર્ષ પહેલા રોકાણ કરવામાં આવેલા 1 લાખ રૂપિયાને આ કંપનીએ 2.77 કરોડમાં ફેરવી દીધા છે.

    BPCL એ વર્ષ 2000 પછી હજુ સુધી ચાર વખત બોનસ શેર આપ્યા છે- ડિસેમ્બર 2000, જુલાઈ 2012, જુલાઈ 2016 અને જુલાઈ 2017. આમાંથી ડિસેમ્બર 2000, જુલાઈ 2012 અને જુલાઈ 2016માં કંપનીએ તેના શેરધારકોને 1:2 ના રેશિયોમાં બોનસ શેર જાહેર કર્યા હતા.

    આ પણ વાંચોઃ શું તમે પણ કરોડપતિ બનવા માગો છો? તો બસ 15x15x15 ના નિયમને ફોલો કરો 

    કંપનીની સ્થાપના 1952માં થઈ હતી


    આ કંપનીની સ્થાપના 1952માં થઈ હતી અને 1977માં તેનું નામ બદલીને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કરવામાં આવ્યુ હતું. આ દેશમાં મળેવા નવા ક્રૂડ ઓઈલના જથ્થાને પ્રોસેસ કરવા વાળી પહેલી રિફાઈનરીના રૂપમાં બહાર આવી છે. BPCL પેટ્રોલિયમ અને પેટ્રોલ સાથે જોડાયેલા ઉત્પાદનોની શોધ, ઉત્પાદન અને છૂટક વેચાણનો વેપાર કરી રહી છે.

    શું તમારે રોકાણ કરવું જોઈએ?


    સ્થાનિક બ્રોકરેડ ફર્મ ICICI સિક્યોરિટીઝે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરને 358 રૂપિયાની લક્ષ્ય કિંમત સાથે ખરીદવાની સલાહ આપી હતી. BPCL ના શેર આજે એનએસઈ પર 311.00 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. આ રીતે બ્રોકરેજ કંપનીના શેરોમાં હાલના બજાર ભાવથી લગભગ 15 ટકા વધારો થવાની શક્યતા છે. બ્રોકરેજે આ લક્ષ્ય કિંમત માટે 1 વર્ષની મુદ્દત આપી છે.

    આ પણ વાંચોઃ ઘર ભાડે આપ્યું છે? આ છે તમારા કાયદેસરના અધિકાર; સમજી લો ક્યારેય હેરાન થવાનો વારો નહીં આવે

    કંપનીની નાણાકીય સ્થિતિ


    ચાલુ નાણાકીય વર્ષમાં જૂન ક્વાટરમાં કંપનીની કોન્સોલિડેટેડ વાર્ષિક આવક 70.13 ટકાથી વધીને 121411.07 કરોડ રૂપિયા થઈ છે. જે તેના અગાઉના નાણાકીય વર્ષના આ જ ક્વાટરમાં 71365.44 કરોડ રૂપિયા થઈ હતી. ત્યારે ક્વાટરના આધાર પર કોન્સોલિડેટેડ કુલ આવકમાં 15.98 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.


    કંપનીએ જૂન ક્વાટરમાં ખોટ નોંધાવી અને તેની ચોખ્ખી ખોટ વધીને 6,291 કરોડ રૂપિયા પહોંચી ગઈ, જે તેના છેલ્લા નાણાકીય વર્ષના આ જ ક્વાટરમાં 3,192.58 કરોડ રૂપિયા હતી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Multibagger Stock, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन