Home /News /business /વર્ષો છોડો આ સરકારી બેંકે 9 મહિનામાં રુપિયા ડબલ કર્યા, ચૂકી ન જતાં ફરી રેસમાં દોડવા છે તૈયાર
વર્ષો છોડો આ સરકારી બેંકે 9 મહિનામાં રુપિયા ડબલ કર્યા, ચૂકી ન જતાં ફરી રેસમાં દોડવા છે તૈયાર
9 સપ્તાહમાં પૈસા ડબલ, આ સરકારી બેન્કે રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન, ખરાબ શરૂઆત બાદ પણ આ શેર રહ્યો તેજીના ટ્રેક પર
Multibagger PSU Bank Share: શેરબજારમાં રુપિયા રોકતાં દરેકની ઈચ્છા હોય છે કે તેમના રુપિયા જલ્દીમાં જલ્દી ડબલ થઈ જાય. જોકે ઘણીવાર એવું થતું હોય છે કે ટ્રેન ચૂકી જવાય છે અને શેર આગળ ભાગી નીકળે છે. પરંતુ આ શેરમાં હજુ પણ ભારે તેજીની શક્યતા છે.
હાલના સમયે જાહેર ક્ષેત્રની બેંકો ઝડપથી રોકાણકારોના નાણાં ડબલ કરી રહી છે. જો તમે પણ તમારા 5 લાખને 10 લાખ બનાવવા માંગો છો, તો સરકારી બેંકના શેરોમાં રોકાણ કરવું શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. શેરબજાર (Share Market)માં આવેલા ઉતાર-ચઢાવની અસર 2022ના કેટલાક મલ્ટિબેગર શેરો (Multibagger share)ને પણ થઈ છે. લગભગ 9 અઠવાડિયામાં રોકાણકારોના નાણાં બમણા કરનાર જાહેર ક્ષેત્રની બેંકના શેર આ વર્ષે અત્યાર સુધીમાં 5.48 ટકા ઘટ્યા છે. પરંતુ આજે તે ફરી એકવાર તેજીના પાટા પર આવી ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab and Sindh bank)ના શેરની, જે તેના રોકાણકારોને જબરજસ્ત લાભ આપી રહી છે.
પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab and Sindh bank)નો શેર આજે સવારે રૂ. 32.40 પર ખૂલ્યો હતો અને તૂટીને રૂ. 32.10ના સ્તરે પહોંચી ગયો હતો. જણાવી દઈએ કે આ સ્ટૉક હાલમાં જ 15 ડિસેમ્બરે પોતાની 52-સપ્તાહની ઊંચી સપાટીએ હતો. આ સાથે 21 જૂન, 2022ના રોજ શેરનો 52-સપ્તાહનો નીચો ભાવ રૂ. 13નો જોવા મળ્યો હતો.
આજે આ PSU બેંકના સ્ટોકમાં વધારો થવાને કારણે તેનો બિઝનેસ બે લાખ કરોડને પાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર સ્વરૂપ કુમાર સાહાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં બેંકની લોન 17 ટકા વધીને રૂ. 78,049 કરોડ પર પહોંચી ગઈ છે. આ સાથે જ વાત કરતા તેમણે જણાવ્યું કે, બિઝનેસમાં વૃદ્ધિ અમારા અંદાજ પ્રમાણે છે. અન્ય મુખ્ય પરિમાણો જેવા કે એસેટ ગુણવત્તા પણ નિયંત્રણ હેઠળ છે. ડિસેમ્બર ક્વાર્ટરના અંતે બેન્કનું ચાલુ ખાતું અને બચત ખાતું 11.33 ટકા વધીને રૂ. 36,460 કરોડ થયું છે.
જો આપણે પંજાબ એન્ડ સિંધ બેંકના શેરના પ્રાઈઝ હિસ્ટ્રી વિશે વાત કરીએ, તો આ બેન્કે આ વર્ષે દરમ્યાન અત્યાર સુધીમાં 5 ટકાથી વધુ નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ સાથે જ છેલ્લા છ મહિનામાં પર નજર કરીએ તો આ શેરે 118 ટકાથી વધુ રિટર્ન આપીને તેના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. છેલ્લા 3 મહિનામાં જ આ શેરોએ 104%થી વધુ રિટર્ન આપ્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર