અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસોમાં આ તાપમાનનો પારો 45-48 ડિગ્રી સુધી પહોંચી જશે. આ ગરમીમાં રસ્તા પર ફરતા વાહનચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. ખાસ કરીને આ વર્ષે કોરોના વાઇરસના કારણે રસ્તા પર માસ્ક સાથે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું મુશ્કેલ થશે ત્યારે બાઇક ચાલકોને ગરમીથી બચાવવા માટે એક વિશેષ ગેજેટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગેજેટ હેલ્મેટમાં જોડી દેવાથી હેલ્મેટનું તાપમાન 10-16 ડિગ્રી ઓછું થઈ જશે. મદ્રાસ IITમાંથી પાસ થયેલા પી.કે.સુંદરરાજન દ્વારા તૈયાર કરાયેલું આ હેલ્મેટ માટેનું ગેજેટ એસી જેવી ઠંડક આપે છે.
કર્ણાટકના બેંગલુરૂના રહેવાસી સુંદરરાજને આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. પાસઆઉટ થયા બાદ તેમના મનમાં સમાનજ કઈક કરવાની તમન્ના જાગી હતી. આવા આઇડિયા સાથે તેમના દિમાગમાં એક આઇડિયા આવ્યો તેમણે પોતાની ટીમ સાથે વર્ષ 2017ના મે મહિનામાં પ્રોટટાઇપ તૈયાર કરવાની શરૂઆત કરી. 50 પ્રોટોટાઇપ બનાવ્યા બાદ તેમને સફળતા મળી અને તૈયાર થઈ ગયું તેમનું આ ખાસ એસી હેલ્મેટ
BluArmor આવી રીતે કામ કરે છે
સુંદરરાજન દ્વારા તૈયાર કરાયેલું આ હેલ્મેટનું ગેજેટ હેલ્મેનટને 360 ડિગ્રીમાં ઠંડક આપે છે.આ ગેજેટને USBથી ચાર્જ કરી શકાય છે. આ ગેજેટની બેટરી 10 કલાક સુધી કામ કરે છે જે હેલ્મેટને એકદમ ઠંડુ રાખવામાં મદદ કરે છે.
BluArmor ગેજેટ તમને તમામ ઈ-કૉમર્સ વેબસાઇટ પર મળી શકે છે. આની કિંમત ફક્ત રૂપિયા 2200 છે. સુંદરરાજનના આ ગેજેટની ડિમાન્ડ ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ થાઇલેન્ડ, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, કુવેત, સાઉદી અરબ, દુબઈ સાથે દક્ષિણ અમેરિકાના દેશોમાં પણ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર