Home /News /business /Dhanteras 2022: અહીંથી ઘરબેઠાં ફક્ત 1 રુપિયામાં ખરીદી શકો છો સોનું, જાણો કેવી રીતે?

Dhanteras 2022: અહીંથી ઘરબેઠાં ફક્ત 1 રુપિયામાં ખરીદી શકો છો સોનું, જાણો કેવી રીતે?

આ વખતે ધનતેરસ પર હાથ ટાઈટ હોય તો મુહૂર્ત સાચવવા ફક્ત 1 રુપિયાનું સોનું પણ ખરીદી શકો છો. કેવી રીતે અહીં સમજો.

Dhanteras and Diwali 2022 Gold Buying: ભારતમાં ધનતેરસના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોકો ધનતેરસ અને દિવાળીના તહેવારમાં પોતાની શક્તિ મુજબ નાની મોટી સોનાની વસ્તુ ખરીદે છે. તેવામાં જો તમારે પણ આ વખતે સોનું ખરીદવું હોય પરંતુ મોંઘવારીના કારણે એટલું બજેટ ન હોય તો, ચિંતા કરવાની જરુર નથી. અહીંથી તમે ફક્ત 1 રુપિયાથી શરું કરીને સોનું ખરીદી શકો છો.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દિવાળીના તહેવારો આજથી શરું થઈ રહ્યા છે અને ભારતમાં આ તહેવાર વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ સાથે જ નવા સંવંતની શરુઆત થાય છે. તેવામાં દિવાળીના ત્રણ દિવસ પહેલા એટલે કે ધનતેરસના દિવસે સોનાની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવી છે. આ માટે જ દેશભરમાં લોકો આ દિવસે સોનાની ખરીદી કરતાં જોવા મળે છે. તેવામાં જો તમે પણ એવું નક્કી કરી લીધું હોય કે તમારે સોનું ખરીદવું છે પરંતુ પૂરતું બજેટ નથી તો હવે ચિંતા કરવાની જરુર નથી. તમે Paytm પર ફક્ત 1 રુપિયામાં ગોલ્ડ ખરીદી શકો છો. ઉપરાંત આ ગોલ્ડ ખરીદવા માટે તમારે ઘરથી બહાર નીકળવાની પણ જરુર નથી. તમે પોતાના મોબાઈલ મારફત જ ક્યાંયથી પણ 1 રુપિયામાં આ સોનું ખરીદી શકો છો. જાણો કેવી રીતે.

    આ પણ વાંચોઃ આ વખતે દિવાળીમાં અહીં રોકાણ કરો નફાથી ઝગમગી ઉઠશે આવતી દિવાળી

     1 રુપિયામાં કેટલું સોનું આવશે?


    જો તમે પેટીએમ મારફત 1 રુપિયાનું સોનું ખરીદો છો તો તમને 0.0001 ગ્રામ સોનું મળશે. જેના પર તમારે 3 ટકા જીએસટી જોડીને 1.04 રુપિયા આપવા પડશે. તેવી જ રીતે જો તમે પેટીએમ પરથી 1001 રુપિયાનું સોનું ખરીદો છો તો તમને 0.1944 સગ્રામ સોનું મળશે. જેના માટે તમારે 3 ટકા જીએસટી સાથે 1031 રુપિયા ચૂકવવા પડશે.

    આ પણ વાંચોઃ શેરબજારના રોકાણકારો ખાસ ધ્યાન આપે, 21 ઓક્ટોબરે ખરીદેલા શેર 24 ઓક્ટોબરે નહીં વેચી શકો

     Paytm મારફત કેવી રીતે સોનું ખરીદવું?


    તમારા ફોનમાં રહેલી પેટીએમ એપ મારફત તમે આ સોનું ખરીદી શકો છો. જો તમારા ફોનમાં પેટીએમ એપ નથી તો પહેલા તેને ડાઉનલોડ કરી લો. તમે ગુગલ પ્લે સ્ટોર અથવા તો એપલ એપ સ્ટોર મારફત પેટીએમ એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. આ સાથે જ એપમાં પોતાનું બેંક એકાઉન્ટ પણ લિંક કરી શકો છો. બેંક એકાઉન્ટ લિંક કરવાથી તમારા માટે શોપિંગ કરવું સહેલું બની જશે. જો તમે પહેલાથી જ પીટીએમ એકાઉન્ટ ધરાવો છો તો આ કંઈ કરવાની જરુર નથી.

    આ પણ વાંચોઃ ઘર ખરીદતાં આટલી વ્યવસ્થા કરી લો; ચોરી, આગ કે બીજી કોઈ સમસ્યા ક્યારેય પસ્તાવું નહીં પડે

     સોનું ખરીદવા માટેના સ્ટેપ્સ


    તમારી શક્તિ મુજબનું સોનું ખરીદવા માટે તમારે પેટીએમ એપના હોમપેજ પર સર્ચ બારમાં ગોલ્ડ સર્ચ કરવાનું રહેશે. જેથી ગોલ્ડ લખેલો આઈકોન જોવા મળશે જેના પર ક્લિક કરશો તો તમે પેટીએમ ગોલ્ડના પેજ પર પહોંચી જશો. આ પેજ પર તમને સોનું ખરીદવાની કિંમત જોવા મળશે. તમે ઓછામાં ઓછું 1.04 રુપિયાનું સોનું ખરીદી શકો છો. અહીં તમે એમાઉન્ટ અને વજન બંને રીતે સોનું ખરીદી શકો છો. જો તમે એમાઉન્ટ નાખશો તો સામે કેટલું સોનું મળે છે તેનું વજન આવી જશે. અને જો તમે વજન લખશો તો સામે કેટલા રુપિયા ચૂકવવા પડશે તેની માહિતી આવશે.  જે બાદ તમારે ચૂકવણી કરવાની રહેશે.

    સોનું ખરીદવા માટે કરવું પડશે પેમેન્ટ


    હવે તમારે આ સોનું ખરીદવા માટે પેમેન્ટ કરવું પડશે. જો તમારી પાસે પ્રોમો કોડ છે તો તેનો ઉપયોગ પેમેન્ટ કરતાં પહેલા જ કરી લો. જેનાથી તેમને કેશબેક મળી જશે. હવે તમે પેટીએમમાં લિંક પોતાના બેન્ક એકાઉન્ટથી પેમેન્ટ કરી શકો છો.


    ધનતેરસ પહેલા આજે શું છે સોનાનો ભાવ?


    ધનતેરસથી બે દિવસ પહેલા આજે પણ સોનાના ભાવામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના પાંચમા દિવસે એટલે કે શુક્રવારે સવારે એમસીએક્સ પર સોનાનો ભાવ 50 હજારથી નીચે ઉતરી ગયો છે. ડિસેમ્બરના વાયદાનું સોનું પ્રતિ 10 ગ્રામ 49,920 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. તો ચાંદી પણ ગઈકાલના ભાવ કરતાં આજે ઘટીને પ્રતિ કિલો 56,132 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Business news, Buy Gold at Discount price, Dhanteras, Gold silver price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन