Home /News /business /1 શેર પર 67 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેર પર 67 રૂપિયા ડિવિડન્ડ આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
આ કંપની આપશે ડિવિડન્ડ
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારીમાં ટીવી ટૂડે નેટવર્કે કહ્યું કે, ‘5 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા શેરો પર બોર્ડે 67 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ શેરબજારમાં કોઈ પણ કંપની માટે ફન્ડામેન્ટલ્સ જો યોગ્ય હોય તો, એક્સપર્ટ તે કંપનીને લાંબા સમય માટે હોલ્ડ કરવાની સલાહ આપે છે. કારણ કે, સમયની સાથે આવી કંપનીઓ રોકાણકારોને સારું વળતર , ડિવિડન્ડ, બોનસ વગેરે આપે છે. આવી જ એક કંપની ટીવી ટૂડે નેટવર્ક છે. કંપનીએ તેના રોકાણકારોને 67 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જાણકારી અનુસાર, કંપનીના શેરનો ભાવ 290 રૂપિયાથી પણ ઓછો છે.
ક્યારે છે રેકોર્ડ ડેટ?
સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી જાણકારીમાં ટીવી ટૂડે નેટવર્કે કહ્યું કે, ‘5 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા શેરો પર બોર્ડે 67 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ ડિવિડન્ડ માટે 13 ફેબ્રુઆરી 2023 નક્કી કરી છે. જ્યારે, ડિવિડન્ડની ચૂકવણીની જાહેરાત 30 દિવસની અંદર કરવામાં આવશે. જાણકારી અનુસાર, યોગ્ય રોકાણકારોને પ્રતિ શેર 1,340 ટકાનો ફાયદો થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર