Home /News /business /1 શેર પર 28 રૂપિયાનું ડિવિડન્ડ આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેર પર 28 રૂપિયાનું ડિવિડન્ડ આપશે આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
1 શેર પર 28 રૂપિયા ડિવિડન્ડ મળશે
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે 28 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટે persistent Systemsના બોર્ડે 27 જાન્યુ 2023ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જેની પાસે આ તારીખ સુધી કંપનીના શેર હશે તે જ ડિવિડન્ડનો ફાયદો થશે.
નવી દિલ્હીઃ શેરબજારમાં આ સમયે એક પછી ઘણી કંપનીઓના ક્વાટર પરિણામો જાહેર થઈ રહ્યા છે. આઈટી કંપની persistent Systems પણ હવે આ યાદીમાં સામેલ થઈ ગઈ છે. રોકાણકારો માટે સારી વાત તો એ છે કે, કંપનીના ક્વાટર પરિણામોની સાથે જ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. જ્યારે, આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 30 જાન્યુઆરી પહેલાની છે. જાણકારી અનુસાર, ડિવિડન્ડની જાહેરાત પછી કંપનીના શેરના ભાવ 6 ટકા વધી ગયા છે.
યોગ્ય રોકાણકારોને દરેક શેર પર મળશે 28 રૂપિયા ડિવિડન્ડ
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23 માટે 28 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ માટે persistent Systemsના બોર્ડે 27 જાન્યુ 2023ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જેની પાસે આ તારીખ સુધી કંપનીના શેર હશે તે જ ડિવિડન્ડનો ફાયદો થશે.
ક્વાટર પરિણામોની વાત કરીએ તો, આ આઈટી કંપનીનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાટરમાં 238 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગત વર્ષના આ જ ક્વાટરમાં કંપનીનો નફો 176 કરોડ રૂપિયા હતો. એટલે કે ચોખ્ખા નફામાં 35 ટકા વધારો થયો છે. જાણકારી અનુસાર, persistent Systemsના રેવન્યૂમાં પણ વાર્ષિક દરે 45 ટકાનો વધારો થયો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર