Home /News /business /ખુશખબરી! 1 શેર પર 59 રૂપિયાનું ડિવિડન્ડ આપશે TVSની આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
ખુશખબરી! 1 શેર પર 59 રૂપિયાનું ડિવિડન્ડ આપશે TVSની આ કંપની, જાહેર કરી રેકોર્ડ ડેટ
આ કંપનીએ કરી ડિવિડન્ડ આપવાની જાહેરાત
સુંદરમ ક્લેટોન લિમિટેડે શેરબજારને આપેલી જાણકારી અનુસાર, બુધવારે થયેલી બોર્ડની મીટિંગમાં 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાલા દરેક શેર પર 59 રૂપિયાના હિસાબથી ડિવિડન્ડની મંજૂરી મળી ગઈ છે. આ અંતરિમ ડિવિડન્ડની ચૂકવણી 10 ફેબ્રુઆરી 2023 કે ત્યારબાદ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ TVS ગ્રુપની કંપની સુંદરમ ક્લેટોન લિમિટેડે ક્વાટરના પરિણામોની સાથે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપની 21 માર્ચ 2023ના રોજ સમાપ્ત ક્વાટર પહેલા 1,180 ટકાના હિસાબથી ડિવિડન્ડ આપશે. જાણકારી અનુસાર, કંપનીની તરફથી કરવામાં આવેલી જાહેરાતના કારણે યોગ્ય રોકાણકારોને પ્રતિ શેર 59 રૂપિયા ડિવિડન્ડના હિસાબથી ડિવિડન્ડ મળશે.
ક્યારે છે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ?
સુંદરમ ક્લેટોન લિમિટેડે શેરબજારને આપેલી જાણકારી અનુસાર, બુધવારે થયેલી બોર્ડની મીટિંગમાં 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાલા દરેક શેર પર 59 રૂપિયાના હિસાબથી ડિવિડન્ડની મંજૂરી મળી ગઈ છે. આ અંતરિમ ડિવિડન્ડની ચૂકવણી 10 ફેબ્રુઆરી 2023 કે ત્યારબાદ કરવામાં આવશે. કંપનીએ 3 ફેબ્રુઆરી 2023ની તારીખને ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
સુંદરમ ક્લેટોન લિમિટેડ તરફથી બહાર પાડવામાં આવેલા પરિણામ અનુસાર, ચાલૂ નાણાકીય વર્ષની ત્રીજા ક્વાટરમાં કંપનીને 8.475 કરોડ રૂપિયાનું રેવન્યૂ મેળવ્યું છે. જ્યારે એક વર્ષ પહેલા આ જ ક્વાટરમાં કંપનીએ 6,915.62 કરોડ રૂપિયાનું રેવન્યૂ મેળવ્યું હતું. એટલે કે ત્યારથી લઈને હજુ સુધી કંપનીના રેવન્યૂમાં 23.55 ટકાનો વધારો થતો જોવા મળ્યો છે. જ્યારે, કંપનીનો ચોખ્ખો નફો ડિસેમ્બર ક્વાટરમાં 123.83 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર 2022ના ક્વાટરમાં કંપનીનો ચોખ્ખો નફો 127.32 કરોડ રૂપિયા હતો. એટલે કે કંપનીના રેવન્યૂમાં વધારો થયો છે, જ્યારે બીજી તરફ ચોખ્ખા નફામાં ઘટાડો જોવા મળ્યો છે.
એનએસઈમાં સુંદરમ ક્લેટોન લિમિટેડના શેર 25 જાન્યુ 0.25 ટકાની તેજીની સાથે 4,775 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. ગત 6 મહિનાની વાત કરીએ તો, કંપનીના શેરોમાં આ દરમિયાન 7 ટકાથી વધારે તેજી જોવા મળી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર