ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરોનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પરથી ડી-લિસ્ટિંગ થઈ ગયું છે. ટાટા મોટર્સે કહ્યું કે, ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જથી તે તેના સાધારણ શેરોને સ્વૈચ્છિક રૂપથી ડી-લિસ્ટિંગ કરી રહી છે.
નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરોનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પરથી ડી-લિસ્ટિંગ થઈ ગયું છે. ટાટા મોટર્સે કહ્યું કે, ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જથી તે તેના સાધારણ શેરોને સ્વૈચ્છિક રૂપથી ડી-લિસ્ટિંગ કરી રહી છે. સામવારે કારોબાર બંધ થતાની સાથે જ કે અમલી થઈ જશે.
કંપનીએ રેગ્યુલેટરી નોટીસમાં આ અંગે જાણકારી આપી કે, ભારતીય કાયદા હેઠળ લાગેલા નિયમનકારી નિયંત્રણોને લીધે, તેની અમેરિકન ડિપોઝિટરી રિસીટ્સનો સોમવાર પછી યુએસ માર્કેટમાં વેપાર થશે નહિ.ૉ
ટાટા મોટર્સે કહ્યું કે, એડીએસ ઘારક તેના શેરોને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્ડમાં ડિપોઝીટરીની પાસે જમા કરાવી શકે છે. આ કામ 24 જુલાઈ, 2023 સુધી કરવું પડશે. નિર્ધારિત સમય પછી ડિપોઝિટરકી વધેલા સાધારણ શેરોનું વેચાણ કરી શકે છે, જો કે કંપનીએ કહ્યું, કે ભારતમાં બીએસઈ તેમજ એનએસઈ પર તેમના ઈક્વિટી શેરોના વેપાર કે હાલની લિસ્ટિંગ સિસ્ટમ પર તેની કોઈ અસર થશે નહિં
કંપનીએ આઈસીઆઈસીઆઈ બેંકની સાથે ભાગીદારી કરી
ટાટા મોટર્સ લિમિટેડ ઓટો વિસ્તારમાં સક્રિય એક લાર્જ કેપ કંપની છે. જેની માર્કેટ કેપ 140209.27 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સે સોમવારે જાહેરાત કરી કે, તેણે તેના અધિકૃત પેસેન્જર ઈલેક્ટ્રિક વ્હીકલ ડીલરોને ફાઈનાન્સિંગ સોલ્યૂશન ઉપલબ્ધ કરાવવા માટે આઈસીઆઈસીઆઈ બેંક સાથે ભાગીદારી કરી છે. ભાગીદારી હેઠળ, બેંક ડીઝળ અને પેટ્રોલ મોડલ માટે ડીલરોને બેંકની ફંડિંગ ઉપરાંત અધિકૃત પેસેન્જર ઈવી ડીલરોને ઈન્વેન્ટ્રી ફંડિંગ પ્રદાન કરશે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટીના મેનેજિંગ ડિરેક્ટર શૈલેશ ચંદ્રએ જાહેરાત કરતા કહ્યું કે, ‘અમારું ડીલર નેટવર્ક આમારા મુખ્ય સમર્થન સ્તંભોનો એક ભાગ છે અને તેના નિરંતર પ્રયાસ દ્વારા, અમે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની મોટી લહેર બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કંપનીને વિશ્વાસ છે કે, આ ટાઈ-અપ દ્વારા તે ઈવીને વધારે સુલભ બનાવી દેશે અને ઈવી ખરીદ પ્રક્રિયા ગ્રાહકો માટે એક સહજ અને યાદગાર અનુભવ બની જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર