Home /News /business /બરોડા રોયલ્ટીની આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, માત્ર 4 મહિનામાં જ 1 લાખને 45 લાખ બનાવી દીધા

બરોડા રોયલ્ટીની આ કંપનીએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, માત્ર 4 મહિનામાં જ 1 લાખને 45 લાખ બનાવી દીધા

બરોડા રોયલ્ટીની કંપનીએ માત્ર 4 મહિનામાં રોકાણકારોને બનાવ્યા

multibagger share: આ નબળા બજારમાં પણ કેટલીક કંપનીઓના શેરે રોકાણકારોને જબરદસ્ત નફો કરાવ્યો છે. એવો જ એક શેર બરોડા રેયોન કોર્પોરેશન લિમિટેડનો છે, જે બીએસઈ પર આ વર્ષે સૂચિત થયા બાદ હજુ સુધી લગભગ 4,400 ટકાની ઉંચાઈ પર ગયો છે.

    નવી દિલ્હીઃ ભારતીય શેર બજાર આ વર્ષની શરૂઆતથી જ દબાણમાં છે. ગત મહિનામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ 2.3 ટકા ગબડ્યો છે. ગત 6 મહિનામાં તેમાંથી લગભગ 5.25 ટકા ઘટાડો થયો છે. જો કે, આ નબળા બજારમાં પણ કેટલીક કંપનીઓના શેરે રોકાણકારોને જબરદસ્ત નફો કરાવ્યો છે. એવો જ એક શેર બરોડા રેયોન કોર્પોરેશન લિમિટેડનો છે, જે બીએસઈ પર આ વર્ષે સૂચિત થયા બાદ હજુ સુધી લગભગ 4,400 ટકાની ઉંચાઈ પર ગયો છે.

    કંપનીના શેર શુક્રવારે 212.30 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા

    Baroda Rayon Corporationના શેર શુક્રવારે બીએસઈ પર 5 ટકાથી વધીને 212.30 રૂપિયાના ભાવ પર બંધ થયા. પરંતુ કંપનીના શેર આ વર્ષે 1 જૂને જ્યારે બીએસઈ પર સૂચિત થયા ત્યારે તેનો ભાવ લગભગ 4,475.43 ટકાનો વધારો થયો હતો.

    આ પણ વાંચોઃ શેર બજારમાં રોકાણ માટે આ મહિનો ઘણો જ નસીબદાર, મળી શકે છે ગેરેન્ટેડ વળતર 

    5 મહિનામાં શેરનું મૂલ્ય 45 લાખ સુધી વધ્યુ

    તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે 1 જૂને Baroda Rayon ના શેરમાં 1 લાખ રૂપિયાનુ રોકાણ કર્યુ હોત, તો આજે તેના 1 લાખ રૂપિયાનું મૂલ્ય 4,475.43 ટકાથી વધીને લગભગ 45.75 લાખ રૂપિયા થઈ ગયુ હોત. એટલે તેણે માત્ર 5 મહિનામાં જ લગભગ 45 લાખ રૂપિયાનો નફો થયો હોત.

    Baroda Rayon ના શેરોની કિંમત ગત વર્ષે એક મહિનામાં 80.30 રૂપિયાથી વધીને 212.30 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ રીતે આ શેરે માત્ર ગત એક મહિનામાં જ રોકાણકારોને 164.38 ટકા સુધી નફો કરાવ્યો છે. તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે એક મહિના માટે આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોત તો તેના એક લાખ રૂપિયાનું મૂલ્ય વધીને 2.64 લાખ રૂપિયા થઈ ગયુ હોત.

    કંપની વિશે વિગત

    Baroda Rayon Corporation એક ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતી ટેક્સસ્ટાઈલ કંપની છે, જેના પ્રમોટર સંગ્રામ સિંહ ગાયકવાડ છે. 1958માં શરૂ થયેલી આ કંપનીને બરોડાના પૂર્વ મહારાજ ફતેહસિંહ રાવ ગાયકવાડ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. તેમની મૃત્યુ પછી હવે સંગ્રામ સિંહ ગાયકવાડ કંપની સંભાળે છે અને તેમના પુત્ર પ્રતાપસિંહ ગાયકવાડ તેના સીઈઓ છે.

    આ પણ વાંચોઃ Post Office Scheme: ત્રણ બચત યોજનાઓ જેમાં સુરક્ષાની સાથે સાથે મળશે દમદાર વળતર 

    આ કંપની વિસ્કોસ ફિલામેન્ટ રેયાન યાર્ન, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડાય-સલ્ફાઈડ, નિર્જલ સોડિયમ સલ્ફેટ અને નાયલોન યોર્નને બનાવવાના ઉત્પાદનમાં રોકાયેલી છે. કંપનીની વર્તમાન માર્કેટ કેપ 486.41 કરોડ રૂપિયા છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Indian Stock Market, MultiBaggar Stock

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन