એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીએ લગભગ ₹154 કરોડનો દંડ ચૂકવવો પડશે.
Treadmill: પેલોટન ઇન્ટરેક્ટિવને તેની ટ્રેડમિલમાં જીવલેણ ટેક્નિકલ ખામી વિશે જાણ કરવામાં નિષ્ફળતા મોંઘી પડી છે. હવે ભરવો પડશે દંડ. અહીં જાણો સમગ્ર મામલો.
Treadmill: આજના સમયમાં જીમમાં જવું ખૂબ જ સામાન્ય બની ગયું છે. મોટાભાગના લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગયા છે. ઘણીવાર સમયના અભાવને કારણે લોકો જીમમાં જવાનું અને વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. પણ ક્યારેક નાની ભૂલ બહુ ભારે પડી શકે છે. જો તમને કહેવામાં આવે કે ટ્રેડમિલના કારણે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કદાચ વિશ્વાસ નહિ આવે. પરંતુ આ વાત સાચી છે.
ટ્રેડમિલમાં નજીવી ખામીને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીએ લગભગ ₹154 કરોડનો દંડ ચૂકવવો પડશે.
કસરતના સાધનો બનાવતી કંપની પેલોટોન ઈન્ટરએક્ટિવને ટ્રેડમિલમાં ટેક્નિકલ ખામી વિશે માહિતી ન આપવી ખૂબ મોંઘી પડી છે. ટ્રેડમિલમાં આ ટેકનિકલ ખામી અંગે માહિતી ન આપવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, તો બીજી તરફ કેટલાક લોકોને ઘણી ઈજાઓ પણ થઈ છે.જેને લઈને કંપની 154 કરોડ રૂપિયા ચૂકવવા માટે સંમત થઈ છે.
5 મે 2021 ના રોજ, પેલોટોન ઇન્ટરેક્ટિવ અને કમિશને સંયુક્ત રીતે ટ્રેડમિલને પાછા લેવાની જાહેરાત કરી હતી. પેલોટોન ઇન્ટરેક્ટિવ ટ્રેડમિલમાં ખામીઓ વિશે જાણવા છતાં તરત જ કમિશનને સૂચિત કરવામાં નિષ્ફળ ગયું. યુ.એસ. કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશન અનુસાર, એજન્સી દ્વારા કંપની પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે પેલોટોન ઇન્ટરેક્ટિવે કમિશનને તાત્કાલિક જાણ કરવાની ઇરાદાપૂર્વક અવગણના કરી હતી. ટ્રેડમિલમાં ખામીઓ ગ્રાહકો માટે જીવન અને ગંભીર ઈજાનું જોખમ ઊભું કરે છે.
150 થી વધુ ફરિયાદો મળી
આ ઉપરાંત પેલોટને કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી એક્ટનું ઉલ્લંઘન કરીને પાછી લીધેલી ટ્રેડમિલનું વિતરણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે યુઝર્સે ડિસેમ્બર 2018થી શરૂ કરીને 2019 સુધીની ઘટનાઓ અંગે કમિશનને રિપોર્ટ્સ આપ્યા હતા અને આ દરમિયાન કમિશનને 150થી વધુ ફરિયાદો મળી હતી.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર