કંપનીએ આગામી નાણાકીય વર્ષ 2023-24માં 2500 કરોડ રૂપિયાની સેલ્સ બુકિંગનું લક્ષ્ય રાખ્યું હતુ. આ બધા કારણોને લીઘે બ્રોકરેજ ફર્મે તેની ખરીદીની રેટિંગને કાયમ રાખી છે અને 590 રૂપિયાનું ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યું છે
નવી દિલ્હીઃ રિયલ્ટી સેક્ટરની દિગ્ગજ કંપની સનટેક રિયલ્ટીના શેર ડિસેમ્બર ક્વાટરના શાનદાર પરિણામોના દમ પર એક ટકાથી વધારે મજબૂત છે. લાંબાગાળામાં તો તેણે માત્ર 59 હજાર રૂપિયાના રોકાણ પર રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. હવે ક્વાટરના પરિણામો પછી માર્કેટ એક્સપર્ટ આમાં 70 ટકાની તેજીની આશા રાખી રહ્યા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મે આમાં રોકાણ માટે 590 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે.
સનટેક રિયલ્ટીના શેર 4 એપ્રિલ 2006ના રોજ માત્ર 2.06 રૂપિયા મળી રહ્યા છે. હવે તે 16,893 ટકા ઉપર છે. તેનો અર્થ છે કે, તે સમયે આમાં લગાવેલા 59 હજાર રૂપિયા માત્ર 17 વર્ષોમાં 170 ટકા વધીને 1 કરોડ રૂપિયાની મૂડી બની ગયા છે. ગત વર્ષે 4 ફેબ્રુઆરી 2022ના રોજ તેના શેર 543.95 રૂપિયાના ભાવ પર હતા, જે તેનું એક વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ છે.
ત્યારબાદ વેચવાલીને કારણે આ શેર 10 મહિનામાં 42 ટકા તૂટીને 23 ડિસેમ્બર 2022ના રોજ 314.90 રૂપિયાના ભાવ પર આવી ગયા. જે 52 સપ્તાહનું સૌથી નીચું સ્તર છે. હજુ સુધી સનટેક રિયલ્ટીના શેર આ સ્તરથી લગભગ 10 ટકા રિકવર થઈ ગયા છે. જો કે, હજુ પણ એક વર્ષની હાઈથી તે 36 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે.
હવે આગળ શું?
સનટેક રિયલ્ટી માટે ડિસેમ્બર 2022 ક્વાટર શાનદાર રહ્યું. તેણે 400 કરોડ રૂપિયાનું વેચાણ બુકિંગ કર્યું, જે ઘરેલૂ બ્રોકરેજ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના 350 કરોડ રૂપિયાના અંદાજથી વધારે રહ્યું. કંપનીએ ચાલૂ નાણાકીય વર્ષ 2022-23માં 1800 કરોડ રૂપિયાની સેલ્સ બુકિંગનું લક્ષ્ય રાખ્યું હતુ. જેમાંથી એપ્રિલ-ડિસેમ્બરના 9 મહિનામાં 1070, કરોડ રૂપિયાનું બુકિંગ થઈ ગયું છે.
કંપનીએ આગામી નાણાકીય વર્ષ 2023-24માં 2500 કરોડ રૂપિયાની સેલ્સ બુકિંગનું લક્ષ્ય રાખ્યું હતુ. આ બધા કારણોને લીઘે બ્રોકરેજ ફર્મે તેની ખરીદીની રેટિંગને કાયમ રાખી છે અને 590 રૂપિયાનું ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યું છે. રોકાણને લઈને જોખમની વાત કરીએ, તો મુંબઈ પ્રોપર્ટી માર્કેટમાં સુસ્તી અને આવાસીય ઘરોની કિંમતોમાં ઘટાનાની શેર પર અસર જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર