Home /News /business /આ કંપનીએ લોન્ચ કર્યો IPO, પહેલા જ દિવસે મળ્યો ધમાકેદાર રિસપોન્સ; હજુ પણ લગાવી શકાય દાવ
આ કંપનીએ લોન્ચ કર્યો IPO, પહેલા જ દિવસે મળ્યો ધમાકેદાર રિસપોન્સ; હજુ પણ લગાવી શકાય દાવ
આ કંપનીએ લોન્ચ કર્યો IPO
બજાર જાણકારો પ્રમાણે, મેકફોસ લિમિટેડને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કંપનીના શેર આજે ગ્રે માર્કેટમાં 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. આ હિસાબથી કંપનીના શેરનું 172 રૂપિયા પર લિસ્ટિંગ થઈ શકે છે.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની મેકફોસ લિમિટેડનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ ગયો છે. કંપનીનો ઈશ્યૂ મંગળવાર 21 ફેબ્રુઆરી 2023 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે, આ આઈપીઓને પહેલા દિવસે જ જબરદસ્ત રિસપોન્સ મળ્યો છે. મેકફોસ લિમિટેડના આઈપીઓ રિટેલ રોકાણકારો તરફથી તગડો રિસપોન્સ મળ્યો છે અને ઈશ્યૂ ગણો સબસ્ક્રાઈબ થઈ ગયો છે. તેનો પ્રાઈસ બેન્ડ 96 રૂપિયાથી 102 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. ગ્રે માર્કેટમાં આ શેર પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
ગ્રે માર્કેટમાં કેવો ચાલી રહ્યો છે ભાવ?
બજાર જાણકારો પ્રમાણે, મેકફોસ લિમિટેડને ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કંપનીના શેર આજે ગ્રે માર્કેટમાં 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. આ હિસાબથી કંપનીના શેરનું 172 રૂપિયા પર લિસ્ટિંગ થઈ શકે છે. એટલે કે, લિસ્ટિંગના દિવસે જ આઈપીઓમાં રૂપિયા લગાવનારા લોકોને 69 ટકા સુધીનો ફાયદો મળી શકે છે.
મેકફોસ આઈપીઓ એક SME ઈશ્યૂ છે. આમાં 10 રૂપિયાના ફેસ વેલ્યૂના 2,328,000 ઈક્વિટી શેર સામેલ છે. એટલે કે તે કુલ 24 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. આમાં વેચાણ માટે ઓફર ફોર સેલ સામેલ છે. કંપનીએ તેના પ્રસ્તાવ દસ્તાવેજોમાં કહ્યું કે, શેર વેચનારા શેરધારકોને ઓએફએસ દ્વારા પૂરી આવક પ્રાપ્ત થશે અને કંપનીના ઈશ્યૂની આવકનો કોઈ હિસ્સો પ્રાપ્ત થશે નહિ. કંપનીના શેર 1 માર્ચ, 2023ના રોજ બીએસઈ એમએસઈ પર લિસ્ટ થવાની આશા છે.
કંપનીએ FY21-22માં 2.05 લાખ ઓર્ડરના માધ્યમથી 10,153 પિન કોડથી 80 હજારથી વધારે ગ્રાહકોને સેવા પ્રદાન કરી છે. ગ્રાહક આધારમાં કોર્પોરેટ ગ્રાહક અને રિટેલ ગ્રાહક સામેલ છે, જેમ કે ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના છાત્ર, શિક્ષણ સંસ્થા, સંશોધન અને ડેવલપર્સ જે પોતાના આઈડિયાઝને રિયલ્ટીમાં બદલી રહ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર