Home /News /business /સ્ટોક સ્પ્લિટની સાથે આ કંપની આપશે બોનસ શેર, બસ આટલા જ દિવસ રાહ જુઓ
સ્ટોક સ્પ્લિટની સાથે આ કંપની આપશે બોનસ શેર, બસ આટલા જ દિવસ રાહ જુઓ
કંપની આપશે બોનસ શેર
Q3 FY22માં કંપનીની આવક 10 ટકા વધીને 415 કરોડ રૂપિયા થઈ ગઈ છે. Q3 FY23માં વાર્ષિક રિકરિંગ આવક વાર્ષિક દરે 12 ટકા વધી છે. આ વચ્ચે કંપનીના બોર્ડ મેમ્બરે 1:1ના રેશિયોમાં બોનસ શેરને મંજૂરી આપી દીધી છે. સાથે જ 1:2ના ગુણોત્તરમાં શેર વિભાજનને પણ મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ ડિસેમ્બર ક્વાટરમાં IIFL વેલ્થ મેનેજમેન્ટનો ચોખ્ખો નફો વધીને 171.54 કરોડ રૂપિયા થઈ ગયો છે. Q3 FY23માં કુલ આવક 530.95 કરોડ રૂપિયા થઈ, જે ગત વર્ષના આ જ ક્વાટરમાં 570.62 કરોડ રૂપિયાના પ્રમાણમાં 7 ટકા ઓછો છે. કંપનીના શેર આજે 1.41 ટકા ઘટીને 1,912.75 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.
રેવન્યૂમાં 10 ટકાનો વધારો
Q3 FY22માં કંપનીની આવક 10 ટકા વધીને 415 કરોડ રૂપિયા થઈ ગઈ છે. Q3 FY23માં વાર્ષિક રિકરિંગ આવક વાર્ષિક દરે 12 ટકા વધી છે. આ વચ્ચે કંપનીના બોર્ડ મેમ્બરે 1:1ના રેશિયોમાં બોનસ શેરને મંજૂરી આપી દીધી છે. સાથે જ 1:2ના ગુણોત્તરમાં શેર વિભાજનને પણ મંજૂરી આપવામાં આવી છે. કંપની આ સૂચનાની તારીખથી 2 મહિનાની અંદર 18 માર્ચ 2023 કે તેનાથી પહેલા પ્રસ્તાવિત સબ-ડિવીઝનને પૂર્ણ કરી દેશે.
શેર વિભાજનને લઈને કંપનીએ કહ્યું કે, રિટેલ રોકાણકારોની ભાગીદારી અને માર્કેટમાં લિક્વિડિટીને વધારવા માંગે છે. સાથે જ નાના રોકાણકારોને માટે તેને વધારે સસ્તુ બનાવવાની છે. બોર્ડે 1:1 ના ગુણોત્તરમાં બોનસ ઈશ્યૂને મંજૂરી આપી છે. એટલે કે એક શેર પર એક બોનસ શેર મળશે.
જાણકારી અનુસાર, કંપનીના શેર આ વર્ષે YTDમાં 7.23 ટકા વધ્યા છે. ગત પાંચ કારોબારી દિવસોમાં 4.65 ટકા અને ગત એક વર્ષમાં 17.26 ટકા વધ્યો છે. તેનું મેક્સિસ રિટર્ન 43.34 ટકા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર