Home /News /business /આ કંપનીએ કરી 6 બોનસ શેર આપવાની જાહેરાત, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?
આ કંપનીએ કરી 6 બોનસ શેર આપવાની જાહેરાત, જાણો ક્યારે છે રેકોર્ડ ડેટ?
આ કંપની આપશે 6 બોનસ શેર
બીએસઈમાં અપર સર્કિટ લાગ્યા પછી ગ્લોબલ કેપિટલ માર્કેટના 1 શેરનો ભાવ 33.43 રૂપિયા થઈ ગયો. આ પહેલા કાલે એટલે કે સોમવારે પણ કંપનીના શેરોમાં 5 ટકાનું અપર સર્કિટ લાગ્યુ હતું. ગત 1 મહિના દરમિયાન તેણે તેના પોઝિશનલ રોકાણકારોને ગ્લોબલ કેપિટલ માર્કેટ લિમિટેડે 27.35 ટકાનું વળતર આપ્યું છે.
નવી દિલ્હીઃ શેરબજારમાં ગત 2 દિવસોથી સતત ગ્લોબલ કેપિટલ માર્કેટના શેરોમાં 5-5 ટકાનું અપર સર્કિટ લાગી રહ્યો છે. કંપનીના શેરોમાં અચાનક આવેલી આ તેજીનું કારણ બોનસ શેર છે. ગ્લોબલ કેપિટલ માર્કેટ તેના યોગ્ય રોકાણકારોને 6 બોનસ શેર આપવા જઈ રહી છે. જેની ગત સપ્તાહમાં કંપનીએ જાહેરાત કરી હતી.
સ્ટોક માર્કેટને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, ‘17 માર્ચે થયેલી બોર્ડની મીટિંગમાં 10 શેર પર 6 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ હજુ સુધી રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. આશા છે કે, 8 એપ્રિલ 2023ના રોજ વીડિયો કોન્ફરન્સન દ્વારા થનારી EOGMમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
બીએસઈમાં અપર સર્કિટ લાગ્યા પછી ગ્લોબલ કેપિટલ માર્કેટના 1 શેરનો ભાવ 33.43 રૂપિયા થઈ ગયો. આ પહેલા કાલે એટલે કે સોમવારે પણ કંપનીના શેરોમાં 5 ટકાનું અપર સર્કિટ લાગ્યુ હતું. ગત 1 મહિના દરમિયાન તેણે તેના પોઝિશનલ રોકાણકારોને ગ્લોબલ કેપિટલ માર્કેટ લિમિટેડે 27.35 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે, 1 વર્ષ પહેલા આ શેર પર દાવ લગાવીને હજુ સુધી હોલ્ડ કરનારા રોકાણકારોને 480 ટકાનું વળતર મળ્યું છે. જાણકારી અનુસાર, શેરબજારમાં આ બોનસ શેરની 52 સપ્તાહની હાઈ 45 રૂપિયા છે અને 52 સપ્તાહનું લો લેવલ 3.79 રૂપિયા પ્રતિ શેર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર