Home /News /business /નફા પર નફો! આ કંપનીએ કરી 13 બોનસ શેર આપવાની જાહેરાત, સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી

નફા પર નફો! આ કંપનીએ કરી 13 બોનસ શેર આપવાની જાહેરાત, સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી

બોનસ શેર આપશે આ કંપની

કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ‘બોનસ ઈક્વિટી શેરોને 13:10ના રેશિયોમાં જારી કરવા પર વિચારણા કરી મંજૂરી આપી છે.

નવી દિલ્હીઃ સ્મોલ કેપ કંપની વિન્ની ઓવરસીઝ લિમિટેડે તેના રોકાણકારોને વર્ષભરમાં જ માલામાલ કરી દીધા છે અને હવે તગડો નફો આપવા જઈ રહી છે. કંપનીના શેર એક વર્ષમાં જ 40 રૂપિયાથી વધીને 218.85 રૂપિયા પર પહોંચી ગયા છે. આ દરમિયાન તેણે 447 ટકાનું તગડું વળતર આપ્યું છે. કંપનીના બોર્ડ મેમ્બરે હાલમાં જ 13:10ના રેશિયોમાં બોનસ શેર અને સ્ટોક સ્પલિટને મંજૂરી આપી છે. કંપની કાપડ સેક્ટર સાથે જોડાયેલી છે.

10 ભાગમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી


કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ‘બોનસ ઈક્વિટી શેરોને 13:10ના રેશિયોમાં જારી કરવા પર વિચારણા કરી મંજૂરી આપી છે. તેનો અર્થ છે કે, 10 શેર પર કંપનીના 13 બોનસ શેર આપવામાં આવશે. આ ઉપરાંત એક શેરને 10 ભાગમાં વિભાજન માટે મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Budget 2023: આ છે નાણામંત્રી નિર્મલા સિતારમણના 6 ચાણક્ય, જેમના ખભા પર બજેટ બનાવવાની જવાબદારી

કંપનીના શેરોની સ્થિતિ


એનએસઈ પર શેર 25 જાન્યુએ 218.85 રૂપિયા પર બંધ થયા હતા. વિન્ની ઓવરસીઝ એક એસએમઈ આઈપીઓ શેર છે, જે 28 નવેમ્બર 2022ના રોજ લિસ્ટ થયા હતા. 2023માં હજુ સુધી લગભગ 50 ટકા વધ્યો છે. જ્યારે, ગત એક મહિનામાં આ શેરે 64.30 ટકાનું વળતર આપ્યું છે.

આ પણ વાંચોઃ આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 229.80 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહની સૌથી નીચી સપાટી 32.73 રૂપિયા છે. વિન્ની ઓવરસીઝ લિમિટેજની માર્કેટ કેપ 223.38 કરોડ રૂપિયા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment, Stock market

विज्ञापन