Home /News /business /Multibagger penny stock: 0.35 પૈસાના આ શેરે રોકાણકારોને હજારો ગણુ વળતર આપ્યુ, માત્ર 3 વર્ષમાં 25 હજારને બનાવી દીધા 1 કરોડ

Multibagger penny stock: 0.35 પૈસાના આ શેરે રોકાણકારોને હજારો ગણુ વળતર આપ્યુ, માત્ર 3 વર્ષમાં 25 હજારને બનાવી દીધા 1 કરોડ

માત્ર 3 વર્ષમા જ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ(ફાઈલ તસવીર)

Multibagger penny stock: દેશની અગ્રણી વેરહાઉસ કંપની બનવાની સ્પર્ધામાં સામેલ ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક લિમિટેડ એવી જ એક કંપની છે. આ કંપનીએ માત્ર 3.5 વર્ષોમાં તેના રોકાણકારોને હજારો ગણુ વળતર આપ્યુ છે. આ એક સ્મોલ કેપ કંપની છે, જેનું કુલ માર્કેટ કેપ લગભગ 106 કરોડ રૂપિયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: શેર બજારમાં કોઈ કંપની પર રૂપિયા લગાવાવમાં જોખમ તો રહે જ છે. નાની કંપનીઓમાં આ જોખમ વધારે રહે છે, જ્યારે મોટી અને પ્રખ્યાત કંપનીઓમાં જોખમ ઓછું હોય છે. ઘણી વાર નાની કંપનીઓ અપેક્ષાથી વધારે વળતર આપી દે છે. અને મલ્ટીબેગર બની જાય છે.

    માત્ર 3.5 વર્ષોમાં તેના રોકાણકારોને હજારો ગણુ વળતર આપ્યુ


    દેશની અગ્રણી વેરહાઉસ કંપની બનવાની સ્પર્ધામાં સામેલ ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક લિમિટેડ એવી જ એક કંપની છે. આ કંપનીએ માત્ર 3.5 વર્ષોમાં તેના રોકાણકારોને હજારો ગણુ વળતર આપ્યુ છે. આ એક સ્મોલ કેપ કંપની છે, જેનું કુલ માર્કેટ કેપ લગભગ 106 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચોઃ ICICI બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, બેંકે FD પર 0.25 ટકા સુધી વ્યાજ દરમાં વધારો કર્યો

    વળતરના મામલે દિગ્ગજ કંપનીઓને પણ માત આપી


    બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 28 માર્ચ 2019ના રોજ બિઝનેસ શરૂ કરવા વાળી કંપની ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિકે માત્ર 0.35 રૂપિયાના શેર કિંમતથી શરૂઆત કરી. લગભગ બે વર્ષ સુધી તે પેની શેરના રૂપમાં બિઝનેસ કરતી રહી, પરંતુ ત્યારબાદ તેના શેરોમાં જે વઘારો થયો અને તેનાથી દિગ્ગજ કંપનીઓને પણ વળતરના મામલે પાછળ છોડી દીધી. મંગળવાર, 4 ઓક્ટોબરના રોજ તેના શેર 147.25 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.

    સાડા ત્રણ વર્ષમાં હજાર ગણુ વળતર આપ્યુ


    ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક શેરોએ સાડા ત્રણ વર્ષમાં માત્ર 0.35 રૂપિયાથી શરૂઆત કરી અને આજે 147 રૂપિયાથી પણ વધારેની કિંમત પર ટ્રેડ થઈ રહ્યો છે. આ રીતે તેના શેરની કિંમતમાં લગભગ 41,971.43 ટકાનો વધારો થયો છે.

    આ પણ વાંચોઃ 'પુષ્પા' મૂવીવાળા લાલ ચંદની ખેતી તમને થોડા વર્ષોમાં બનાવી શકે કરોડપતિ, આ રહી A to Z માહિતી

    તો બની જાત કરોડપતિ


    ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિકમાં જો કોઈ વ્યક્તિએ 28 માર્ચ, 2019ના રોજ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત અને હજુ સુધી તેમાં કાયમ રાખ્યુ હોત, તો તે 1 લાખનું મૂલ્ય વધીને આજે 4.20 કરોડ રૂપિયા થઈ ગયુ હોત. ત્યારે, જો કોઈ રોકાણકારે માત્ર 25 હજાર રૂપિયા પણ આ શેરમાં લગાવ્યા હોત તો આજે તેના 25 હજાર રૂપિયાનું મૂલ્ય વધીને 1 કરોડ 5 લાખ રૂપિયા થઈ ગયુ હોત. આ રીતે એક નાના રોકાણથી પણ કરોડપતિ બની શકાય છે.


    ગત 3 મહિનામાં 50 ટકા સુધી વધ્યા શેર


    ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિકના શેરનુ વર્તમાન પ્રદર્શન જોઈએ તો ગત 1 મહિનામાં તેના શેરમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. ગત 3 મહિનામાં તેના શેર લગભગ 50 ટકા સુધી વધ્યા છે, જ્યારે ગત 1 વર્ષની વાત કરીએ તો તેના રોકાણકરોને 35.28 ટકા સુધીનું વળતર આપ્યુ છે. જો તેના રેકોર્ડ હાઈની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ હાઈ 216.30 રૂપિયા છે. વર્તમાનમાં આ સ્તરથી લગભગ 32 ટકાની નીચે ટ્રેડ કરી રહ્યો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Multibagger Penny Stock

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन