Home /News /business /Salary Bonus: કર્મચારીઓને તો જલસા જ જલસા...આ કંપનીએ બોનસ તરીકે 4 વર્ષનો પગાર આપ્યો!
Salary Bonus: કર્મચારીઓને તો જલસા જ જલસા...આ કંપનીએ બોનસ તરીકે 4 વર્ષનો પગાર આપ્યો!
કંપનીએ તેના પસંદગીના કર્મચારીઓને એક જ વારમાં 50 મહિનાનો પગાર બોનસ તરીકે આપ્યો છે.
Salary Bonus: એક કંપનીએ તેના કર્મચારીઓને બોનસ તરીકે લગભગ 4 વર્ષની સેલેરી આપી હતી. કંપનીનો બિઝનેસ પાછલા વર્ષમાં ખુબ સારો રહ્યો હતો. પરંતુ આ બોનસ દરેક કર્મચારીઓને આપવામાં આવ્યું નથી.
Salary Bonus: ઉદારતા દર્શાવતા, એક કંપનીએ તેના પસંદગીના કર્મચારીઓને એક જ વારમાં 50 મહિનાનો પગાર બોનસ તરીકે આપ્યો છે. કંપનીએ 'સ્ટેલર બોનસ' આપ્યું કારણ કે, વર્ષ 2022 કંપનીના બિઝનેસ અને નફાની દૃષ્ટિએ ખુબ લાભદાયી હતું. તાઈવાનની એવરગ્રીન મરીન કોર્પોરેશન કંપનીએ લગભગ ચાર વર્ષ માટે પગાર ચૂકવવાનું નક્કી કર્યું. નામ જાહેર ન કરવાની શરતે આ બાબતને સંબંધિત એક વ્યક્તિએ જણાવી હતી. આ વ્યક્તિએ જણાવ્યું કે સ્ટેલર બોનસ ફક્ત તે લોકોને જ મળ્યું છે જેઓ હાલમાં તાઈવાનમાં કામ કરી રહ્યા છે. સંબંધિત કર્મચારીઓને તેમના જોબ ગ્રેડ, કામના આધારે બોનસ આપવામાં આવ્યું હતું. એવરગ્રીન મરીન કોર્પોરેશન કંપની તાઈપે સ્થિત છે.
જો કે, એવરગ્રીન મરીન કોર્પોરેશને આ પહેલ વિશે વધુ જણાવવાનો ઇનકાર કર્યો છે. કંપનીએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કર્મચારીને તેમના વ્યક્તિગત પ્રદર્શન અને કંપનીના પ્રદર્શનના આધારે વર્ષ અંતનું બોનસ આપવામાં આવશે.
કંપની દ્વારા દેખાડવામાં આવેલી ઉદારતા પાછળ ઘણા કારણો છે. વાસ્તવમાં, કોરોના રોગચાળાને કારણે, છેલ્લા કેટલાક વર્ષોમાં શિપિંગ ઉદ્યોગનો વિકાસ થયો છે. આ કારણોસર, માલ-ભાડાના ભાવમાં વધારો થયો હતો, ગ્રાહકોની માલની માંગમાં વધારો થયો હતો. આ જ કારણ છે કે 2020ની સરખામણીમાં કંપનીનો નફો પણ વધીને 1 લાખ 70 હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.
અમુક કર્મચારીઓને 5 થી 8 ગણું બોનસ
તાઈપેના એક અખબારે ગયા અઠવાડિયે જ આ મામલાને લગતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. 30 ડિસેમ્બરે ઘણા કર્મચારીઓને બોનસ તરીકે લાખો રૂપિયા મળ્યા હતા. જોકે, આ કંપની સાથે જોડાયેલા દરેક કર્મચારીને આટલું બોનસ મળ્યું નથી. તેમજ શાંઘાઈમાં હાજર કંપનીના અન્ય કર્મચારીઓએ તેને ભેદભાવ ગણાવ્યો છે. આ કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમને માસિક પગારના માત્ર 5 થી 8 ગણું બોનસ મળ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં શેરબજારમાં આ શિપિંગ કંપનીની કામગીરી મિશ્ર રહી છે. વર્ષ 2021માં કંપનીના શેરમાં 250 ટકાનો વધારો જોવા મળ્યો હતો. પાછલા વર્ષે કંપનીના શેરમાં પણ 54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
જ્યારે કંપનીનું જહાજ ડૂબી ગયું
એવરગ્રીન મરીનનું નામ 2021ની શરૂઆતમાં ત્યારે સામે આવ્યું જ્યારે કંપનીનું એક જહાજ સુએઝ કેનાલમાં ફસાઈ ગયું. ત્યારબાદ આ મામલો મીડિયામાં ઘણીવાર હેડલાઈન્સ બન્યો હતો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર