Home /News /business /સોમવારે કેવું રહેશે બજાર? નિષ્ણાતોના NFITY50 અંગે અનુમાન પ્રમાણે દાવ ખેલશો તો ફાયદામાં રહેશો

સોમવારે કેવું રહેશે બજાર? નિષ્ણાતોના NFITY50 અંગે અનુમાન પ્રમાણે દાવ ખેલશો તો ફાયદામાં રહેશો

શેરબજારમાં સોમવારે અને પછીના આખા સપ્તાહમાં કેવી સ્થિતિ રહેશે આ નિષ્ણાતો પાસેથી સમજો.

Stock Market Weekly Update: 5 સપ્ટેમ્બરને સોમવારથી શરું થતું ભારતીય શેરબજારનું આ નવું સપ્તાહ એક નિશ્ચિત રેન્જમાં કામ કરતું જોવા મળશે. નિષ્ણાતોનું માનવું છે કે શેરબજાર આ સપ્તાહમાં 17300-17800 વચ્ચે રહેશે. અહીં સમજો સમગ્ર ચાલને ટેક્નિકલ ચાર્ટના આધારે.

વધુ જુઓ ...
  મુંબઈઃ શુક્રવારે ભારતીય શેરબજારમાં પૂર્ણ થયેલું સપ્તાહનું છેલ્લું સેશન વોલેટાઈલ માર્કેટ વચ્ચે છેલ્લે કોઈ ખાસ ફેરફાર વગર ઉભું રહ્યું. આ દિવસે ઓઇલ અને ગેસ, આઈટી સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ફાઈનાન્સિયલ અને એફએમસીજી સેક્ટરના શેરમાં ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પણ કોવિડ સમયના વ્યાજ દરોના ઘટાડા બાદ હવે તેમાં આક્રમક રીતે વધારો થઈ શકે છે અને ધીમી ગતિએ વધતો વૈશ્વિક આર્થિક ગ્રોથ રોકાણકારોની રિસ્ક લેવાની ભૂખને ઘટાડી રહ્યો છે.

  હવે ત્યારે ટેક્નિકલ ચાર્ટ ભારતીય બજારો માટે શું કહે છે?

  HDFC Securitiesના ટેકનિકલ રિસર્ચ એનાલિસ્ટ નાગરાજ શેટ્ટીના જણાવ્યા અનુસાર, નિફ્ટી50 એ દૈનિક ચાર્ટ પર નાના ઉપલા અને નીચલા શેડો સાથે એક નાની નેગેટિવ કેન્ડલ બનાવી છે, જે બજારમાં નેગેટિવ વલણ સૂચવે છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં નિફ્ટી 50 ઈન્ડેક્સ આગળના સપ્તાહમાં 17300-17800ના ઝોનમાં ટ્રેડ કરતી જોવા મળી શકે છે.

  Gold Price: શું દિવાળી સુધીમાં સોનાનો ભાવ 46 હજાર જશે? શું કહે છે એક્સપર્ટ

  જ્યારે નિફ્ટી બેંક બજારને સરપ્રાઈઝ આપી શકે

  બજાર નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટ વચ્ચે વધુ કોન્સોલિડેટ થઈ શકે છે, જોકે તમામ ક્ષેત્રોમાં મિશ્ર વલણથી ટ્રેડિંડની પૂરતી તકો પણ આપી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે. તેમ રેલિગેર બ્રોકિંગના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડેન્ડ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.

  મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, "બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના જોડાણમાં ઉછાળો આ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ આઉટપરફોર્મન્સ આગળ પણ ચાલુ રહેશે." આ સાથે તેમણે સલાહ આપતા કહ્યું કે આ સમયમાં રોકાણ માટે તમારે વધુ સાવચેતી પૂર્વક તમારા સ્ટોકનું સિલેક્શન કરવું જોઈએ અને દરેક ઘટાડે પોર્ટફોલિયોમાં વેલ્યુ સ્ટોક એડ કરતા રહેવું જોઈએ.

  5 સપ્ટેમ્બરના કારોબારી સત્ર પહેલા જાણો બજારની પાંચ મુખ્ય બાબતો

  વૈશ્વિક બજારો

  વોલ સ્ટ્રીટ સૂચકાંકો શુક્રવારે ઘટ્યા હતા કારણ કે યુએસ જોબ્સ રિપોર્ટના પ્રારંભિક લાભો દર્શાવે છે કે યુરોપિયન ગેસ કટોકટીની ચિંતાઓને ધ્યાને રાખીને અમેરિકન લેબર માર્કેટ નબળું પડવાનું શરું કરી રહ્યું છે. શુક્રવારે અમેરિકન બજારના મુક્ય એક્સચેન્જ S&P 500 અને ડાઉ જોન્સ બંને 1.1 ટકા ઘટ્યા હતા અને ટેક સ્ટોક્સ ધરાવતા નાસ્ડેક કમ્પોઝિટ 1.3 ટકા ઘટ્યો હતો. જ્યારે S&P 500 ફ્યુચર્સ છેલ્લા આંકાડા મુજબ 0.9 ટકા તૂટ્યો હોતો, જે ભવિષ્યમાં વોલ સ્ટ્રીટ પર આગળની નબળી શરૂઆત સૂચવે છે.

  પતંજલી ફૂડ્સના શેરે 52 સપ્તાહનો હાઈ બનાવ્યો, એક્સપર્ટ્સે કહ્યું હજુ 43 ટકા વધી શકે

  દલાલ સ્ટ્રીટમાં શું અપેક્ષા રાખવી?

  HDFC Securitiesના શેટ્ટીનું માનવું છે કે નિફ્ટી ટૂંકા ગાળાના વલણમાં ચોપી રહેશે. આ સપ્તાહે નિફ્ટી50 17,300-17,800ની રેન્જમાં રહેવાની તેમને અપેક્ષા છે. તેમણે પોતાના અનુમાન અંગે તર્ક આપતા કહ્યું કે, "17,800ની આસપાસના ઊંચા સ્તરેથી વેચવાલીનું દબાણ અને 17,300ની નીચી સપાટીથી ખરીદી ઉભરી આવવાની સંભાવના હોઈ શકે છે. આથી બજાર નજીકના ગાળામાં 'બાય ઓન ડીપ્સ અને સેલ ઓન હાઈ'ની તક આપી શકે છે."

  કી મૂવિંગ એવરેજ
  Period (No. of sessions)SMA
  Nifty50Nifty Bank
  517,566.4
  39,434.3
  1017,557.439,376.4
  2017,600.239,387.4
  5017,555.539,083.7
  10017,644.2
  39,027.3
  20017,473.338,498  નિફ્ટી 50 તેની લાંબા ગાળાની સિમ્પલ મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થવાનું ચાલું રહી શકે છે. પરંતુ તેની આ એવરેજ 5, 10, 20, 50 અને 100દિવસના સ્તરથી નીચે રહી શકે છે.

  Tamilnad Mercantile Bankનો IPO સોમવારે ખુલશે, દાવ લગાવતા પહેલા 10 જરુરી વાત જાણી લો

  FII \ DII Activity

  fii dii data
  વિદેશી અને સ્થાનિક ઇન્સ્ટિટ્યુશન રોકાણકારોના લે-વેચ ડેટા.


  ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) અને ડોમેસ્ટિગ ઈન્સ્ટિટ્યુશન ઈન્વેસ્ટર્સ (DII) દ્વારા શુક્રવારે નેટ સેલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગત મહિને તેમણે નેટ બાયિંગ કરી હતી. જેમાં છેલ્લા 10 મહનાના વેચાણ પછી એક જ મહિનામાં FII દ્વારા 22,025.8 કરોડની ખરીદદારી છે. જ્યારે આ મહિનામાં ડીઆઈઆઈએ રુ.7068.9 કરોડના શેર વેચ્યા હતા.

  લાંબાગાળાનું બિલ્ડ-અપ
  StockCurrent OICMPPrice changeOI change
  INDIAMART340,2004,761.105.61%25.09%
  ASTRAL658,9002,3176.11%23.46%
  ITC74,108,800325.32.15%16.12%
  UBL1,091,6001,714.052.85%15.46%
  LT9,291,6001,9391.22%10.75%  અહીં નિષ્ણાએ પાંચ શેર સૂચવ્યા છે જેમાં લાંબાગાળનું બિલ્ડ અપ બની રહ્યું છે અને આ શેરમાં ઓપન ઈન્ટેરેસ્ટ તેમજ કિંમતો વધી રહી છે.

  વિદેશી રોકાણકારો આ 5 શેર્સમાં કરી રહ્યા છે ધોમ રોકાણ, તમારા માટે પણ બની શકે ફાયદાનો સોદો

  લાંબાગાળાનું અનવાઈડિંગ
  StockCurrent OICMPPrice changeOI change
  GNFC5,701,800733.5-0.46%-2.10%
  SRF3,251,6252,617.70-2.10%-1.96%
  DLF36,471,600397-0.79%-1.92%
  BSOFT6,636,500322.05-0.29%-1.78%
  MRF60,73084,360.70-1.05%-1.70%  આ શેર્સમાં લાંબાગાળાનું અનવાઇડિંગ જોવા મળી રહ્યું છે.

  52 વીકના હાઈ
  ABBESCORTSMHRIL
  ADANIENTFEDERALBNKNHPC
  ASAHIINDIAGMMNTPC
  ASHOKLEYHALPATANJALI
  BANKBARODAINDHOTELPCBL
  BELITCPIDILITIND
  CHOLAFINKALYANKJILSCHAEFFLER
  COCHINSHIPKSBSKFINDIA
  EIHOTELLAXMIMACHTIMKEN
  ELGIEQUIPM&MTVSMOTOR  બીએસઈ 500 યુનિવર્સ પર ટોટલ 30 શેર છે જેમાં 52 સપ્તાહનો હાઈ જોવા મળ્યો છે.

  Tata Groupની વધુ એક કંપનીના લિસ્ટિંગની તૈયારી, ટાટા પ્લે આ મહિનામાં જ કરી શકે છે સેબીને પેપર્સ સબમિટ

  52 વીકનો લૉ

  આ દરમિયાન ત્રણ શેર એવા છે જેમાં 52 સપ્તાહનો લૉ જોવા મળ્યો છે. આ ત્રણ શેરમાં Biocon, Natco Pharma અને Sanofi છે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Nifty50, Share market, Stock Markets

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन