Home /News /business /આ મલ્ટીબેગર કંપનીના શેરમાં 22 ટકા કમાણીના ચાન્સ; બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ
આ મલ્ટીબેગર કંપનીના શેરમાં 22 ટકા કમાણીના ચાન્સ; બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ
આ શેરમાં 22 ટકા કમાણીના ચાન્સ
સીસીએલ પ્રોડક્ટ્સના શેર 24 જાન્યુ 2003ના રોજ માત્ર 1.88 રૂપિયાના ભાવ પર મળી રહ્યા હતા. હવે તે 28,222 ટકા ઉપર 532.45 રૂપિયાના ભાવ પર છે. તેનો અર્થ છે કે, તે સમયે માત્ર 36 હજાર રૂપિયાનું રોકાણ હવે 283 ટકા વધીને 1.02 કરોડ રૂપિયા થઈ ગયું છે. ખાસ વાત તો એ છે કે, લાંબાગાળામાં નહિ પણ ઓછી ટાઈમ ફ્રેમમાં પણ તેણે શાનદાર રિટર્ન આપ્યુ છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ કોફી કંપની સીસીએલ પ્રોડક્ટ્સએ ન માત્ર લોકોના દિમાગના જોરને ઘટાડ્યુ છે પણ તેમની વેલ્થને પણ નવી એનર્જી આપી છે. ગત પાંચ દિવસોમાં જ આ શેર અઢી ટકાથી વધારે મજબૂત થયો છે, પરંતુ લાંબાગાળામાં તો રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે અને તે પણ માત્ર સામાન્ય રોકાણથી. માર્કેટ એક્સપર્ટ આમાં આગળ તેજીનો અંદાજ લગાવી રહ્યા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એક્સિસ ડાયરેક્ટે આમાં રોકાણ માટે 650 રૂપિયાના લક્ષ્ય કિંમત નક્કી કરી છે. જે વર્તમાન ભાવથી 22 ટકા અપસાઈડ છે. ગઈકાલે પણ તેના શેર 2.40 ટકાના ઉછાળાની સાથે 532.45 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા.
36 હજારના રોકાણ પર બનાવ્યા કરોડપતિ
સીસીએલ પ્રોડક્ટ્સના શેર 24 જાન્યુ 2003ના રોજ માત્ર 1.88 રૂપિયાના ભાવ પર મળી રહ્યા હતા. હવે તે 28,222 ટકા ઉપર 532.45 રૂપિયાના ભાવ પર છે. તેનો અર્થ છે કે, તે સમયે માત્ર 36 હજાર રૂપિયાનું રોકાણ હવે 283 ટકા વધીને 1.02 કરોડ રૂપિયા થઈ ગયું છે. ખાસ વાત તો એ છે કે, લાંબાગાળામાં નહિ પણ ઓછી ટાઈમ ફ્રેમમાં પણ તેણે શાનદાર રિટર્ન આપ્યુ છે.
ગત વર્ષે 11 મે 2022ના રોજ તેના શેર 315.60 રૂપિયા ભાવ પર હતા, જે એક વર્ષનું રેકોર્ડ નીચુ સ્તર છે. જો કે, ત્યારબાદ માત્ર 7 મહિનામાં જ તે 81 ટકા ઉછળીને 571.95 રૂપિયાની રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. તેના તેજી હજુ પણ રોકાઈ નથી અને હાલ પણ તે હાઈ લેવલથી 7 ટકા ડિસ્કાઉન્ટ પર છે.
હવે આગળ શું?
રશિયા-યૂક્રેનની લડાઈએ વૈશ્વિક સપ્લાય ચેઈનને બહુ જ ખરાબ રીતે પ્રભાવિત કરી છે. જેના કારણે વૈશ્વિક કોફી કંપનીઓ કાચા માલની સપ્લાય માટે એવી કંપનીઓની તપાસ કરવા લાગી જે અલગ-અલગ જગ્યાએ હાજર હોય. સીસીએલ પ્રોડક્ટ્સને પણ તેનો ફાયદો મળ્યો. સીસીએલ પ્રોડક્ટ્સના ભારત અને વિયતનામમાં પ્લાન્ટ છે, જ્યરે બ્રાજીલી કંપનીઓ પોતાના દેશમાં જ પ્લાન્ટ ઘરાવે છે, જેથા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સીસીએલને સફળતા મળી. હાલ કંપની વિયતનામમાં તેની ક્ષમતાને બમણી કરી રહી છે અને ભારતમાં વિસ્તાર કરી રહી છે.
જ્યારે કંપની હાઈ-માર્જિન બ્રાન્ડેડ રિટેલ બિઝનેસ જેમ કે ક્વાન્ટિનેન્ટલ કોફી અને પ્લાન્ટ બેસ્ટ મીટ પ્રોટીનમાં એન્ટ્રી કરી રહી છે. સીએજીઆઈ અને ચોખ્ખો નફો સીએજીઆરથી વધી શકે છે. એવામાં બ્રોકરેજ ફર્મે આમાં રોકાણ માટે લક્ષ્ય કિંમતને 600 રૂપિયાથી વધારીને 650 રૂપિયા કરી દીધી છે અને ખરીદીની રેટિંગ આપી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર