Home /News /business /Sharda Cropchem: પાંચ ટ્રેડિંગ સેશનમાં 42% ભાગ્યો આ કેમિકલ શેર, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
Sharda Cropchem: પાંચ ટ્રેડિંગ સેશનમાં 42% ભાગ્યો આ કેમિકલ શેર, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)
Sharda Cropchem share: આનંદરાઠીએ પોતાની એક નોટમાં કહ્યુ છે કે Sharda Cropchem આગળ ખૂબ સારું વળતર આપી શકે છે. કંપનીનું ધ્યાન બજારમાં સારી એવી જગ્યા બનાવવા પર કેન્દ્રીત છે.
મુંબઈ. Hot stocks : શેર બજાર (Indian share market)માં અનેક શેર રોકાણકારોને માલામાલ કરતા હોય છે. જો યોગ્ય સમયે યોગ્ય શેરની પસંદગી કરી લેવામાં આવે તો રોકાણકારો લાખોપતિ અને કરોડોપતિ પણ બની જાય છે. દર વર્ષે અનેક શેર મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપતા હોય છે. શારદા ક્રોપકેમ (Sharda Cropchem stock) આવો જ એક શેર છે. આ એક મલ્ટીબેગર શેર છે. આ શેરે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 42 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (Sensex) ચાર ટકા તૂટી ગયો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ કેમિકલ શેરે (Chemical stock) 53 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 90 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ બ્રોકરેજ હાઉસ આ શેર પર Bullish છે.
કંપનીની આવકમાં વધારો
તમામ ક્ષેત્રમાં મજબૂત વિકાસ, આવકમાં વધારો અને ઉત્તમ પ્રોડક્ટ મિક્સને પગલે 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક દરમિયાન Sharda Cropchem કંપનીની આવક વાર્ષિક આધારે 78 અને ત્રિમાસિક આધારે 37 ટકા વધી છે.
600 રૂપિયાનો ટાર્ગેટ
આનંદરાઠીએ પોતાની એક નોટમાં કહ્યુ છે કે Sharda Cropchem આગળ ખૂબ સારું વળતર આપી શકે છે. કંપનીનું ધ્યાન બજારમાં સારી એવી જગ્યા બનાવવા પર કેન્દ્રીત છે. કંપની રોકાણ પણ વધારી રહી છે. જેનાથી કંપનીના બિઝનેસને મજબૂતી મળશે. આશા છે કે 2022-24ના સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં વાર્ષિક આધારે 14 ટકા અને નફો વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો જોઈ શકાય છે. આનંદરાઠીએ આ શેરને BUY રેટિંગ આપ્યું છે. આ સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી 600 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
વધુ એક બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
વધુ એક બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, છેલ્લા થોડા વર્ષો દરમિયાન Sharda Cropchem કંપનીનું પ્રદર્શન અનેક કારણોને લઈને દબાણ હેઠળ રહ્યું હતું. જેના કારણો ખરાબ જિયોગ્રાફિકલ મિક્સ, કાચા માલની કિંમતમાં ઝડપથી વધારો તેમજ ઉત્પાદન ખર્ચને ગ્રાહકો પર ન નાખી શકવો વગેરે છે. હાલ કંપની આ તમામ પડકારો સામે લડવા માટે ખૂબ સફળ રહી છે. આ વાતને ધ્યામાં રાખીને અમે શેર માટે Buy રેટિંગ આપ્યું છે. આ શેર બહુ ઝડપથી 570 રૂપિયા સુધી પહોંચી શકે છે.
25મી જાન્યુઆરીના રોજ Sharda Cropchem શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. 25મી જાન્યુઆરીએ એનએસઈ પર આ શેર 87.55 ટકા વધીને 525.35 રૂપિયા પર પહોંચ્યો હતો.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણની સલાહ આપવામાં આવતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર