Home /News /business /Multibagger Return: પિડિલાઇટના રોકાણવાળી આ કેમિકલ કંપનીએ આપ્યું તગડું વળતર, રોકાણકારો માલામાલ

Multibagger Return: પિડિલાઇટના રોકાણવાળી આ કેમિકલ કંપનીએ આપ્યું તગડું વળતર, રોકાણકારો માલામાલ

આ કેમિકલ કંપનીએ રોકાણકારો આપ્યુ તગડુ વળતર

Multibagger Stock: સ્થાનિક બજારની વાત કરીએ તો, આ વર્ષે 2022માં હજુ સુધી સેંસેક્સમાં લગભગ 3.5 ટકા સુધીનો ઘટાડો થયો છે. પરંતુ તે દરમિયાન ઘણા શેરોએ રોકાણકારોના રૂપિયા બમણાંથી પણ વધુ વધાર્યા છે

    નવી દિલ્હીઃ પારેખ ગ્રુપ કંપનીની કેમિકલ ટ્રેડિંગ કંપની Vinyl chemicals(india)એ રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થઈ છે. આના શેર આ વર્ષે હજુ સુધી 173 ટકાથી વધારે મજબૂત થયા છે, એટલે કે રોકાણકારોના રૂપિયા બમણાંથી વધુ થયા છે. ટૂંકાગાળાની વાત કરીએ તો પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝની રોકાણ વાળી આ કંપનીના શેર એક મહિનામાં લગભગ 20 ટકા ઉછળ્યા છે.

    આ વર્ષે બજાર અસ્થિર રહ્યું


    રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધ અને કેન્દ્રીય બેંકોની કડક નાણાકીય નીતિઓને કારણે આ વર્ષે બજારમાં ઘણું અસ્થિર રહ્યુ છે. સ્થાનિક બજારની વાત કરીએ તો, આ વર્ષે 2022માં હજુ સુધી સેંસેક્સમાં લગભગ 3.5 ટકા સુધીનો ઘટાડો થયો છે. પરંતુ તે દરમિયાન ઘણા શેરોએ રોકાણકારોના રૂપિયા બમણાંથી પણ વધુ વધાર્યા છે.

    આ પણ વાંચોઃ માર્કેટના ઉતાર-ચઢાવથી ડર્યા વગર આ 3 રીતે રોકાણ કરીને થઈ શકો છો માલામાલ 

    10 વર્ષમાં 63 ગણુ વધ્યુ રોકાણ


    વિનાઈલ કેમિકલ્સના શેર લગભગ 10 વર્ષ પહેલા બીએસઈ પર 10.34 રૂપિયાના ભાવ પર હતા. આજે 30 સપ્ટેમ્બરે આ શેર 649.50 રૂપિયાના ભાવ પર મળી રહ્યા છે, એટલે કે રોકાણકારોના રૂપિયા માત્ર 10 વર્ષમાં 63 ગણાં વધ્યા છે. જો તે સમયે રોકાણકારોએ એક લાખ રૂપિયા વિનાઈલ કેમિકલ્સમાં લગાવ્યા હોત તો, આજે તે વધીને 63 લાખ રૂપિયા થયા હોત. તેનો માર્કેટ કેપ 1,191.27 કરોડ રૂપિયા છે.

    કંપની વિશે જાણકારી


    વિનાઈલ કેમિકલ્સ પારેખ ગ્રુપની કંપનીનો એક ભાગ છે. કંપનીની જૂન 2022 ક્વાટર શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, પ્રમોટર તરીકે પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીનો તેમાં 40.64 ટકા હિસ્સો છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, પહેલા તે વિનાઈલ એસીટેટ મોનોમરનું ઉત્પાદન કરતી હતી, પરંતુ હવે તે તેને વિદેશમાંથી આયાત કરીને ભારતમાં બિઝનેસ કરે છે.

    આ પણ વાંચોઃ IPO હોય તો આવો! લિસ્ટ થયાના 13 દિવસમાં રોકાણકારોના રુપિયા ડબલ


    કંપનીના રેવન્યૂમાં પણ ઘટાડો થયો


    કંપનીની નાણાકીય સ્થિતિની વાત કરીએ તો બીએસઈ પર દર્શાવેલા આંકડા અનુસાર, ક્વાટર આધાર પર ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત કંપની માટે સારી રહી નથી. કંપનીનું નેટ પ્રોફિટ એપ્રિલ-જૂન 2022 માં ક્વાટર આધાર પર 1.45 કરોડ રૂપિયાથી ઘટીને 1.09 કરોડ રૂપિયા પર આવી ગયુ હતું. રેવન્યૂ પણ આ સમયગાળામાં 12.05 કરોડ રૂપિયાથી ઘટીને 31.07 કરોડ થયું હતું.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Investment news, Multibagger Stock, Share market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन