Home /News /business /Multibagger Stocks: આ કંપનીના શેરે રોકાણકારોને આપ્યું કરોડોનું વળતર, ત્રણ વર્ષ પહેલા માત્ર 0.21 રૂપિયા હતી કિંમત

Multibagger Stocks: આ કંપનીના શેરે રોકાણકારોને આપ્યું કરોડોનું વળતર, ત્રણ વર્ષ પહેલા માત્ર 0.21 રૂપિયા હતી કિંમત

આ કંપનીના શેરે ત્રણ વર્ષમાં રોકાણકારોને બનાવ્યા માલામાલ(ફાઈલ તસવીર)

Multibagger Stocks: ક્રેસાન્ડા સોલ્યુશન્સ લિમિટેડ એવી જ એક કંપની છે, જેણે ગત ત્રણ વર્ષમાં તેના રોકાણકારોને કરોડોનો નફો કરાવ્યો છે. જો કોઈ રોકાણકારે આજ થી 3 વર્ષ પહેલા આ પેની સ્ટોક્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તેને અત્યાર સુધી વેચ્યા ન હોત, તો તેના 1 લાખ રૂપિયાની કિમત આજે વધીને 1.66 કરોડ રૂપિયા થઈ ગઈ હોત અને તે લખપતિથી કરોડપતિ થઈ ગયો હોત.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન જ્યારે પૂરી દુનિયામાં આર્થિક પ્રવૃતિઓ બંધ થઈ ગઈ હતી. ત્યારે ભારતીય શેર બજાર દરરોજ નવા રેકાર્ડ બનાવી રહ્યુ હતું. સેન્સેક્સ અને નિફ્ટીએ તેનું મહત્તમ સ્તર આ જ સમયગાળામાં પ્રાપ્ત કર્યુ હતુ. આ તેજીના સમયગાળામાં ઘણા પેની શેરો રોકેટની સ્પીડથી પણ ઝડપી ઉડાન ભરી અને માત્ર ત્રણ વર્ષોની અંદર તેના રોકાણકારોને લખપતિથી કરોડપતિ બનાવ્યા હતા. ક્રેસાન્ડા સોલ્યુશન્સ લિમિટેડ એવી જ એક કંપની છે, જેણે ગત ત્રણ વર્ષમાં તેના રોકાણકારોને કરોડોનો નફો કરાવ્યો છે.

    3 વર્ષ પહેલા શેરની કિંમત માત્ર 0.21 રૂપિયા હતી


    Cressanda Solutionsના શેર શુક્રુવાર 30 સપ્ટેમ્બરે બીએસઈ પર 34.95 રૂપિયાના સ્તર પર બંધ થયા હતા. જો કે, આજથી 3 વર્ષ પહેલા 27 સપ્ટેમ્બર 2019ના રોજ બીએસઈ પર તેના શેરની કિંમત માત્ર 0.21 રૂપિયા હતી. એટલે ચાર આનાતી પણ ઓછી. આ રીતે ગત 3 વર્ષોમાં તેના શેરની કિંમતમાં 16,542.89 ટકાનો ભારે વધારો થયો છે.તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે આજ થી 3 વર્ષ પહેલા આ પેની સ્ટોક્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તેને અત્યાર સુધી વેચ્યા ન હોત, તો તેના 1 લાખ રૂપિયાની કિમત આજે વધીને 1.66 કરોડ રૂપિયા થઈ ગઈ હોત અને તે લખપતિથી કરોડપતિ થઈ ગયો હોત.

    આ પણ વાંચોઃ તહેવારોમાં ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખો આ બાબતો, રૂપિયાની સાથે સાથે સમય પણ બચશે 

    1 વર્ષમાં 18 ટકા સુધી વધી રોકાણકારોની મૂડી


    Cressanda Solutions ના શેર એક વર્ષ પહેલા બીએસઈ પર 1.89 રૂપિયાના ભાવ પર ઉપલબ્ધ હતા, જે આ જે વધીને 34.95 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. આ રીતે માત્ર એક વર્ષમાં જ આ શેરે તેના રોકાણકારોને 18 ટકાથી પણ વધારે વળતર આપ્યુ છે. જ્યારે વર્ષ 2022ની શરૂઆતથી લઈને અત્યાર સુધી આ શેરની કિંમતોમાં લગભગ 414.73 ટકાનો વધારો આવ્યો છે.

    તેનો અર્થ છે કે, જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા Cressanda Solutionsના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હોત, તો આજે તેના 1 લાખ રૂપિયાનું મૂલ્ય વધીને લગભગ 18 લાખ રૂપિયા થઈ ગયુ હોત. જો કોઈ રોકાણકારે વર્ષ 2022ની શરૂઆતમાં તેના 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો, તેના રોકાણનું મૂલ્ય આજે વધીને 5.14 લાખ રૂપિઆ થઈ ગયું હોત.

    આ પણ વાંચોઃ નવરાત્રિમાં માતાજી પુરી કરશે ઈચ્છા, સાયકલના ભાવમાં મળશે બુલેટ


    કંપની વિશે વિગતો


    જાણકારી અનુસાર, મુંબઈમાં હેડક્વાટર ધરાવતી ક્રેસાાન્ડા સોલ્યુશન્સ એક આઈટી સર્વિસિઝ મેનેજમેન્ટ કંપની છે. તે આઈટી ડિજિટલ મીડિયા અને આઈટી-ડનેબલ્ડ સેવા આપવાનો બિઝનેસ કરે છે.કંપનીનું બજાર મૂલ્ય અત્યારે હાલ 1.39 કરોડ રૂપિયા છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Multibagger Stock, Share market

    विज्ञापन
    विज्ञापन