બદલાઈ ગયું ઈન્કમ ટેક્સનું આ ફોર્મ, હવે સરકારને સરળતાથી મળશે તમારા ટ્રાન્જેક્શનની જાણકારી

બદલાઈ ગયું ઈન્કમ ટેક્સનું આ ફોર્મ, હવે સરકારને સરળતાથી મળશે તમારા ટ્રાન્જેક્શનની જાણકારી
પ્રતિકાત્મ તસવીર

તમે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે આ ધ્યાન રાખવું જરૂરી છે કે ફોર્મ 26AS તમારા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ અંગે સરકારે મોટો ફેરફાર 1 જૂનથી લાગુ કરી દીધો છે.

 • Share this:
  નવી દિલ્હીઃ સીબીડીટી એટલે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (Central Board of Direct Taxes (CBDT))એ કહ્યું છે કે આ આકલન વર્ષના કરદાતાઓએ એક સારુ ફોર્મ 26 એએસ દેખાશે. જે ટેક્સ પેયર્સના નાણાંકિય ટ્રાન્જેક્શન ઉપર વધારે માહિતી આપશે. CBDTના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફોર્મ 26AS ટેક્સપેયરના ટેક્સ રિટર્નને જલદી અને યોગ્ય રીતે ઈ ફાઈલ કરવામાં મદદ કરશે.

  ઉલ્લેખનીય છે કે સીબીડીટી તાજેતરમાં નવા ફોર્મ 26એએસમાં નવા ફેરફાર સાથે એક અધિસૂચિત કરી દીધી છે. આ તમારું વાર્ષીક ટેક્સ સ્ટેટમેન્ટ છે. તમે તમારા પાન નંબરની મદદથી આ ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટથી (Website of Income Tax Department) કાઢી શકાશે. જો તમે તમારી આવક ઉપર ટેક્સ ચૂકવ્યો છે અથવા તમને થયેલી કોઈ કમાણી ઉપર કોઈ વ્યક્તિ - સંસ્થાએ ટેક્સ કાપ્યો છે તો તેનો ઉલ્લેખ પણ તમને ફોર્મ 26એએસમાં મળી જાય છે.  હવે શું થયું? ટેક્સ એક્સપર્ટ ગૌરી ચડ્ડાએ જણાવ્યું છે કે પહેલા આ ફોર્મને એન્યુઅલ ટેક્સ ફોર્મ કહેવાતું હતું. હવે આ એન્યુઅલ ઈન્ફોર્મેશન ફોર્મ કહેવાય છે. હવે આમાં એક ટેક્સપેયર્સના બધી જ ફાઈનાશિયલની જાણકારી હશે. શેરોની ખરીદી, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કે પછી પ્રોપર્ટીની લેવડ-દેવડ જેવી બધી જ જાણકારી આમાં હશે.

  જાણો ફોર્મ 26AS (What is Form 26AS): ફોર્મ 26એએસમાં તમે સરકારને ચૂકવેલા કરની જાણકારી હશે જ્યારે તમે વધારે ટેક્સ ચૂકવ્યો હશે. અને તમે તેનું રિફન્ડ ફાઈલ કરવા માંગતા હશો તો આ અંગે પણ ફોર્મમાં ઉલ્લેખ હોય છે. જો તમને કોઈ નાણાંકિય વર્ષમાં ઈન્કમ ટેક્સ રિફન્ડ મળ્યો છે તો તેનું પણ વિવરણ હશે. એક કર્મચારી તરેક તમને સમય સમય ઉપર ટ્રેસેજની વેબસાઈટ ઉપર ફોર્મ 26એએસ ચેક કરવું જરૂરી છે. જો તમારા ટીડીએસથી પેન નંબર જોડાયેલો છે તો તમે આ વેબસાઈટ ઉપર ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ જોઈ શકો છો. ટ્રેસેસની વેબસાઈટ ઉપર આ સુવિધા મફત ઉપલબ્ધ છે.

  ઇનકમ ટેક્સની વેબાઇટથી કરી શકો છો ફોર્મ 16એએસને ડાઉનલોડ

  એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરુ કરતા પહેલા તમને ફોર્મ 26એએસ, ઓર્મ 16 અને ફોર્મ 16એ ધ્યાનથી ચેક કરવાની જરૂર છે. જો બધું જ બરોબર હોય તો જ તમે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો.

  આ પણ વાંચોઃ-શું મચ્છર કરડવાથી ફેલાય છે કોરોના વાયરસ? રિસર્ચમાં થયો આવો ખુલાસો

  આ પણ વાંચોઃ-જોરદાર ઈનોવેશન! અમદાવાદઃ હવે તમારા કાંડામાં લાગેલા બેન્ડથી થશે હેન્ડ સેનિટાઈઝ

  તમે ફોર્મ 26એએસ ટ્રેસેસની વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ 26એએસને ડાઉનલોડ કરવા માટે ઇન્કમ ટેક્સ ફાઇલિંગની વેબસાઇટ ઉપર લોગ ઇન કરો. ત્યારબાદ માય એકાઉન્ટ સેક્સનમાં તમે વ્યૂ ફોર્મ 26એએસ (ટેક્સ ક્રેડિટ) ટેબ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમે ટ્રેસેજની વેબાઈટ ઉપર પહોંચી જશો.

  અહીં તમે એસેસમેન્ટ વર્ષ નાંખ્યા બાદ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. તમરી જન્મ તારીક ફોર્મ 26એએસને ખોલવા માટે પાસવર્ડની જેમ વપરાય છે.
  Published by:ankit patel
  First published:July 18, 2020, 17:29 pm