Home /News /business /શું છે PPF કેલ્ક્યુલેટર? 15 વર્ષના જમા પૈસાની આ રીતે કરી શકો છો ગણતરી
શું છે PPF કેલ્ક્યુલેટર? 15 વર્ષના જમા પૈસાની આ રીતે કરી શકો છો ગણતરી
શું છે PPF કેલ્ક્યુલેટર? 15 વર્ષના જમા પૈસાની આ રીતે કરી શકો છો ગણતરી
PPF Calculator Online: સરકાર દ્વારા લોકોને લાંબા સમય માટે રોકાણ માટે પીપીએફનો ઓપ્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં રોકાણકારોને એક નિશ્ચિત વ્યાજ જ મળે છે. જોકે દરેકને પ્રશ્ન હોય છે કે આ રીતે તો લાંબાગાળે તેમની પાસે કેટલા રુપિયા જમા થશે, તોઆ કેલક્યુલેટર ખૂબ જ મદદરુપ છે.
સરકાર દ્વારા લોકોના હિત માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાં પીપીએફ (PPF) એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund)નો પણ સમાવેશ થાય છે. પીપીએફના માધ્યમથી સરકાર લોકોને લાંબા સમય સુધી રોકાણ (Long Term Investment) કરવાનું માધ્યમ પૂરું પાડે છે. આમાં રોકાણકારોને ચોક્કસ વ્યાજ પણ મળે છે. સાથે જ પીપીએફ સ્કીમમાં મેચ્યોરિટીની રકમ (How to Calculate PPF Maturity Amount) 15 વર્ષ બાદ મળે છે.
ઘણા લોકો એ પણ જાણવા માંગતા હશે કે મેચ્યોરિટી દરમિયાન તેમના દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ કેટલી હશે. આ ચેક કરવા માટે લોકો ઓનલાઈન પીપીએફ કેલ્ક્યુલેટર (PPF Calculator)નો ઉપયોગ કરી શકે છે. ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ પીપીએફ કેલ્ક્યુલેટર પૂરા પાડી રહ્યા છે, જ્યાંથી પીપીએફમાં જમા રકમ પર મળતા વળતરની તપાસ કરી શકાય છે. જો તમે ગૂગલ પર ઓનલાઇન પીપીએફ કેલ્ક્યુલેટર લખીને સર્ચ કરશો તો સર્ચ રિઝલ્ટમાં ઘણા પ્લેટફોર્મ આવશે. જ્યાં પીપીએફની રકમની ગણતરી કરી શકાય છે.
કઇ રીતે કરી શકો છો તેનો ઉપયોગ
આ કમ્પ્યુટિંગ ટૂલનો સૌથી યોગ્ય અને સાચો ઉપયોગ કરવા માટે તમારે તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની જરૂર છે. ઓનલાઇન પીપીએફ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે તમારે તેની કોલમમાં કેટલીક વિગતો ભરવી પડશે. આ વિગતોમાં પીપીએફની મુદત, રોકાણ કરેલી કુલ રકમ, કમાયેલ વ્યાજ અને માસિક કે વાર્ષિક રોકાણની રકમનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ મહત્વપૂર્ણ કોલમમાં જરૂરી માહિતી ભરવામાં આવશે, ત્યારે મેચ્યોરિટી રકમની ગણતરી તરત જ તમારી સામે આવી જશે.
લોન - ખાતુ ખોલાવ્યા બાદ 3 વર્ષથી લઈને 6 વર્ષ સુધી પીપીએફ પર લોન લઈ શકાય છે. પીપીએફ ખાતું ખોલાવ્યાના 6 વર્ષ પૂર્ણ થયા બાદ કોઇ લોન લઇ શકાતી નથી, જોકે જરૂર પડ્યે કેટલાક પૈસા ઉપાડી શકાય છે.
વિડ્રોલ રાશિ (મહત્તમ)- પીપીએફ એકાઉન્ટના 6 વર્ષ પૂરા થયા બાદ જરૂર પડ્યે એકાઉન્ટમાંથી કેટલાક પૈસા ઉપાડી શકાય છે. આ ઉપાડની મહત્તમ રકમ પાછલા વર્ષના ક્લોઝિંગ બેલેન્સ કરતા 50 ટકા ઓછી હોવી જોઈએ અથવા તમારા એકાઉન્ટના ચોથા વર્ષના ક્લોઝિંગ બેલેન્સ કરતા 50 ટકા ઓછી હોવી જોઈએ. કેલ્ક્યુલેટર દ્વારા ચૂકવવામાં આવેલી મહત્તમ ઉપાડની રકમની ગણતરી તે આધારે કરવામાં આવે છે કે તમે ગયા નાણાકીય વર્ષમાં કોઈ લોન લીધી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર