Home /News /business /Business Idea: સમગ્ર વર્ષ દરિમયાન રહેશે આ બિઝનેસની માંગ, લગ્નની સિઝનમાં તો અઢળક કમાણી થશે
Business Idea: સમગ્ર વર્ષ દરિમયાન રહેશે આ બિઝનેસની માંગ, લગ્નની સિઝનમાં તો અઢળક કમાણી થશે
લગ્નની સિઝનમાં ખૂજ ચાલશે આ બિઝનેસ
Business Idea: કાર્ડ પ્રિન્ટિંગ માત્ર લગ્નમા જ નહિ પણ બર્થડે, બાળકના જન્મ, કોઈની મૃત્યુ કે પછી કોઈ કાર્યક્રમ માટે આમંત્રણ કાર્ડ પણ પ્રિન્ટ કરાવવામાં આવે છે. આ રીતે કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતા જ રહે છે. એવામાં આ બિઝનેસ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીઃ જો તમે પણ કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ અને ઈચ્છો છો તેનાથી સારી કમાણી પણ થાય તો આજે અમે તમને એવા જ એક બિઝનેસ આઈડિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસ શરૂ કરીને તમે મોટી રકમ જમા કરાવી શકો છો. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ કાર્ડ પ્રન્ટિંગના બિઝનેસ વિશે. આ બિઝનેસ માટે એક સારા પ્લાનિંગની જરૂર હોય છે.
સારી કમાણીનો સ્ત્રોત બની શકે છે
એવામાં જો તમે બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો કાર્ડ પ્રિન્ટિંગનો બિઝનેસ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, એવામાં આ બિઝનેસ તમારા માટે વધારે ફાયદાકારક બની શકે છે. આ એક સારો નફાકારક બિઝનેસ છે, જે તમારા માટે સારી કમાણીનો સ્ત્રોત બની શકે છે.
આ બિઝનેસની એક સારી વાત એ છે કે, સમગ્ર વર્ષ દરમિયાન બજારમાં તેની માંગ રહે છે. કાર્ડ પ્રિન્ટિંગ માત્ર લગ્નમા જ નહિ પણ બર્થડે, બાળકના જન્મ, કોઈની મૃત્યુ કે પછી કોઈ કાર્યક્રમ માટે આમંત્રણ કાર્ડ પણ પ્રિન્ટ કરાવવામાં આવે છે. આ રીતે કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતા જ રહે છે. એવામાં આ બિઝનેસ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
કાર્ડને સુંદર અને આકર્ષક બનાવવા માટે તેની ડિઝાઈન સારી હોવી જરૂરી છે. દરેક કોઈ કાર્ડ પ્રિન્ટ કરી શકે છે, પરંતુ સારી ડિઝાઈન બનાવવી કોઈ સામાન્ય વાત નથી. ઈન્ટરનેટ પર ઘણા સારા કાર્ડ ડિઝાઈનર્સ ઉપલબ્ધ છે. પરંતુ જો તમે પ્રિન્ટિંગનો બિઝનેસ કરવા માંગો છો, તો તમારા માટે પોતાને કંઈક અલગ કરવાની જરૂર હોય છે. કાર્ડની ડિઝાઈન દરેક વર્ષે લગ્ન અને કાર્યક્રમ પ્રમાણે બદલાતી રહે છે. એવામાં અપડેટ રહેવું, લેટેસ્ટ ડિઝાઈન શીખવી, ટ્રેન્ડલને ફોલો કરવા અને તેને પૂરી રીતે કાર્ડ પર દર્શાવવું એક ટાસ્ક છે જે, સારી રીતે કરવામાં આવવો જોઈએ.
આ બિઝનેસને શરૂ કરીને કમાઓ તગડો નફો
કાર્ડ પ્રિન્ટિંગનો બિઝનેસ એક એવો બિઝનેસ છે જેના માધ્યમતી તમે ઓછા ખર્ચે સારો નફો કમાઈ શકો છો. જાણકારી અનુસાર, એક સામાન્ય કાર્ડની કિંમત 10 રૂપિયા હોય છે. પરંતુ જેમ-જેમ કાર્ડની ગુણવત્તા અને ડિઝાઈન સારી થતી જાય છે, તેમ-તેમ તેની કિંમતમાં પણ વધારો થાય છે. આ એક નફાકારક બિઝનેસ છે. દરેક લગ્નમાં ઓછામાં ઓછા 50 કાર્ડની જરૂર પડે છે. એવામાં જો તમે 10 રૂપિયાનું પણ એક કાર્ડ પ્રિન્ટ કરો છો, તો તેનો સંપૂર્ણ ખર્ચ નીકાળ્યા પછી પણ તમને 3થી 5 રૂપિયા બચી જાય છે. જ્યારે કાર્ડ મોંઘુ હોય તો 1 કાર્ડમાં આ બચત 10થી 15 રૂપિયા સુધી પણ થઈ શકે છે. એવામાં લગ્નની સિઝનમાં તમે આ બિઝનેસને શરૂ કરીને સારો નફો કમાઈ શકો છો.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર