ફક્ત 50 હજાર રૂ. શરૂ કરો આ બિઝનેસ, દર મહિને મેળવો 30 હજારની આવક

News18 Gujarati
Updated: April 12, 2019, 3:12 PM IST
ફક્ત 50 હજાર રૂ. શરૂ કરો આ બિઝનેસ, દર મહિને મેળવો 30 હજારની આવક
પ્રતિકાત્મક તસવીર

આ એવો યુનિક બિઝનેસ છે, જેમાં ઓછા રોકાણમાં સારી આવક મળી શકશે, આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર લોન પણ આપશે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : દેશમાં યોગ અને આયુર્વેદનું ચલણ વધવાના કારણે આ ક્ષેત્રમાં રોજગાર અને વેપારની અનેક તકો સર્જાઈ છે. આયુર્વેદિક પ્રોડક્ટ્સમાં વટી ગુટિકાની માંગ વધી રહી છે, દરેક કંપનીઓ વટી ગુટિકા બનાવી અને વેચી રહી છે. તમે પણ આયુર્વેદિક વટી ગુટિકા તૈયાર કરી અને વેચી શકો છો. આ યુનિટ શરૂ કરવા માટે વડાપ્રધાન એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ 90 ટકાની લોન અને 25 ટકા સબ્સિડી પણ મળી શકે છે.

લોન- ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના સેમ્પલ પ્રોજેક્ટમાં વટી ગુટિકા તૈયાર કરનાર યુનિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની કૉસ્ટ 5 લાખ રૂપિયા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે 50,000 રૂપિ્યા હોવા જોઈએ બાકી 90 ટકા લોન મળી જશે.

કોસ્ટ-ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન મુજબ, તમારા પ્રોજેક્ટની કૉસ્ટ આશરે 5.06 લાખ રૂપિયા થશે. જેમાં મશીનરી, ઇક્વીપમેન્ટ, વર્કિંગ કેપિટલ, વર્કશોપનું ભાડુ સમાવિષ્ઠ છે. આ કૉસ્ટમાં તમે વર્ષે 20 હજાર રૂપિયાની વટી ગુટિકા તૈયાર કરશોનફો- આ પ્રોજેક્ટમાં તમને વાર્ષિક સરવૈયા, ખર્ચ અને નફા નુકસાનના અંતે ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની આવક થઈ શકે છે. સરકાર આ બિઝનેસ શરૂ કરવા માટે ટ્રેનિંગ પણ આપે છે,જેમાં ધંધાની જીણવટ અને મેનેજમેન્ટના નિયમો શીખવાડવામાં આવે છે.

એપ્લાય કરો- આ બિઝનેસ શરૂ કરવા માટે જો તમારે લોન લેવી હોય તો તમારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા તો ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના જિલ્લા કાર્યાલયમાં સંપર્ક કરી લોન લઈ શકાશે. ઑનલાઇન એપ્લાય કરવા માટે https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp ક્લિક કરો
First published: April 12, 2019, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading