Home /News /business /હાલ ખૂબ જ ડિમાન્ડમાં છે આ બિઝનેસ, થોડા જ સમયમાં બનાવી દેશે કરોડપતિ
હાલ ખૂબ જ ડિમાન્ડમાં છે આ બિઝનેસ, થોડા જ સમયમાં બનાવી દેશે કરોડપતિ
50 હજાર રૂપિયા લગાવીને શરૂ કરી શકાય
જો તમે રોજબરોજની આ નોકરીથી કંટાળી ગયા છો અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો. તો આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે માત્ર 50 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો.
નવી દિલ્હીઃ જો તમે રોજબરોજની આ નોકરીથી કંટાળી ગયા છો અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો. તો આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે માત્ર 50 હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. થોડા જ વર્ષોમાં આ બિઝનેસથી તમને લાખોની કમાણી થવા લાગશે. આ બિઝનેસ ઓનલાઈન હોર્ડિંગનો છે. આ ડિજિટલ યુગમાં ઓનલાઈન હોર્ડિંગ્સનો બિઝનેસ તમારા માટે નફાકારક સાબિત થઈ શકે છે.
50 હજાર રૂપિયા લગાવીને શરૂ કરી શકાય
આ બિઝનેસથી દર મહિને મોટી કમાણી થઈ જાય છે. તો આવો જાણીએ કે ઓનલાઈન હોર્ડિંગનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકાય અને આમાં કેટલી કમાણી થઈ શકે છે. ઓનલાઈન હોર્ડિંગ્સનો બિઝનેસ માત્ર 50 હજાર રૂપિયા રોકીને શરૂ કરી શકાય છે.
ઓનલાઈન હોર્ડિંગ્સનો બિઝનેસ માત્ર 50 હજાર રૂપિયા રોકીને શરૂ કરી શકાય છે. આ બિઝનેસમાં તમારે દર મહિને કરોડોની કમાણી થઈ શકે છે. હોર્ડિંગની સાઈઝ અને લોકેશનના હિસાબથી રૂપિયા મળે છે.
જાણો, કેવી રીતે શરૂ કરી શકાય બિઝનેસ
માર્કેટિંગ અને ટેકનોલોજીના સહારે આ કામને શરૂ કરી શકાય છે. આ માટે બસ તમારે તમારા ડોમિન નામથી એક વેબસાઈટ બનાવવી પડશે. તેને પોતે જ પ્રમોટ કરવી પડશે. શરૂઆતમાં તમે તે તપાસ કરજો કે ક્યાં અને કયા લોકો જાહેરાત આપવા માટે જગ્યાની શોધમાં છે, તેમનો સંપર્ક કરો. આ બિઝનેસ ઝડપથી આગળ વધે છે. કારણ કે, દરેક દિવસે લોકો ઘરે બેસીને જાહેરાત જોતા હોય છે.
સૌથી પહેલા વેબસાઈટ પર ગ્રાહકે લોગઈન કરવાનું હોય છે. ત્યાર પછી વેબસાઈટ પર જઈને હોર્ડિંગ લગાવાની જગ્યા સિલેક્ટ કરવાની હોય છે. લોકેશન સિલેક્ટ કર્યા પછી કંપનીની પાસે એક મેઈલ આવે છે. ત્યારબાદ કંપનીની તરફથી સાઈટ અને લોકેશનની ઉપલબ્ધતા કન્ફર્મ કરવામાં આવે છે. પછી ગ્રાહક તરફથી આર્ટવર્ક અને ઓર્ડર આવે છે. લોકેશન સાઈટ પર લાઈવ થવા માટે એક આઈડી એન્ડ પાસવર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જાણકારી અનુસાર, આ કંપની એક હોર્ડિંગને એક મહિનાની મુદ્દત માટે લગાવવા માટે લગભગ 1 લાખ રૂપિયા લે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર