લોકડાઉનમાં પણ હિટ છે આ બિઝનેસ, સરકાર આના માટે આપે છે 2.5 લાખ રૂપિયા

લોકડાઉનમાં પણ હિટ છે આ બિઝનેસ, સરકાર આના માટે આપે છે 2.5 લાખ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

ભવિષ્યમાં પણ દેશના દરેક જિલ્લામાં સસ્તી દવાઓની દુકાનો ખોવાનું લક્ષ્ય છે. આવી સ્થિતિમાં તમે પણ ઘરે બેઠા કમાણી કરી શકો છો.

 • Share this:
  નવી દિલ્હીઃ લોકડાઉન (Lockdown) દરમિયાન મોટા ભાગના રોજગાર-ધંધા ઠપ થયા છે ત્યારે કેટલાક એવા ધંધા છે જે હિટ થઈ રહ્યા છે. કોરોના વાયરસના સમયમાં પ્રધાનમંત્રી જનઔષધિ યોજના (PMBJY) સસ્તી દવા આપી રહ્યા છે. ભવિષ્યમાં પણ દેશના દરેક જિલ્લામાં સસ્તી દવાઓની દુકાનો ખોવાનું લક્ષ્ય છે. આવી સ્થિતિમાં તમે પણ ઘરે બેઠા કમાણી કરી શકો છો. સામન્ય માણસ ઉપર દવાના ખર્ચને ઓછો કરવા માટે મોદી સરકારે 2015માં ભારતીય જન ઔષધિ પરિયોજના (Jan Aushadhi Yojana) શરૂ કરી હતી.

  લોકડાઉનમાં કરોડો રૂપિયાની દવા વેચાઈ


  રસાયણ અને ઉર્વરક મંત્રાલયના નિવેદન પ્રમાણે દેશમાં અત્યાર સુધી 6300 નજીક જનઔષધી કેન્દ્ર છે. લોકડાઉનના કારણે ખરીદી અને લોજિસ્ટિક્સ સંબંધી અડચણો છતાં પણ જનઔષધિ કેન્દ્રોએ માર્ચ 2020માં 42 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.

  જન ઔષધિ કેન્દ્ર કેવી રીતે ખોલી શકાય?
  જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે 2.50 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. આવી રીતે પૂરો ખર્ચ સરાકર ઉઠાવી રહી છે. સરકારે જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવા માટે ત્રણ પ્રકારની કેટેગરી બનાવી છે.

  1- પહેલી કેટેગરી અંતર્ગત કોઈપણ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશન સ્ટોર સરૂ કરી શકે છે.
  2- બીજી કેટેગરી અંતર્ગત ટ્રસ્ટ, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સોસાયટી સેલ્ફ હેલ્પ ગ્રુપને મોકો મળે છે.
  3-ત્રીજી કેટેગરમાં રાજ્ય સરકારો તરફથી નોમિનેટ કરેલી એજન્સીઓ હશેજન ઔષધિ કેન્દ્ર કોણ ખોલી શકે?
  કોઈપણ વ્યક્તિ અથવા ધંધાદારી, હોસ્પિટલ, ગેર સરકારી સંગઠ, ફાર્માસિસ્ટ, ડોક્ટર અને મેડિકલ પ્રેક્ટિશનર PMJAY અંતર્ગત ઔષધિ કેન્દ્ર ખોલવા માટે આવેદન કરી શકે છે. PMJAY અંતર્ગત SC, ST અને દિવ્યાંગ અરજદારોને ઔષધિ કેન્દ્ર કોલવા માટે રૂ. 50,000 મૂલ્ય સુધીની દવાઓ એડવાન્સ પણ આપવામાં આવશે. PMJAYમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષતિય કેન્દ્રના નામથી જ દુકાન ખલવામાં આવે છે.

  જો તમે જાતે અરજી કરી રહ્યા હોવ તો. તમારે આધાર (Aadhaar) અને પાનકાર્ડ (Pan Card)ની જરૂરત હશે. જો કોઈ ગેર સરકારી સંગઠન (NGO), ફાર્માસિસ્ટ, ડોક્ટર અને મેડિકલ પ્રેક્ટિશનર જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરે તો તેને આધાર, પાન, સંસ્થા બનાવવાનું સર્ટિફિકેટ અને તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવું પડશે. PMJAY અંતર્ગત ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે ઓછામાં ઓછી 120 વર્ગફૂટની જગ્યા હોવી જોઈએ.

  આ સ્ટોર થકી કેટલી કમાણી થશે?
  જેનેરિક મેડિકલ સ્ટોર થકી મહિનામાં જેટલી દવાઓનું વેચાણ થશે તો 20 ટકા કમિશનના રૂપમાં મળશે. આમ જો તમે મહિને 1 લાખ રૂપિયાની દવાઓનું વેચાણ કરો તો રૂ.20 ,000નીકમાણી થશે.

  1- દવાની પ્રિન્ટ કિંમત ઉપર 20 ટકા સુધી નફો
  2-2 લાખ રૂપિયા સુધી એકમુશ્ત નાણાંકિય મદદ
  3- જન ઔષધિ કેન્દ્રને 12 મહિનાના વેચાણનું 10 ટકા વધારાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ રકમ અધિક્તમ 10,000 રૂપિયા પ્રતિ માસ હશે.
  4- ઉત્તર પૂર્વી રાજ્ય, નક્સ્લ પ્રભાવિત વિસ્તાર, આદિવાસી ક્ષેત્રોમાં આ ઈન્સેન્ટિવ 15 ટકા રહેશે.
  5- આ પણ રૂપિયાના સંદર્ભમાં આ રકમ વધુમાં વધુ 15,000 રૂપિયા થઈ શકે છે.

  કેવી રીતે અરજી કરી શકાય?
  ઉલ્લેખનીય છે કે કેન્દ્ર ખોલવા માટે તમારે https://janaushadhi.gov.in/ ઉપર જઈને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજીને બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઈન્ડિયાના (BPPI)જનરલ મેનેજર (A&F)ના નામે મોકલવાની રહેશે. બ્યૂરો ઓફ ફાર્મા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઓફ ઇન્ડિયાનું એન્ડ્રેસ જન ઔષધિકની વેબસાઈટ ઉપર વધુ જાણકારી હશે. આ ઉપરાંત તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
  First published:May 09, 2020, 23:01 pm

  टॉप स्टोरीज